વ્યક્તિ વિશેષ : “ભારત રત્ન અને નોબલ પુરસ્કાર મેળવનાર ” સી.વી. રામન ” ,

                                         ભારત રત્ન ચંન્દ્રશેખર વેંકટ રામન
ભારતરત્ન સર ચંન્દ્રશેખર વેંકટ રામન એક મહાન ભૌતિક વિજ્ઞાની હતા. અહીં તેમના જન્મ અને બાળપણ, રામન અસર અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે ચર્ચા કરીશું. સર ચંદ્રશેખર વેંકટ રામન એ રામન અસરની શોધ કરી તે દિવસને ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. (28 ફેબ્રુઆરી).
       જન્મ  :    ૭ નવેમ્બર, ૧૮૮૮
       સ્થળ  :   તિરુચિરાપલ્લી, તામિલનાડુ, ભારત
    અવસાન :   ૨૧ નવેમ્બર, ૧૯૭૦. બેંગ્લોર, ભારત
   અભ્યાસ  :   રામનજી પ્રેસિડન્સી કોલેજ, ચેન્નાઇ ખાતે ઇ. સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં એમણે બી.એસસી.ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ. સ. ૧૯૦૭ના વર્ષમાં એમણે એમ.એસસી.ની પદવી અવ્વલ સ્થાને રહી ૭૦થી વધુ ટકા સાથે મેળવી હતી.
    કાર્ય        :    ભૌતિકશાસ્ત્રી
   પિતા        :-    ચંદ્રશેખર ઐયર
   માતા        :       પાર્વતી અમ્મલ
   પ્રદાન        :     રામન ઇફેક્ટ થિયરી
 પુસ્તક લેખન  :  Why the Sky is Blue: Dr. C.V. Raman Talks about Science અને The new physics
 સન્માન        :-    ૧.  ભારત રત્ન
                        ૨.  નોબેલ પુરસ્કાર
                        ૩.  લેનિન શાંતિ પુરસ્કાર
 થોડું વધારે    :-
સી.વી. રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તામિલનાડુ રાજ્યનાં તિરુચિરાપલ્લી ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તમિલ છે. બાળપણમાં જ તેમના પરિવારને વિશાખાપટનમ, આંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા અભ્યાસે વોલ્ટેરની કોલેજમાં તેમને સ્થાન મળ્યું અને વિદ્યાર્થી વર્ગમાં તે ખુબ પ્રિય થઇ પડ્યા. ખગોળશાસ્ત્રમાં પણ તેમને ઊંડો રસ હતો. પિતાના એ બુદ્ધિધનનો વારસો પુત્રને મળ્યો, અને પુત્રે એને સુંદર રીતે વિકસાવ્યો. ભત્રીજા સુબ્રમણ્યન ચંદ્રશેખરને પણ ભૌતિકશાસ્ત્રના વિષયમાં નોબેલ પુરસ્કાર ઇ.સ. ૧૯૩૦ના વર્ષમાં એનાયત કરવામાં આવ્યો હતો.
અભ્યાસ પછી એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકાતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.
ડૉ. ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ. ૧૯૨૮ની ૨૮ ફેબ્રુઆરીના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું.
વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે. ૨૮મી ફેબ્રુઆરીએ ડૉ. રામને તેમની નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યોહતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવ્યું.
 લાયકાત   :  નોબેલ પારિતોષિક વિજેતા મહાન વૈજ્ઞાનિક સી. વી. રામન એ ૧૯૪૯માં રામન રિસર્ચ ઇન્સ્ટીટ્યુટની સ્થાપના કરી હતી. આ સંસ્થામાં સાઇન્ટીફીક આસીસ્ટન્ટની ભરતી કરવાની હતી અને તે માટે ઇન્ટરવ્યુ ગોઠવાયા હતા. રામન પોતે જ ઉમેદવારના ઇન્ટરવ્યુ લઇ રહ્યા હતા. ઇન્ટરવ્યુ પુરા કરીને રામન જ્યારે બહાર આવ્યા તો તેણે એક ઉમેદવારને વેઇટીંગરૂમમાં બેઠેલો જોયો. રામને આ ઉમેદવારને રીજેક્ટ કરેલો હતો.
સી.વી. રામન આ પસંદગી નહી પામેલા ઉમેદવાર પાસે ગયા અને એને કહ્યુ , ” ભાઇ , મેં ઇન્ટરવ્યુ વખતે જ તને કહ્યુ હતું કે તારુ ભૌતિકશાસ્ત્રનું કોઇ વિશેષ જ્ઞાન નથી માટે હું તને મારી સંસ્થામાં નહી લઇ શકું. તું હજું કેમ અહિયા બેઠો છે ? “
પેલા માણસે રામનને કહ્યુ , ” સાહેબ , એ મને ખબર છે કે હું આપની સંસ્થા માટે લાયક ઉમેદવાર નથી હું કોઇ વિશેષ ભલામણ કરવા માટે નથી આવ્યો. આપની ઓફીસ દ્વારા મને જે ટ્રાવેલીંગ એલાઉન્સ ચુકવવામાં આવ્યુ છે એ ભુલથી વધુ ચુકવી દીધુ છે માટે હું એ વધારાની રકમ પરત કરવા માટે આવ્યો છું.”
સી.વી.રામન આ ઉમેદવાર પાસે ગયા. એના ખભા પર પોતાનો હાથ રાખીને એને પોતાની ઓફીસમાં લઇ ગયા અને કહ્યું કે દોસ્ત હુ તને મારી સંસ્થામાં સાઇન્ટીફીક આસીસ્ટન્ટની પોસ્ટ માટે સીલેકટ કરું છું. પેલા ઉમેદવારે કહ્યુ કે સર પણ મારી પાસે ભૌતિકશાસ્ત્રનું પુરૂ જ્ઞાન નથી. એ વખતે રામને હસતા હસતા કહ્યુ ,” ભાઇ એ તો હું તને શિખવી શકીશ પણ તારું આ ઉતમ ચારિત્ર્ય તારી સૌથી મોટી લાયકાત છે અને મારા માટે એ જ મહત્વનું છે.”
 કોઇપણ વિષયના જ્ઞાન કરતા પણ શુધ્ધ ચારિત્ર્ય વધુ મુલ્યવાન હોય છે. ચારિત્ર્ય વગરનું જ્ઞાન હંમેશા પોતાને અને સમાજને બંનેને દુ:ખી કરે! આજકાલ ડીગ્રીઓ બહુ મોટી મોટી થતી જાય છે પણ ચારીત્ર્ય સાવ ખાડે ગયુ હોય એવુ અનુભવાય છે.
ડો. સી.વી. રામન માનતા હતા કે વિજ્ઞાન નો ઉપયોગ યુધ્ધ માટે નહીં પરંતુ વિશ્વશાંતિ માટે થવો જોઈએ. દેશની ૧૭ યુનિવર્સિટીઓએ સન્માનનીય ડોક્ટરેટની પદવી પ્રદાન કરી હતી. સર સી વી રામન : 
સી.વી.રામને આજથી ૮૯ વર્ષ પહેલા લાભદાયી સંશોધન રજૂ કરેલું. દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે નોબેલ પ્રાઈઝ વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો.સી.વી.રામને સમગ્ર વિશ્વમાં ઉપયોગી ‘રામન અસર’ ફિઝીકસ વિજ્ઞાનમાં પ્રસ્તુત કરી હતી. આથી દેશમાં યુવા વર્ગમાં વિજ્ઞાનમાં રસ જાગે તે હેતુથી દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરીનાં દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે.
જીવન પ્રસંગ (સૌજન્ય :- શૈલેષભાઈ સગપરીયા)
માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ
 લેખન અને સંકલન :–  વસીમ લાન્દા 
હેલ્થને લગતી, ગ્લેમર, બ્યુટી, ન્યુઝ, જોક્સ, વાર્તાઓ તેમજ અન્ય ઉપયોગી માહિતી બીજી ઘણી બધી તમે અમારા “જલ્સા કરોને જૈંતિલાલ” પરથી મેળવી શકો છો, તો રાહ  કોની જોવો છો ? આજે ફેસબુક પરથી અમારું પેજ લાઇક કરો !  જો ગમે તો તમારા મિત્રોને પણ આ માહિતી તમે લીંક શેર કરી બિન્દાસ પહોચાડી શકો છો, તો રાહ કોની જોવાની છે મિત્રો! 

ટીપ્પણી