આ ધનાઢ્ય લોકોની ટેવો સાંભળીને તમે તોબા પોકારી ઉઠશો – એકને તો છે સોનાનો શર્ટ પહેરવાનો શોખ
કોઈ પણ વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેની પાસે પુષ્કળ પૈસો હોય. તમે કોઈ વ્યક્તિને પૂછશો કે તને શું ગમે કે તને શેનો શોખ છે તો તેની સાથે રૂપિયો તો સંકળાયેલો હોય જ છે. અને જ્યારે લોકો પાસે અસીમ રૂપિયો આવી જાય છે ત્યારે તેમના ચિત્ર વિચિત્ર શોખ લોકો સમક્ષ છતાં થાય છે જેમાંના કેટલાક તો તમને ચકીત જ કરી મૂકે છે.
સામાન્ય ધનવાન લોકોના શોખ હોય કે તેમને મોંઘુ ઘર હોય કે પછી મોંઘી લક્ઝરી કાર હોય કે પછી યેટ હોય વીગેર વીગેરે પણ કેટલાક લોકો વિચિત્ર શોખ ધરાવતા હોય છે તો આજે અમે તમને તેવા જ લોકો વિષે જણાવવા જઈ રહ્યા છે.
એક જ લગ્નમાં ફૂંકી નાખ્યા 503 કરોડ રૂપિયા
સામાન્ય માણસ જ્યારે લગ્ન કરવાનું વિચારે ત્યારે તેણે બધી જ વસ્તુઓ પાછળ વિચારી વિચારીને ખર્ચ કરવો પડે છે પણ કેટલાક એવા લોકો છે જેઓ ખર્ચો કર્યા બાદ પણ નથી વિચારતા. સ્ટીલ મેગ્નેટ લક્ષ્મી મિત્તલના ભાઈ પ્રમોદ મિત્તલે પોતાની દીકરીના લગ્નમાં ગણતરીના દિવસોમાં 503 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. તેના આ લગ્નમાં મહેમાનો તો 500 હતા પણ તેમની આગતાસ્વાગતા માટે 200 વેઇટર્સને રોકવામાં આવ્યા હતા. તેમજ ફોટોગ્રાફી માટે ખાસ હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
પૂર્વ મુખ્યમંત્રીએ 1000 કરોડ રૂપિયાની મૂર્તિઓ બનાવડાવી
ઉત્તર પ્રદેશ રાજ્યની પૂર્વ મુખ્યમંત્રીએ પોતાની અને હાથીની મૂર્તિઓ બનાવવા પાછળ જાહેર જનતાના 1000 કરોડ રૂપિયા વાપરી નાખ્યા હતા. આને કહેવાય નહીં લાજ તેને પૂરા રાજ. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં સેંકડો હજારો લોકો આજે ભૂખ્યા રહેવા પર મજબૂર છે અને તેવા સંજોગોમાં મુખ્યમંત્રી જનતાનો રૂપિયો આવી બાબતો પાછળ વાપરે તે એક શરમજનક બાબત કહેવાય.
રૂપિયાની નોટોની પથારી પર સુવાનો શોખ
આ સ્વપ્ન ઘણા બધા લોકોનું હોય છે પણ તે ભાગ્યે જ કોઈકનું પુરુ થાય છે. તમે જો જુદાઈ ફિલ્મ જોઈ હશે તો શ્રીદેવી પોતાના પતિને વેચીને મળેલા રૂપિયાની પથારી બનાવી તેના પર સૂતી હોવાનું એક દ્રશ્ય છે. અહીં અમે તમને તિરુપરના CPI નેતાની વાત કરવા જઈ રહ્યા છે તેનું નામ છે સમર આચાર્જી. તેમણે પોતાના આ સ્વપ્નને પુરું કરવા માટે બેંકમાંથી 20 લાખ રૂપિયા ઉપાડ્યા હતા અને તેને પોતાની પથારી પર ફેલાવીને સુખેથી સૂઈ ગયા હતા.
નાનકડા બાળકને આપી ફરારી કાર
આ ધનવાન નબીરો ભારતનો જ છે. કેરળના ધનાઢ્ય પિતાએ પોતાના માત્ર નવ વર્ષના દિકરાને ફરારી ગાડી ચલાવવા આપી દીધી. અને તેના પિતાના આ પરાક્રમના કારણે તેમને જેલની સજા પણ કરવામાં આવી હતી. ખરા લોકો રહે છે આ જગતમાં પોતાની જાહોજલાલીનો દેખાડો કરવા કોઈનો પણ જીવ જોખમમાં મૂકી દે, પોતાના દીકરાનો પણ !
કરોડોની કીંમત ચૂકવી ખરીદ્યા ક્રીકેટર પણ પગાર ચૂકવવાના હતાં ફાંફાં
વિજય માલ્યાનો પણ એક સમય હતો તેણે અમિરોની આંખ આંજી નાખે તેવી પાર્ટીઓ પોતાની જાહોજલાલીના સમયમાં આપી હતી. તેણે પોતાની ક્રીકેટ ટીમ માટે કરોડો રૂપિયામાં ક્રીકેટર્સ ખરીદ્યા હતા પણ તેમને પગાર ચૂકવવાના તેને ફાંફાં પડી ગયા હતા. હાલ આ બિઝનેસમેન કરોડોનું ફુલેકુ ફેરવીને લંડનમાં છૂપાઈને બેઠો છે. તમને એ પણ જણાવી દઈએ કે આ સેંકડો કરોડો રૂપિયાનું કરીને નીરાતનું જીવન જીવતા બિઝનેસમેનના કારણે તેની જ એરલાઇન્સ કિંગ ફિશરના એક કર્મચારીની પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી કારણ કે સતત છ મહિના સુધી તેના પતિનો પગાર નહોતો કરવામા આવ્યો. આવા રૂપિયાનો શું અર્થ !
વરરાજાને ભેટમાં આપ્યું હેલીકોપ્ટર
આપણા પોલીટીશીયન્સ કંઈ ઓછા ધનવાન નથી હોતા. 2011માં કોંગ્રેસના નેતા કંવર સીંહ તંવરના લાડકા દીકરાના લગ્ન આયોજીત કરવામાં આવ્યા હતા. દીકરાના લગ્ન જૂનાપુરીયાના પૂર્વ એમએલએની દીકરી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લગ્નમાં વરરાજાને ભેટમાં હેલીકોપ્ટર આપવામાં આવ્યું હતું. અને લગ્નમાં ચાર ચાંદ લગાવવા માટે બોલીવૂડના દીગ્ગજ સિતારાઓ જેવા કે શાહરુખ ખાન તેમજ ઐશ્વર્યા રાયને કરોડો રૂપિયા ચૂકવીને તેમના પર્ફોમન્સ રાખવામાં આવ્યા હતા.
સોનાનું શર્ટ પહેરવાનો ગજબનો શોખ
સોનાના શોખની વાત આવે એટલે તરત જ આપણને બોલીવૂડ મ્યુઝિક ડીરેક્ટર બપ્પી લહેરી યાદ આવી જાય પણ તેમને પણ ક્યાંય પાછા પાડી દે તેવા બીજા લોકો પણ સોનાનો શોખ ધરાવે છે. આ વ્યક્તિ મહારાષ્ટ્રના પૂણેમાં રહે છે તેનું નામ છે, દત્તા ફૂગે. તેને સોનાનો તો એટલો ગજબનો શોખ છે કે તેણે 15 સોનીઓને પોતાનો સોનાનો શર્ટ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. તેના આ શર્ટનું વજન 3.5 કી.ગ્રામ હતું અને તેના આ શર્ટને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સમાવવામાં આવ્યું હતું. કારણ કે આ વિશ્વનો સૌથી મોંઘો શર્ટ હતો. આ ઉપરાંત પણ તે પોતાના કલેક્શનમાં સોનાની ચિત્ર વિચિત્ર વસ્તુઓ ધરાવે છે.
દુનિયાનું સૌથી મોંઘુ ઘર
ભારતના મુંબઈ ખાતે એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીનું 23 માળ ઉંચુ ઘર આવેલું છે. જેને 1 બિલિયન ડોલરમાં બનાવવામાં આવ્યું છે. આ આલિશાન ઘરમાં મુકેશ અંબાણી તેમના પત્ની નીતા અંબાણી અને સંતાનો સાથે રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ