શરીરમાં 135 ફ્રેકર્ચર્સ હોવા છતાં આખું અમેરિકા ગજવે છે આ ગુજરાતી ટેણીયો, જાણો કોણ છે સ્પર્શ શાહ..

અમિરેકિના ન્યૂજર્સીમાં રહેતા 14 વર્ષીનો બાળક સ્પર્શ શાહને મન હોય તો માળવે જવાય તે વાક્યને સાર્થક કરી બતાવ્યું છે. સ્પર્શ જન્મથી ઓસ્ટિયોજેન્સિસ ઈમ્પરફેક્ટ નામની બીમારીથી પીડિત છે.

આ બીમારીને કારણે સ્પર્શ ચાલી નથી શકતો. તેના હાડકા પણ બહુ નાજૂક છે. સંગીત અને લેખનનો શોખિન સ્પર્શ 40 ફ્કેચરની સાથે જન્મયો હતો. તેણા શરીરમાં અત્યાર સુધીમાં 125 ફ્રેકચર છે. આજે અમે તમને સ્પર્શ શાહ વિશે જણાવીશું.

મૂળ સૂરતના અને અભ્યાસ પછી અમેરિકામાં સ્થાયી થયેલા હિરેન પ્રફુલ્લચંદ્ર શાહનો દીકરો સ્પર્શ શાહને આજે દુનિયામાં એક જિનિયસ કિડ લોકો તેણે ઓળખે છે. સ્પર્શએ અત્યાર સુધીમાં 10 ગીત કરતા પણ વધુ ગીતો લખ્યા છે અને ઘણા બધી ગીતોમાં જાતે સંગીત પણ આપ્યું છે.

સ્પર્શ છેલ્લા 8-9 વર્ષથી ભારતીય શાસ્ત્રીય સંગીત અને 3 વર્ષોથી અમેરિકન વોકલ સંગીતની તાલીમ લઈ રહ્યો છે. સ્પર્શ બહુ પ્રભાવશાશી છે. તે વિવિધ સમુદાયની ઈવેન્ટ, અને લોકલ રેડિયો સ્ટેશન, ટેલીવિઝન સિવાય શો હોસ્ટિંગ કરતો પણ જોવા મળે છે.

સ્પર્શના માતા પિતાને ખ્યાલ પણ ન હતો કે તેમણો આ ટેણીયો લાખો લોકોના દિલ જીતી લેશે. અન્ય એક્ટિવિટી સિવાય અભ્યાસમાં પણ તે એકદમ જિનિયસ છે.

માત્ર 14 વર્ષની ઉંમર અને 135 ફ્રેકચર્સ, તેમ છતાં લોકો માટે આજે સ્પર્શ શાહ પ્રેરણાનો શ્રોત છે. લોકો સ્પર્શને મોટીવેશનલ સ્પીકર તરીકે ઓળખે છે. મૂળ સુરતનો સ્પર્શ, જ્યારે સુરત આવ્યો ત્યારે લોકો તેણી સ્પીચ સાંભળીને જોત જ રહી ગયા હતા.

આ ટેણિયાએ અમેરિકામાં ગુજરાતીઓનું નામ રોશન કર્યુ છે. સંગીતને જીવન બનાવનારો આ બાળક સિંગર, સોંગ રાઇટર અને મોટિવેશનલ સ્પીકર બની આજે દુનિયાભરમાં છવાઇ ગયો છે. તે સિવાય તેયુ.એન. ગુગલ સહિતની જાણીતી અનેક સંસ્થાઓમાં તે ગેસ્ટ પણ બની ચૂક્યો છે.

સ્પર્શના જન્મ સમયે જ તેને શરીરમાં 35 ફ્રેકચર હોવાનું જણાવ્યું હતું, અને તે બ દિવસ કરતા વધુ નહીં જીવી શકે તેવું ડોક્ટરોએ કહ્યુ હતું, ત્યારે જાણે તેણા માતા-પિતાના પગેથી જમીન સરી ગઈ હતી. પરંતુ ભગવાનથી મોટું આ દુનિયામાં કોઈ નથી. સ્પર્શ જીવી ગયો પણ.

ડોક્ટરો તેણા માતા-પિતાને 6 મહિના સુધી અડવાની ના પાડી હતી. ફરીથી તેના માતા-પિતા તટી ગયા હતા. પણ તેઓ હિમંત રાખી. ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી. સ્પર્શને ઓસ્ટિયો જીનેસીસ એવી બ્રિટલ બોન્સ નામની બીમારી છે, જેને કારણે તેના હાડકા ખૂબ જ નાજુક છે.

સામાન્ય ઝાટકો લાગે તો પણ તેને શરીરમાં ફ્રેકચર્સ થઇ જાય છે. અત્યાર સુધીમાં તેને 135થી વધુ ફ્રેકચર્સ થઇ ચૂકયા છે. તેના પર 6 જેટલી ગંભીર સર્જરી કરવામાં આવી છે. વિવિધ સર્જરી દરમિયાન તેના શરીરમાં કુલ 22 સ્ક્રૂ અને 8 રોડ ફીટ કરાયા છે.

સ્પર્શ માત્ર વ્હીલચેરની મદદથી ચાલી શકે છે. તેણે સંગીત અને લેખનનો બહુ શોખ છે. તે સિવાય તે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે છે. તેમજ સ્પર્શના વીડિયોથી સલમાન ખાન પણ એટલો પ્રભાવિત થયો હતો કે તેણે પોતાનાફેસબુક પેજ પર સ્પર્શનો વીડિયો શેર કર્યો હતો અને લોકોને જોવા માટે અપીલ કરી હતી. તેમજ સ્પર્શ અમિરકન ગીતો પણ ગાય છે. તેણે હમણા તેણા મનગમતા સિંગર એમિનેમે વર્ષ 2010માં ગાયેલું ગીત રિમિક્સ કર્યુ છે.

સ્પર્શે જણાવ્યું હતું કે, ભારત એક મહાન દેશ છે. તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ખૂબ પ્રભાવિત છે. અભ્યાસ દરમિયાન રોલ મોડલને લખવામાં આવતા પત્રમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

જેમાં વિશ્વના અન્ય દેશોની માફક ભારતમાં પણ દિવ્યાંગો માટે તમામ સ્થળે જવું શકય બને તથા તે સ્થળનો ઉપયોગ કરવો શકય બને તે મુજબની સુવિધા વિકસાવવા અપીલ કરી છે.

લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ

મિત્રો, આ ગુજરાતી છોકરાની જીંદાદિલી તમને પસંદ આવી હોય તો કોમેન્ટ માં લખો “જય જય ગરવી ગુજરાત”

ટીપ્પણી