ભારત-પાક સીમાની રખેવાળી કરતી મહિલા BSF કૉમન્ડૅન્ટ તનુશ્રી !! Hats Off

દેશમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષ વર્ચસ્વને પડકાર ફેંકીને આગળ વધી રહી છે. તેવામાં રાજસ્થાનમાં ભારત-પાક સીમા પર દેશની રખેવાળી કરતી BSFની સૌપ્રથમ મહિલા આસિસ્ટંટ કૉમન્ડૅન્ટ તનુશ્રી પારીક પણ એ જ મહિલાઓમાંની એક છે!

છેલ્લા 40 વર્ષના BSFના ઈતિહાસમાં પહેલી વખત મહિલા આસિસ્ટંટ કૉમન્ડૅન્ટ બનવાનું ગૌરવ તનુશ્રીએ મેળવ્યું છે. તેઓ હાલ પાકિસ્તાનની સીમા પાસે આવેલા બાડમેરમાં તૈનાત છે. પોતાની ડ્યુટી નિભાવવાની સાથે સાથે તેઓ કેમલ સફારી દ્વારા BFF તેમજ વાયુસેનાના મહિલા જવાનોની સાથે મળીને નારી સશક્તિકરણ તેમજ બેટી બચાઓ-બેટી પઢાઓનો સંદેશ આપી રહી છે.

તનુશ્રી વર્ષ 2014 બેચના BSF અધિકારી છે. 2014માં UPSCની આસિસ્ટંટ કૉમન્ડૅન્ટની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેમણે ટેકનપુર સ્થિત સીમા સુરક્ષા બળ એકેડમીમાં આયોજિત, પાસિંગ આઉટ પરેડમાં દેશની પહેલી મહિલા અધિકારી (આસિસ્ટંટ કૉમન્ડૅન્ટ) તરીકે ભાગ લીધો અને 67 અધિકારીઓના દીક્ષાંત સમારોહમાં પરેડનું નેતૃત્વ પણ કર્યું. જેના માટે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું. ટેકનપુર બાદ તનુશ્રીએ BSF એકેડમીની 40મી બેચમાં 52 અઠવાડિયાઓની તાલીમ લીધી. અને તાલીમ પૂરી કર્યા બાદ તનુશ્રીને પંજાબમાં ભારત-પાકિસ્તાન સીમા પર તૈનાત કરવામાં આવી.

આવી અન્ય રસપ્રદ અને પ્રેરણાત્મક પોસ્ટ વાંચવા વિઝીટ કરો અમારી વેબસાઈટ : https://gujarati.yourstory.com

જે બાડમેરમાં આજે તનુશ્રી ડ્યુટી બજાવી રહી છે ત્યાં એક સમયે તેમના પિતા પણ નોકરી કરતા હતાં. જ્યારે બિકાનેરમાં બોર્ડર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તે સ્કૂલમાં ભણી રહ્યાં હતાં.

હાલ તનુશ્રી પંજાબ ફ્રન્ટીયરમાં તૈનાત છે. તેમનું કહેવું છે કે તેમણે કરિયર તરીકે BSFને એટલે પસંદ કર્યું કારણ કે તેમને બાળપણથી જ સેનામાં જવાની ઈચ્છા હતી. જ્યારે બિકાનેરમાં બોર્ડર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તેઓ સ્કૂલમાં ભણતાં હતાં. અને એ જ ફિલ્મથી તનુશ્રીને સેનામાં જવાની પ્રેરણા મળી. તેઓ સ્કૂલ અને કોલેજમાં NCC કેડેટ પણ રહી ચૂક્યા છે. તનુશ્રી કહે છે,

“મારું ફોર્સમાં જવાનું ત્યારે જ ફળશે જ્યારે બીજી છોકરીઓ પણ ફોર્સમાં જોડાશે. મારું આજની છોકરીઓને પણ એટલું જ કહેવું છે કે સૂરજથી બચવા સનસ્ક્રીન લગાવવાનું છોડે અને તડકામાં તપીને પોતાને સાબિત કરે.”

તનુશ્રી હાલ એક કેમલ સફારીનું નેતૃત્વ કરી રહી છે જેઓ તેમની ફરજ બજાવવાની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બેટી બચાઓ-બેટી પઢાઓ તેમજ મહિલા સશક્તિકરણનો સંદેશ આપી રહ્યાં છે. આ કેમલ સફારી 1368 કિમીની સફર કરી 49 દિવસો બાદ 2 ઓક્ટોબરે વાઘા બોર્ડર પહોંચશે.

કેમલ સફારીમાં તનુશ્રીની સાથે એરફોર્સના લેડી ઓફિસર અયુષ્કા તોમસ પણ છે. તેઓ કહે છે કે જો માતા-પિતા દીકરીઓને ભણતરની સાથે સાથે બધી રીતે તૈયાર કરશે તો ભવિષ્યમાં તેઓ પોતાના પગ પર ઉભા થવાની સાથે કોઈ બીજા પર નિર્ભર નહીં રહે.

મિત્રો, જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો લોકો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. અમે તે સ્ટોરી ને ચોક્કસ પબ્લીશ કરીશું !!

ટીપ્પણી