ભારતનો સૌથી મોંઘો આખલો “યુવરાજ” ! કિંમત છે 9 કરોડ…જીત્યો છે અને એવોર્ડ્સ…વાંચો…

આજે અમે એવા આખલાની વાત કરવાના છીએ જેની તંદુરસ્તી અને કદ બધાની આંખ માં આવી ગયા છે….

મોહાલી ખાતે યોજાયેલી પંજાબ કૃષિ સમિટ 2014 (16-19 ફેબ્રુઆરી)માં રાજુ નામનો મુરાહ આખલો એ સમિટનો મુખ્ય આકર્ષણ રહ્યો હતો. ફક્ત સાડા ૫ વર્ષ ની ઉમરનો આખલો જેનું વજન 12 ક્વિન્ટલ, લંબાઈ ૧૧.૫ ફૂટ અને ઊંચાઈ ૫.8 ફૂટ હતી…બસ એની આ જ બધી ખાસિયતોને કારણે તેની કિમત ૧૦ કરોડ હતી, કદાચ એટલે જ એ દેશ વિદેશના મુલાકાતીઓનો મુખ્ય આકર્ષણ બન્યો હતો.

ફક્ત આટલું જ નહિ, તેને various cattle festivals એટલે કે વિવિધ ઢોર તહેવારોમાં રૂ. 18 લાખનું રોકડ ઇનામ પણ મળ્યું હતું. તેના દૈનિક આહારમાં 10 લિટર દૂધ, 3 કિલો દહીં અને 10 કિલો અનાજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે રોજના 6 કિલોમીટર પણ ચાલે છે.

તેમના માલિક સંતોષ સોમલે કહ્યું હતું કે, રાજુ મારા માટે ખુબ જ પ્રિય છે; તેનો એક બાળકની જેમ ઉછેર કર્યો છે, લોકોએ મને એને ખરીદવા 10 કરોડ રૂપિયાની પણ ઓફર કરી હતી પણ મેં એને વેચવાનું સુદ્ધાં નથી વિચાર્યું. ”

રાજુ સિવાય યુવરાજ નામનો પણ એક આખલો હતો જેને લોકોને આકર્ષિત કર્યા હતા અને તેની કિંમત ૨૦૧૪ માં ૨ કરોડ હતી. આ આખલો કુરુક્ષેત્રના સનરીઓમાં રહેતા કરમવીર સિંહનો છે.

પાંચ વર્ષના એ આખલાની લંબાઇ 14 ફૂટ અને ઊંચાઈ 5.7 ફૂટ છે. તે દરરોજના 20 લિટર દૂધ પીવે છે. તેમની દૈનિક આહારમાં 5 કિગ્રા સફરજન અને 5 કિલો અનાજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેનો રૂમ પણ AIR CONDITIONER વાળો.

કરમવીર સિંહે કહ્યું હતું કે, “યુવરાજ કોઈ આખલો નથી, તે મારો પુત્ર જ છે. મેં તેમને બાળકની જેમ ઉછેર કર્યો છે અને હું તેમને ઘણો પ્રેમ કરું છું.” મુરાહ મૂળ પંજાબ અને હરિયાણાની નજીકના ભારતના અને પાકિસ્તાનના રાજ્યોમાં જોવા મળે છે પરંતુ તેનો ઉપયોગ ઇટાલી અને ઇજિપ્ત જેવા અન્ય દેશોની ડેરીમાં ભેંસનું દૂધ ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે.

અત્યારે એ આખલાની ઉમર 8 વર્ષ છે અને તેની લંબાઈ ૯ ફૂટ જેટલી થઈ ગઈ છે. તેની હાલની કિમત લગભગ ૯ કરોડ થી પણ વધારે છે. આ ઉપરાંત આ યુવરાજનું પ્રજનન દ્રવ્ય લોકો મો માંગી કીમતે કરીદે છે કારણ કે આ પાડો જે ભેસનો બાપ બને છે એ ભેસ દિવસના ૧૮ થી ૨૦ લીટર દૂધ આપે છે.

સુત્રો મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લા 4 વર્ષમાં આ આખલો દોઢ લાખ થી પણ વધારે ભેસોનો બાપ બની ચુક્યો છે. અને એ ભેસોની કિંમત પણ અઢી લાખ જેટલી હોય છે.

હવે વાત આવી આલીશાન નામના ઘોડાની…જે રોજ શેમ્પુ થી સ્નાન કરે છે. આ ઘોડોની ખાસ વાત એ છે કે જાન્યુઆરી 2013 માં પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ એ ચાર વર્ષના આલીશાનથી એવા પ્રભાવિત થઈ ગયા હતા કે તેઓ એ 1.25 કરોડ રૂપિયામાં એને ખરીદવાની ઓફર કરી હતી. જોકે, આલિશાનના માલિક હરિન્દરસિંહે એ માટે ઇનકાર કર્યો હતો. આલિસ્શાન 65 ઇંચ ઉંચો છે અને મારવાડી બ્રીડનો છે.

હરિન્દરસિંહના ભાઇ પરજંત સિંહ કહે છે, ” મુખ્ય પ્રધાને આલીશાનને ખરીદવા માટે રસ બતાવતા 1.25 કરોડ રૂપિયાની ઓફર પણ કરી હતી, પરંતુ અમે તેને વેચવા નથી માગતા. અમે તેને સંવર્ધન માટે રાખ્યો છે.”

કૃષિ સમિટમાં ઘણા લોકોએ આલિશંન ખરીદવાની ઓફર કરી છે,પણ તેમણે ઇનકાર કર્યો હતો. એમ વધારામાં એમ પણ કહ્યું હતું કે પરિવાર પાસે કુલ 20 ઘોડા છે.

યુવરાજ વિષે નો આ વિડીયો જુઓ :

 

લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ

ટીપ્પણી