એક ક્લિકે જાણી લો તમે પણ સ્ટ્રોકથી બચવા શું કરવુ જોઇએ અને શું ના કરવુ જોઇએ

સ્ટ્રોક – લકવાની અસર દર વર્ષે દોઢકરોડ લોકોનું જીવનને છીનવી લે છે, આ રીતે સુરક્ષિત રહી શકો છો…

image source

સ્ટ્રોક એટલે કે લકવાની અસર, એ એક ગંભીર રોગ કે એવી તકલીફ છે, જેના લીધે પીડિતોને તે ગમે ત્યાં, ક્યાંય પણ થઈ જઈ શકે છે. વિશ્વભરમાં મોટાભાગના લોકો સ્ટ્રોકને કારણે વિકલાંગ કે આંશિક રીતે પરાવશ થઈ જઈ શકે છે, જ્યારે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પણ પામી શકે છે. જો સમયસર આ મુશ્કેલીને સારવાર ન આપવામાં આવે તો શારીરિક અને માનસિક આડઅસર થાય છે. જો કે, જો રોગનું નિદાન અને સારવાર યોગ્ય રીતે કરવામાં આવે, તો દર્દીઓ પણ મટાડવામાં આવે છે.

લકવાગ્રસ્ત લોકોને પડે છે અનેક મુશ્કેલીઓ…

image source

વર્લ્ડ સ્ટ્રોક કેમ્પેઇનના એક રિપોર્ટ અનુસાર દર વર્ષે લગભગ 1.5 કરોડ લોકો લકવાગ્રસ્ત પરિસ્થિતિમાં મૂકાઈ જાય છે. તેમાંથી લગભગ 55 લાખ લોકો આ ગંભીર રોગને કારણે મૃત્યુ પણ પામે છે. અત્યાર સુધી, વિશ્વભરના લગભગ 8 કરોડ લોકોમાં આ રોગની પુષ્ટિ થઈ છે. આ રોગ ફક્ત લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરતો નથી, પરંતુ તે તેમની વાતચીત કરવાની શક્તિને પણ નબળી પાડે છે.

image source

જ્યારે શરીરના અંગોનું હલનચલન બંધ થાય અને સાથે તેમની બોલવાની ક્ષમતા પણ બંધ થઈ જાય ત્યારે એ વ્યક્તિની સ્થિતિ વધુને વધુ કથળી જઈ શકે છે. પથારીવશ રહેવાની આ અવસ્થા ખૂબ જ ખારબ સમયમાંથી વ્યક્તિને પસાર થવું પડતું હોય છે. તેમની સારસંભાલ લઈ શકનારા વ્યક્તિઓ માટે પણ આ સમય ખૂબ જ કપરો હોય છે કેમ કે દર્દીથી પોતાનું શરીર પણ ન ઉંચકાતું હોય અને તેમને શું જોઈએ છે? શું કરવાની ઇચ્છા છે? ભૂખ, તરસ, ઝાડો, પેશાબ જે કંઈપણ લાગ્યું હોય તેને તેઓ સમયસર વ્યક્ત કરી શકતાં નથી. તેથી તેમની માવજત કરવી પણ ખૂબ અઘરી બની જતી હોય છે.

સ્ટ્રોક એટલે શું?

image source

આ એવી બાબત છે જેનાથી કોઈપણ માનવી સ્ટ્રોકનો શિકાર બની શકે છે. ડોકટરોના મતે મગજના કોષો વચ્ચે યોગ્ય રક્ત પરિભ્રમણની ગેરહાજરીમાં આવું થાય છે. જ્યારે આ કોષો સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને તેમના વિકાર માટેનું પોષણ મેળવવાનું બંધ કરે છે, પછી વ્યક્તિ સ્ટ્રોકનો શિકાર બને છે. જેમાં વ્યક્તિના સ્નાયુઓનો સંપર્ક તેમના ચેતાતંતુઓ સાથે તૂટી જાય છે. હાથ – પગ કે શરીરના અંગોનું સ્વયંસંચાલિત હલનચલન બંધ થઈ જાય છે.

સ્ટ્રોકનાં લક્ષણો

image source

જે વ્યક્તિને સ્ટ્રોકની સ્થિતિ લાગુ પડી હોય તેમના શરીરમાં અચાનકથી મોટા ફેરફાર જણાવવા લાગે છે. તેમનું મોં અને જડબું અચાનક ત્રાંસું થઈ જાય છે, હાથ અને પગ અથવા શરીરના કોઈપણ ભાગ નિર્જીવ થઈ જાય છે, જીભ થોથવાય અથવા યોગ્ય રીતે બોલવામાં અસમર્થતા જણાવવી જેવા લક્ષણો જોવા મળે છે. શરીરમાં કે કોઈ ચોક્કસ અંગમાં ધ્રુજારી જણાય છે. આ સ્થિતિમાં, તરત જ ડોક્ટર્સની સલાહ લીધા પછી વહેલી તકે સારવાર લેવી જોઈએ.

સ્ટ્રોક આવવાની સ્થિતિને ટાળવા શું કરવું જોઈએ?

image source

જો તમને હાઈ કે લો બ્લડ પ્રેશર રહેતું હોય તો તમારા બ્લડ પ્રેશર (બીપી)ને નિયંત્રણ રાખો અને નિયમિત રૂપે તેની તપાસ કરાવો. ધૂમ્રપાન અને માદક દ્રવ્યોનું સેવન ટાળો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોલેસ્ટરોલ નિયંત્રિત રહે એવો ખોરાક લેવાનું રાખો, ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળો. તેનાથી સ્ટ્રોકની સંભાવના વધી શકે છે. નિયમિત થોડો પણ વ્યાયામ કરો. દરરોજ સવારે ચાલવા નીકળો. તમારી કેલેરી યોગ્ય માત્રામાં વપરાય તેનું ધ્યાન રાખો. ખોરાકમાં લીલાં શાકભાજી કઠોળ અને સંતુલિત આહાર લેવાનું રાખવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ