શૂન્યથી ૧૬૦૦ કરોડનું વિશાળ સામ્રાજ્ય ઉભું કરનાર એક મજુરની વાત..! Really Inspiring !!

આ વાત એવા વ્યક્તિની છે જેણે સિદ્ધ કરી દીધું કે ઉંચાઈઓ સુધી પહોંચવા માટે માત્ર એક ઊંચો વિચાર, ઉદેશ્ય પૂરતી માટે પાક્કો ઈરાદો અને ક્યારેય હાર ના માનવના હોંસલાની જરૂર હોય છે.

૧૬ વર્ષના આ છોકરા પાસે પોતાના મિત્રો દ્વારા આપેલા મુંબઈ જઈને કામ કરવાના સુઝાવ સિવાય કાંઈ ન હતું. ખિસ્સામાં ફૂટી કોડી પણ ન હોવી ખાલી પેટે રહેવું અને દાદર સ્ટેશન પર સૂવાથી પણ વધારે તકલીફ આપનાર પોતાના પિતા અને ભાઈના મૃત્યુના આઘાત માંથી બહાર આવવાનું હતું.

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરથી સબંધ ધરાવતા આ છોકરાના પિતા આર્મીમાં હતા. ૧૯૭૧ની લડાઈમાં ગોળીઓ લાગવાને કારણે તેઓ દુર્બળ થઇ ગયા હતા. આવી સ્થિતિમાં મોટો ભાઈ જ પરિવારનો એક માત્ર આધાર હતો. આ આશા પણ ત્યારે ખતમ થઇ ગઈ જયારે આર્થિક પરિસ્થિતિને કારણે પરિવાર મોટા ભાઈનો ઈલાજ કરાવી ન શક્યો અને તેમનું મૃત્યુ થઇ ગયું. પિતા પણ મોટા ભાઈની મૃત્યુના આઘાતમાં મૃત્યુ પામ્યા. પોતાની લાચાર મા તે છોકરા માટે ભાવનાત્મક રૂપે સાથે હતી પણ તેમના પર ચાર ભાઈ બહેનોની મોટી જવાબદારી પણ હતી.

મિત્રોએ આપેલો સુઝાવ ત્યારે સાચો સાબિત થયો જયારે તે છોકરાને ૧૫ રૂપિયાની નોકરી અને સુવા માટેની એક જગ્યા મળી. સુવાની જગ્યા એક એવા ઓરડામાં હતી જ્યાં બીજા ૨૦ મજૂરો રહેતા હતા. ઓરડો એટલો નાનો હતો કે સુવા સમયે હલવાની જગ્યા પણ મળતી ન હતી.

આ છોકરો, સુદીપ દત્તા, દરરોજ મીરા રોડ સ્થિત પોતાના ઘરથી જોગેશ્વરી સ્થિત પોતાની ફેક્ટરી સુધી અને પાછો એમ ૪૦ કિલોમીટર ચાલતો. તકલીફભરી જિંદગીમાં ફક્ત આ એક તેની ઉપલબ્ધી હતી કે બચાવેલા પૈસા તે તેની મા ને મોકલતો.

બે વર્ષની મળજુરી બાદ તેના જીવનમાં નવો મોડ ત્યારે આવ્યો જયારે નુકસાનને કારણે તેના માલિકોએ ફેક્ટરી બંધ કરવાનો નિર્ણય લઇ લીધો. આવી કઠિન પરિસ્થિતિમાં સુદીપ એ નવી નોકરી શોધવાની જગ્યાએ પોતે જ ફેક્ટરી ચલાવવાનો નિર્યણ લઇ લીધો. પોતાની અત્યાર સુધી બચાવેલી પુંજી અને એક મિત્ર પાસેથી ઉધાર લઈને ૧૬૦૦૦ રૂપિયા ભેગા કર્યા.

૧૯ વર્ષનો સુદીપ, જેના માટે પોતાનું પેટ ભરવું પણ એક પડકાર હતો ત્યાં તેણે બીજા સાત મજૂરો અને તેના પરિવારોની જવાબદારી લીધી હતી. ફેક્ટરી ખરીદવા માટે ૧૬૦૦૦ની કિંમત ખુબ ઓછી હતી પણ સુદીપએ બે વર્ષનો નફો આપવાની વાત કરીને તેના માલિકોને મનાવી લીધા. સુદીપ એવી ફેક્ટરીનો મલિક બની ચુક્યો હતો જેનો તે કાલ સુધી મજુર હતો.

એલ્યુમિનિયમ પેકેજિન્ગ ઇંડસ્ટ્રી તે સમયે પોતાના ખરાબ સમયમાંથી પસાર થઇ રહી હતી. જિંદાલ એલ્યુમિનિયમ જેવી ગણતરીની કંપનીઓ પોતાની આર્થિક મજબૂતીને કારણે નફો કરી રહી હતી.

સુદીપ એ જાણી ગયા હતા કે બહેતર ઉત્પાદન અને નવાપણું જ તેણે બીજાથી સારું સાબિત કરી શકશે. સારો વિકલ્પ હોવા છતાંય જિંદાલ જેવાઓની સામે તાકી રહેવું સહેલું ન્હોતું. સુદીપએ વર્ષો સુધી મોટા ગ્રાહકોને પોતાના ઉત્પાદનો વિષે સમજાવાનું ચાલુ રાખ્યું અને સાથે જ નાની કંપનીઓના ઓર્ડર પર પોતાનો ધંધો ચાલુ રાખ્યો.

મોટી કંપનીના અધિકારીઓને મળવામાટે કલાકો સુધી રાહ જોતા. તેમની મહેનત અને સંભાષણ કૌશલ ત્યારે રંગ લાવ્યા જયારે તેમને સન ફાર્મા, સિપ્લા અને નેસલે જેવી મોટી મોટી કંપનીઓ ના ઓર્ડર મળવાના ચાલુ થયા.

સુદીપે સફળતાનો સ્વાદ ચાખ્યો જ હતો પણ તેમને આવનારા પડકારોનો અંદાજો ન્હોતો. ઉદ્યોગ જગતના વૈશ્વિક દિગ્ગજ અનિલ અગ્રવાલએ ઇન્ડિયા ફોઈલ નામની બંધ પડેલી કંપની ખરીદીને પેકેજિન્ગ ક્ષેત્રમાં કદમ રાખ્યા હતા. અનિલ અગ્રવાલ અને તેમનું વેદાંત ગ્રુપ વિશ્વની ગણતરીની કંપનીઓમાના એક રહ્યા હતા અને તેમની સામે ટકી રહેવું પણ અશક્ય જેવું હતું.

વેદાંત જેવી કંપનીથી અપ્રભાવિત રહીને સુદીપએ પોતાના ઉત્પાદનોને વધુ સારા બનાવના ચાલુ રાખ્યા અને સાથે સાથે પોતાના ગ્રાહકો સાથે મજબૂત સબંધ બનાવી રાખ્યા. અંતે વેદાંત ગ્રુપે સુદીપની દ્રઢતા સામે ઝુકવુ પડ્યું અને ઇન્ડિયા ફોઈલ કંપનીને સુદીપને જ વેચવી પડી. આ સૌદા પછી વેદાંત ગ્રુપ પેકેજીંગ ઇન્ડસ્ટ્રી માંથી હંમેશા માટે વિદાય થઇ ગયું.

તેની ઉપલબ્ધી પછી સુદીપએ પોતાની કંપનીને જલ્દીથી આગળ ધપાવી અને ફાર્મા કંપનીઓ વચ્ચે પોતાની એક ઓળખ બનાવી. બીમાર કંપનીઓને ખરીદીને તેમણે પોતાની ઉત્પાદન ક્ષમતાને વધારી. ઇન્ડિયન એલ્યુમિનિયમ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર બનીને તેમણે પોતાની ક્ષમતામાં અપાર વૃદ્ધિ કરી. ૧૯૯૮ થી ૨૦૦૦ સુધીમાં તેઓએ ૨૦ પ્રોડકશન યુનિટ ચાલુ કરી દીધા હતા.

સુદીપની કંપની એસ ડી એલ્યુમિનિયમ પોતાના ક્ષેત્રની અગ્રીમ કંપની છે અને સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સૂચિત છે. પોતાના અભિનવ વિચારને કારણે તેમેને પેકેજીંગ ઇન્ડસ્ટ્રીના નારાયણમૂર્તિ કહેવામાં આવે છે. સુદીપની કંપની એસ ડી એલ્યુમિનિયમનું માર્કેટ કેપ ૧૬૦૦ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે.

વિપરીત પરિસ્થિતિઓ હોવા છતાંય આટલી વિશાળ ઉપલબ્ધી કરવા વાળા સુદીપ પોતાના કાંદિવલી સ્થિત શાનદાર ઓફિસથી પોતાનો બિઝનેસ ચલાવે છે. આજે તેમની કેબીન તે ઓરડા કરતા ખુબ મોટી છે જ્યાં તેઓ ૨૦ લોકો સાથે રહેતા હતા. થોડા રૂપિયા બચાવવા માટે કેટલાંય કિલોમીટર ચાલવાવાળા સુદીપ પાસે બીએમડબલ્યુ અને મર્સીડીઝ જેવી કેટલીય શાનદાર ગાડીઓ છે. જીવનમાં ઘણું મેળવ્યા પછી પણ સુદીપ પોતાની પૃષ્ટભૂમિથી જોડાયેલા છે. તેમની ફેક્ટરીના બધા મજૂરો આજે પણ તેમને દાદા કહીને બોલાવે છે.

તેમણે ગરીબ અને જરૂરિયાતમંદોની સહાયતા માટે સુદીપ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આ પરિયોજના ગ્રામીણ ક્ષેત્રના યુવાઓ માટે નવા નવા અવસર આપવા બનાવવામાં આવી છે. સમાજના ઓછા ભાગ્યશાળી વર્ગથી આવતા યુવાનોને પોતાના પરિવાર અને સ્થાનિક ક્ષેત્ર સિવાયની દુનિયામાં ખૂબ ઓછી તક દેખાતી હોય છે. આવા યુવાનોને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે જ એસ ડી એલ્યુમિનિયમ પૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.

સંકલન : ભૂમિ મેહતા (બેંગ્લોર)

આપ સૌને જો આ સ્ટોરી વાંચી પ્રેરણા મળી હોય તો આગળ શેર કરજો !!

ટીપ્પણી