સાયકલ ચલાયા બાદ થતા મસલ પેનને ચપટીમાં દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ

સાઇકલ ચલાવ્યા બાદ કરો આ સ્ટ્રેચીસ

image source

લાંબો સમય સાઇકલ ચલાવ્યા બાદ થતાં મસલપેઇનને દૂર કરો આ સ્ટ્રેચીસથ

ઘણા બધા લોકો પોતાને સ્વસ્થ રાખવા માટે વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરતાં હોય છે જેમાં લોકોને સૌથી પ્રિય ચાલવું, દોડવું અને સાઇકલીંગ હોય છે. સાઇકલ ચલાવાથી શરીરને જરૂરી કસરત તો મળી જ રહે છે પણ સાથે સાથે હૃદય પણ સ્વસ્થ બને છે અને મન પણ પ્રસન્ન બને છે અને એક જાતનો આત્મવિશ્વાસ પણ કેળવાય છે. આમ સાઇકલીંગથી માણસના શરીરની સાથે સાથે મન પણ સ્વસ્થ રહે છે.

image source

જો તમે પણ સાઇકલ ચલાવવાના શોખીન હોવ અને વિવિધ મેરાથોનમાં પણ ભાગ લેતા હોવ તો તમને ચોક્કસ ધન્ય છે પણ લાંબા સમય સુધી સાઇકલ ચલાવ્યા બાદ એકજ પોઝીશનમાં રહેવાના કારણે શરીરના કેટલાક મસલ્સ દુઃખવા લાગે છે. અને કેટલાક અંગો પણ અકડાઈ જાય છે. તો તેને દૂરકરવા માટે અમે કેટલાક સ્ટ્રેચીસ લઈને આવ્યા છે. એક વ્યવસાયુ સાઇકલીસ્ટ પણ લાંબો સમય સાઇકલીંગ કર્યા બાદ સ્ટ્રેચીઝ કરતા હોયછે.

નેક સ્ટ્રેચ

image source

લાંબા સમય સુધી સાઇકલ ચલાવવાથી ડોક અકડાઈ જાય છે. ગળા પરની ખેંચ દૂર કરવા માટે તમારે નેક સ્ટ્રેચીંગની એક્સરસાઈઝ પણ કરવી જોઈએ.
નેક સ્ટ્રેચ કરવાની રીત

image source

– સૌ પ્રથમ તમારી હડપચીને ધીમ ધીમે તમારી છાતી તરફ લઈ જાઓ અને તે જ સ્થિતિમા થોડી સેકન્ડ રહો.

– હવે તમારા માથાને ડાબી તરફ ઝુકાવો અને તે જ સ્થિતમાં થોડી સેકન્ડ રહો. આ જ પ્રક્રિયાને વારંવાર રીપીટ કરતા રહો.

હીપ્સ સ્ટ્રેચ

સાઇકલ ચલાવતીવખતે તમારા પગને ઉંચા નીચા કરવા માટે તમારા હીપ્સ રોકાયેલા રહે છે.

image source

હીપ્સ સ્ટ્રેચ કરવાની રીત

– સૌપ્રથમ તમારે સીધા જ ઉભા રહેવું અને તમારા પગને તમારા ખભાને સમાંતર પહોળા કરી દેવા. હવે તમારા હાથને તમારા હીપ્સ પર મુકવા.
– ત્યાર બાદ તમારા ડાબા પગ સાથે આગળની તરફ નમો અને એક 90 ડીગ્રીનો ખૂણો બનાવો અને તમારા ડાબા સાથળને ફ્લોરને સમાંતર રાખો. આ સ્થિતમાં તમે તમારા ડાબા પગના અંગુઠાઓને જમીન પર રાખીને ઉભા હોવા જોઈએ.

image source

– હવે તમારા હીપ્સને આગળન તરફ ધકેલો. જ્યાં સુધી તમને તમારા હીપ્સના મસલ્સમાં સ્ટ્રેચની ફિલંગ ન થાય ત્યાં સુધી તમારે આગળની તરફ આવવું. હવે આ જ સ્થિતિમાં તમારે તમારી જાતને 30 સેકન્ડ સુધી રાખવી.

– હવે આજ પ્રક્રિયાને પુનરાવર્તિત કરતા રહો.

હેમસ્ટ્રીંગસ્ટ્રેચ

Related image
image source

હેમસ્ટ્રીંગમસલ્સનો ઉપયોગ તમે સાઇકલીંગ કરતી વખતે ત્યારે કરો છો જ્યારે પેડલને નીચેની તરફ મારતી વખતે તમારા ગોઠણને વાળો છો. માટે આ મસલ્સનું સ્ટ્રેચીંગ પણ જરૂરી છે. આ સ્ટ્રેચ માટે તમારે ખુરશી કે ટેબલનો ઉપયોગ કરવો પડશે. અથવા તો તમારે નીચેની સરફેસ જેમ નીચેની સીડી કે તેવી રીતે ઉભું રહેવું પડશે.

હેમસ્ટ્રીંગ સ્ટ્રેચ કરવાની રીત

– સૌપ્રથમ તો તમારે તમારા જમણા પગની પાનીને તમારી આગળ રાખેલા ટેબલ કે ખુરશી પર મુકવી.

– ત્યાર બાદ તમારા પગના પંજાના આંગણાને ઉપરની તરફ રાખવા અને તમારા પગને ફેલાવી લેવો.

image source

– હવે ધીમે ધીમે તમારે આગળની તરફ નમવું અને તમારી જાતને નીચેની તરફ ધકેલવી જેથી કરીને તમારો હેમસ્ટ્રીંગ મસલ ખેંચાશે.

– આ જ સ્થિતમાં તમારે 30 સેકન્ડ સુધી રહેવું અને આજ પ્રક્રિયા તમારે તમારા ડાબા પગ સાથે પુનરાવર્તીત કરવી.

ક્વોડસ્ટ્રેચ

image source

ક્વેડ્રીસેપ એક એવું મસલ્સ છે જેનો ઉપયોગ સાઇકલીંગ વખતે સૌથી વધારે થતો હોય છે. અને તેમાંથી જ તમને સાઇકલને આગળ ધપાવવાનું બળ મળે છે. જ્યારે સાઇકલ ચલાવતી વખતે તમે પેડલ ચલાવો છો ત્યારે તમારું આ મસલ વપરાય છે. માટે આ મસલને પણ સ્ટ્રેચ કરવા જોઈએ.

ક્વોડ સ્ટ્રેચ કરવાની રીત

image source

– સૌપ્રથમ તો તમારે બે પગને થોડા પહોળા કરીને ટટ્ટાર ઉભા રહો

– ત્યાર બાદ તમારા જમણા પગને પાછળની તરફ ઉંચા કરો અને તેની એડીને તમારા જમણા હાથથી પકડી લો.

– હવે તમારી એડીને ઉપરની તરફ ખેંચો, તેને ઉપરની તરફ ત્યાં સુધી ખેંચો જ્યા સુધી તમારા સાથળની આગળની બાજુ ખેંચાઈ નહીં.

image source

– આ જ સ્થિતિમાં તમારે 30 સેકેન્ડ સુધી સ્થીર રહેવું હવે આજ પ્રક્રિયા તમારે તમારા ડાબા પગ સાથે પુનરાવર્તિત કરવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

 

– તમારો જેંતીલાલ