લાખોમાં એક હોય છે આવી સ્ત્રી, જાણો કયાં 7 ગુણ તેને બનાવે છે ખાસ…

કહેવાય છે કે ખુશામત તો ભગવાનને પણ પ્યારી છે. તેવી જ રીતે સ્ત્રીને પણ પોતાના વખાણ સાંભળવા ખૂબ ગમે છે. એક સામાન્ય માન્યતા છે કે જો કોઇ સ્ત્રીનો મૂડ ખરાબ હોય તો તેને ઠેકાણે લાવવા માટે તેના થોડાંક વખાણ કરો તો સારું મહેસૂસ કરવા લાગે છે. હા પરંતુ જો ખોટા વખાણ કર્યા તો બાજી ઉલટી પડી શકે છે. ઠીક છે આ બધું તો આપણે મહિલાઓના મૂડની કે ન તો તેના વખાણની વાત કરી રહ્યાં છીએ.

પરંતુ આપણે એક જબરદસ્ત વખાણ કરવાનું મન થાય તેવી સ્ત્રીઓને વાત કરી રહ્યાં છે. કારણ કે તેના ગુણના તો આપો આપ વખાણ થવા લાગે છે. જી હાં તો અમે અંગ્રેજી શબ્દ મુજબ ‘અલ્ફા વુમન’ એટલે કે સુપર વુમનની વાત કરી રહ્યાં છીએ. એટલે કે આ મહિલાઓનો કોઇ પર્યાય જ હોતો નથી. તેનામાં એટલા ગુણ છે કે તમે તેના વખાણ કરતાં થાકશો નહીં, કદા શબ્દો પણ ખૂટી જશે પરંતુ ભાવનાઓ ખત્મ થશે નહીં.

અલ્ફા વુમનના ગુણ

અમે કોઇ હવામાં તીર છોડીને કે ગપગોળાની વાતો કરી રહ્યાં નથી. પરંતુ કેટલાંય અભ્યાસો પઠી અલ્ફા વુમન શબ્દનો ઉદ્ભવ થયો છે. આ એવી સ્ત્રીઓ છે જેની સરખામણી અન્ય મહિલાઓના ગુણ સાથે થઇ શકે નહીં. તો આવો અમે તમને જણાવીએ કે શું આવા ગુણ તમારામાં અથવા તો તમારી આજુબાજુની કોઇ સ્ત્રીમાં છે કે નહીં?

આત્મવિશ્વાસ

તમે આત્મવિશ્વાસના મામલામાં તમારી જાતને 10માંથી કેટલાં નંબર આપો છો? કદાચ 6,7, કે 8 પણ આપી દો… પરંતુ અલ્ફા વુમનને તો આત્મવિશ્વાસના 10માંથી 11 નંબર મળવા જોઇએ. તેના આત્મવિશ્વાસને ઓવર કોન્ફિડન્સ સમજવાની ભૂલ ના કરતાં.

સકારાત્મક વિચારસરણી

એક અલ્ફા વુમન પોતાના આત્મવિશ્વાસને પૂર્ણ સકારાત્મક રીતે ઉપયોગમાં લે છે. કોઇપણ પરિસ્થિતિમાં હાર ન માનવી અને જો હારી પણ જાઓ તો નિરાશ ન થવું. આ તેને સારી રીતે આવડે છે.

કામ કરવાની પદ્ધતિ

જો તમે કોઇ અલ્ફા વુમનને મળો અને તેને કામ કરતાં જુઓ તો તમને પણ મહેસૂસ થશે કે તે કેટલી સરળતાથી કામ કરી લે છે અને બદલામાં સફળ જ થાય છે. પરંતુ અસલમાં એવું હોતું નથી. અલ્ફા વુમન ખૂબ જ મહેનતી હોય છે અને પોતાના કામને લઇન સીરિયસ હોય છે પરંતુ કોઇપણ રીતની ચૂક થવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.

મહેનતું

આ જ કારણ છે કે તેની મહેનત તેને સફળતા અપાવે છે. પોતાના કામથી ભટકવું નહીં અને એકદમ દિલથી તેને કરવું એ અલ્ફા વુમનનો એક ગુણ છે. જે દરેક લોકોએ શીખવો જોઇએ.

સીધું અને સ્પષ્ટ બોલવું

જે દિલમાં હોય તે મોં પર બોલનાર કયારેય દગાખોર નથી હોતું. હા તેની એવી વાતોથી કેટલીક વખત લોકોનું દિલ પર લાગી આવે છે પરંતુ જો કોઇ સચ્ચાઇનું સમ્માન કરવાનું જાણતું હશે તો તે આ રીતને પણ સાચી જ માનશે.

પારખી નજર

એક અલ્ફા વુમન કોઇપણ પરિસ્થિતિને સીધી અપનાવતી નથી, જો તેમાં કોઇ ફેરફાર જરૂરી છે અથવા તો સુધારો થઇ શકે તો તેને કરીને જ રહે છે. કોઇની ભૂલ શોધવાથી જો પ્રગતિ પ્રાપ્ત થાય તો તેમાં ખોટું નથી, આ અલ્ફા વુમનની વિચારસરણી છે.

હરિફાઇ માટે પોતાના માટે કરો કામ

એક અલ્ફા વુમન ‘સેલ્ફ સેટિસફેક્શન’ એટલે કે પોતાની જાતને શાંતિ મળે તેના માટે કામ કરે છે, કોઇને નીચું દેખાડવા કે હરાવા માટે નહીં. અલ્ફા વુમનના મતે હરિફાઇની આડમાં રહેનાર લોકો અસફળતાને પામે છે.

સમજદારી પરંતુ…

તેમાં કોઇ બે મત નથી કે એક અલ્ફા વુમન ખૂબ જ સમજદાર હોય છે, પરંતુ જ્યારે સંબંધની વાત આવે છો તો તેમાં ભાવનાઓને ચોક્કસ જ જગ્યા આપે છે કારણ કે સંબંધ પ્રેમથી સચવાતા હોય છે, મગજથી નથી.

નિયંત્રિત જીવન

વર્કિંગ વુમન હોય કે હાઉસ વાઇફ કે પછી બંને…અલ્ફા વુમન દરેક જ્ગાયે નિયંત્રણ બનાવી રાખે છે. તેમના કામ કરવાની પદ્ધતિને, દરેક વસ્તુમાં બેલેન્સ બનાવી રાખવાના અંદાજને જોતા દરેક લોકો તેને સલામી આપે છે.

સૌજન્ય : સંદેશ

ઉપરોક્ત લેખ માં આપેલી વાતો સાથે તમે કેટલા સહમત છો કોમેન્ટમાં જરૂર જણાવજો..

ટીપ્પણી