મુંબઈના તુરખીયા ભાઈઓએ પિતા પાસેથી ૨૦,૦૦૦ લીધા હતા, આજે બની દીધી ૨૦, ૦૦૦ કરોડની કંપની !

કિસ્મત ક્યારે પલ્ટી મારી દે એ કોઈ કહી શકે નહિ. આપણે ફળની ચિંતા કર્યા વગર કામ ચાલુ રાખવું જોઈએ. આજનો કિસ્સો મુંબઈના બે સગા ભાઈઓની સફળતાનો છે જેમણે ખુબ ઓછી ઉંમરમાં જ કારોબારી જગતમાં સફળતાનું અનોખું ઉદાહરણ રજુ કર્યું. આજે આ ભાઈઓને ભારતીય એડ ટેક જગતની સૌથી મોટી હસ્તીના રૂપમાં જોવામાં આવે છે.

આ ભાઈઓએ પોતાના દોઢ દશકના કરીઅરમાં લગભગ એક ડઝન કંપનીઓ ઉભી કરી જેમાંથી પાંચ કંપનીઓ વહેચીને આજે ભારતના સૌથી આમિર લોકોની યાદીમાં શામેલ છે.

દિવ્યાંક તુરખીયા અને ભાવિન તુરખીયા દેશના દિગ્ગજ કારોબારીમાંના એક છે. દસ-દસ હાજર કરોડની નિજી સંપત્તિના મલિક આ ભાઈઓની સફળતાનો કિસ્સો ખરેખર પ્રેરણાદાયક છે. મુંબઈના મધ્યમ વર્ગીય ઘરમાં જન્મેલા આ તુરખીયા ભાઈઓનું બાળપણ જુહુ અને અંધેરીના વિસ્તારોમાં વીત્યું. બાળપણથી જ કોમ્પ્યુટર અને પ્રોગ્રામિંગના શોખીન દિવ્યાંકે માત્ર ૧૩ વર્ષની ઉંમરમાં જ પોતાના ભાઈ સાથે મળીને સ્ટોક બજારની કિંમતો પર નજર રાખવા માટે એક સ્ટોક માર્કેટ સિમ્યુલેશન ગેમ બનાવી.

દિવસે દિવસે તેમની કોમ્પ્યુટર તરફ વધતી જતી રુચિના કારણે અભ્યાસ સાથેનો તેમનો છેડો છૂટતો ગયો. જોકે પિતાના દબાવમાં આવીને તેઓએ બી.કોમ. માં દાખલો મેળવ્યો પણ ક્યારેય કોલેજ નહોતા જતા. આખો દિવસ બંને ભાઈઓ કોડિંગ કર્યા કરતા હતા.

કોડિંગ પર જબરજસ્ત પકડ બનાવ્યા બાદ તેમણે પોતાનો કારોબાર શરૂ કરવાની યોજના બનાવી. પણ કારોબાર શરૂ કરવામાં સૌથી મોટી અડચણ શરૂઆતની પુંજીને લઈને હતી.

બંને ભાઈઓએ ગમે તેમ કરીને પિતાને મનાવ્યા અને વર્ષ ૧૯૯૮માં પિતા ૨૫ હજાર રૂપિયા કર્જના રૂપે આપવા રાજી થઇ ગયા. તે વખતે બંને ભાઈઓએ વિચાર્યું નહોતું કે તેઓ ૧૬ વર્ષ પછી અરબપતિ ક્લબમાં શામિલ થઇ જશે.

૧૬ વર્ષની ઉંમરમાં પોતાના ૧૮ વર્ષના ભાઈ ભાવિન તુરખીયાની સાથે મળીને તેમણે આ રૂપિયાથી વેબસાઈટના ડોમેન નામ આપવાવાળી કંપની ડાયરેકટીની સ્થાપના કરી. ડાયરેકટી ભારતીય કંપનીઓને વેબસાઈટ અને ઈન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ કરાવતી હતી. ત્યારબાદ આ જ કંપનીના બેનર હેઠળ ‘બિગરોક’ નો જન્મ થયો.

વર્ષ ૨૦૦૧માં બંને ભાઈઓએ એક સોફ્ટવેર બનાવ્યો. બંને ભાઈઓ ડાયરેકટીના બેનર હેઠળ અત્યાર સુધી કુલ ૧૧ સ્ટાર્ટઅપ શરૂ કરી ચુક્યા છે. હાલમાં ડાયરેકટી ગ્રુપના ૧૦૦૦ કર્મચારીઓ અને ૧૦ લાખ ગ્રાહકો છે. કંપનીની વૃદ્ધિ વર્ષે ૧૨૦ ટકાના દરે થઇ રહી છે. ૨ વર્ષ પહેલા તુરખીયા અને તેના ભાઈએ એન્ડયુરન્સ ઇન્ટરનેશનલને ૧૦૦૦ કરોડમાં ૪ બ્રાન્ડ વેંચ્યા હતા.

મીડિયા નેટ ગૂગલની એડ સેંસની ટક્કર માટે બનાવવામાં આવી હતી. આ પ્રોડક્ટની લાઇસેંસ કેટલાય પબ્લિશર્સ, એડ નેટવર્ક અને ઇન્ટરનેશનલ કંપનીઓ પાસે છે. મીડિયા નેટ ન્યૂ યોર્ક, લોસ એન્જેલસ, દુબઇ, જ્યૂરિચ, મુંબઈ અને બેંગલોરથી કામ કરે છે. એમાં ૮૦૦ લોકો કામ કરે છે. મીડિયા નેટએ પાછળ વર્ષે ૧૫૫૪ કરોડ કમાયા હતા.

આ વર્ષે જ તેમણે ઓનલાઇન એડવરટાઇઝિંગ વેંચર મીડિયા નેટને એક ચાઈનીઝ સમૂહને ૯૦ કરોડ ડોલરમાં વહેંચી. આ બાબતમાં તેમણે ગુગલ(૭૫ કરોડમાં એડમોબને ખરીદી) અને ટ્વિટર (૩૫ કરોડ ડોલરમાં મોપબને ખરીદી) ને પણ પાછળ રાખી દીધા.

બંને ભાઈઓ પાસે એન્જિનિયરિંગની ડિગ્રી ના હોવા છતાં પણ તેઓ સારા કોડર છે. આ ભાઈઓએ પોતાના દમ પર કોઈની સહાયતા વગર આટલું મોટું સામ્રાજ્ય ઉભું કર્યું. આજે તુરખીયા ભાઈઓને ફર્સ્ટ ઈન્ટરનેટના એન્ટરપ્રેનિયોર માનવામાં આવે છે.

સંકલન : ભૂમિ મેહતા (બેંગ્લોર)

મિત્રો, આ આજકાલ ના યુવાનો માટે ખુબ પ્રેરણાદાયી આ સ્ટોરી આપ સૌ આગળ ફોરવર્ડ કરી લોકો ને પ્રેરણા આપો !!!