ઘરે બનાવો આ રીતે સ્ટ્રોબેરી બોડી વોશ, અને ચમકાવી દો તમારી ત્વચા

ચમકદાર ત્વચા દરેકની પહેલી પસંદ હોય છે અને આના માટે આપણે ઘણી બધી પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ.

image source

પરંતુ મોટા ભાગના લોકોને કુદરતી રીતે મળતી જ સુંદરતા મેળવવાની ઇચ્છા હોય છે. એટલા માટે જ આજે અમે તમને જણાવીશું સ્ટ્રોબેરી બોડી વોશ વિષે જે તમે ઘરે જ બનાવી શકો છો.

સ્ટ્રોબેરી બોડી વોશથી ત્વચાને પોષણ મળે છે અને મૃત ત્વચા નીકળી જાય છે. આ સાથે જ ત્વચા ચમકદાર પણ બને છે, તો ચાલો જાણીએ સ્ટ્રોબેરી બોડી વોશ બનાવવાની રીત.

image source

જરૂરી સામગ્રી

– 5સ્ટ્રોબેરી

– 1/2 ચમચી નારિયળનું તેલ

– 1ચમચી વિટામિન ઇનું તેલ

– 1ચમચી લેવેનડર એસેન્સિયલ તેલ

બનાવવાની રીત

image source

સ્ટ્રોબેરી બોડી વોશ બનાવવા માટે સૌથી પહેલા સ્ટ્રોબેરીને ક્રશ કરી લો અને એના પલ્પને એક વાટકામાં કાઢી લો. પછી આને એક વાર સરખી રીતે મિક્સ કરો. એક વાટકામાં ધીમી આંચ પર નારિયળ તેલને ગરમ કરી લો.

હવે એમાં પલ્પ મિક્સ કરો જ્યારે તેલ આછુ ગુલાબી રંગનું થાય ત્યારે એમાં કેસાઈલ સાબુ મિક્સ કરો અને પછી ગેસ બંધ કરી દો. આમ, આ મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે આમાં એક વિટામિન ઇની કેપ્સુલ મિક્સ કરો. પછી આમાં લવેન્ડર એસેન્સિયલ તેલ મિક્સ કરો.

image source

તો તૈયાર છે તમારું બોડી વોશ. હવે આને એક બોટલમાં ભરી લો અને ધ્યાન રાખો કે આ બોડી વોશને ઠંડી અને સૂકી (ડ્રાઇ) જગ્યા પર મૂકો. એ વાત નું પણ ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ બોડી વોશનો ઉપયોગ કરો એ પહેલા એને બરાબર મિક્સ કરી દો.

image source

તમને જણાવી દઇએ કે, શક્ય હોય ત્યાં સુધી શ્યામ ત્વચા માટે સાબુનો ઉપયોગ દિવસમાં એક જ વખત કરવો. તેના બદલે લિક્વિડ બોડી વોશ વાપરવું વધુ યોગ્ય રહેશે.

image source

ગ્લિસરીન, યુરિયા, હ્યાલુરોનિક એસિડ જેવાં તત્વો યુક્ત બોડી વોશ શરીરની ડેડ સ્કિનને સ્વચ્છ કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. શાવર પફની મદદથી પૂરા શરીર પર બોડી વોશ લગાવી દો. ત્યારબાદ હળવા હાથે મસાજ કરો અને શાવર લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ