આ વ્યક્તિએ એક એવા ઘરનું નિર્માણ કર્યું છે જે હવા, પાણી, ખોરાક, અને ગેસ જેવી બધી જ પાયાની જરૂરિયાતો પૂરી કરે છે…

આપણે હંમેશા કેટલાક ખાસ દિવસો જેમ કે પર્યાવરણ દિવસ, જળ દિવસ, ઓઝોન દિવસ વિગેરે દીવસે પૃથ્વીના વાતાવરણને સુધારવાની અવનવી વાતો કરીએ છીએ જે માત્રને માત્ર વાતો જ રહી જાય છે. દિવસ પતે એટલે ફરી બધું તેમનું તેમ જ થઈ જાય છે. ક્યાંય કોઈ પરિવર્તન આવતું નથી. અને પૃથ્વીને થતું માનવસર્જિત નુકસાન અવિરત પણે ચાલતું રહે છે. પણ આપણી આસપાસ એવા ઘણા લોકો છે જે માત્ર વાત નથી કરતાં પણ કામ પણ કરી જાણે છે. તેવા લોકોને જોઈ આપણે પ્રેરણા લઈ શકીએ છીએ અને પ્રદૂષણ મુક્ત પૃથ્વી બનાવવા તરફ એક પગલું આગળ વધી શકીએ છીએ. આજે અમે તમને એક એવી વ્યક્તિ વિષે જણાવીશું જેમણે એક એવું મકાન બનાવ્યું જે હવા, પાણી, ભોજન અને ગેસની બધી જ જરૂરિયાતો પૂરી કરે છે.

ચેન્નઈના કિલપેક ન્યૂ 17 વાસુ સ્ટ્રીટમાં રહેતા 45 વર્ષીય ડી સુરેશે સફળ નોકરી કર્યા બાદ 2015માં નિવૃત્તિ લઈ લીધી. તમને જણાવી દઈએ કે સુરેશ આઈઆઈટી મદ્રાસ અને આઈઆઈટએમથી ગ્રેજ્યુએટ છે. તેમણે એમડી અને સીઈઓ સહિત અનેક પદ પર ટેક્સટાઇલ માર્કેટિંગમાં કામ પણ કર્યું છે. પણ હવે તેમને ઓળખતા લોકો સોલર સુરેશ કહીને જ બોલાવે છે.

સુરેશ ભાઈનું માનવું છે કે “સરકાર પાસેથી દરેક સમસ્યાનું નિરાકરણ મેળવવાની અપેક્ષા કરવા કરતાં યોગ્ય એ છે કે સમાધાન જાતે જ શોધી દેશ તેમજ સરકારની મદદ કરવી.”

સુરેશભાઈ રોજ લગભગ 10 કિલો જૈવિક કચરાનો ઉપયોગ કરી 20 કિલોગ્રામ ગેસ દર મહીને ઉત્પન્ન કરે છે જેના માટે એક ઘરેલૂ બાયો ગેસ પ્લાન્ટ લગાવી પોતાના બાહ્ય ગેસની જરૂરીયાતોને પૂરી કરવાનો નિર્ણય લીધો. તેમના પ્રયત્નોમાં તેમનું કુટુંબ તેમની મદદ તો કરે જ છે સાથે સાથે તેમને પ્રોત્સાહિત પણ કરે છે.

સુરેશે બાયોગેસનો સફળ ઉપયોગ કરતાં સાબિત કર્યું છે કે બાયો ગેસ પ્લાન્ટમાં જો કોઈ પ્રકારની ગંધ ઉત્પન્ન થતી હોય તો તેનું કારણ છે પ્લાન્ટમાં રાંધેલો અને કાચો ખોરાક, ખરાબ ખોરાક, શાકભાજીઓ ફળોના છોતરા વિગેરેના કારણે આવે છે. માટે તેને સારા તેમજ ગંધ રહિત ઉપયોગ માટે તેમાં સાઇટ્રસ ફળ જેમ કે લીંબુ, સંતરા, અને ડુંગળી, ઇંડાના છોતરા, હાડકાં અથવા સામાન્ય પાંદડાઓ પણ તેમા નાખવા જોઈએ.
સુરેશ વધુંમાં જણાવે છે “મારા માટે એ યાદ કરવું અઘરું છે કે, ક્યારે મારા મનમાં “સેલ્ફ સફિશિયન્ટ (સ્વ નિર્ભર ઘર)” બનાવવાનો વિચાર આવ્યો. પણ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી મારા આ વિચારને પાંખો ત્યારે મળી જ્યારે હું 20 વર્ષ પહેલાં જર્મનીના પ્રવાસ પર ગયો હતો. જ્યારે મેં જર્મનીની છતો પર લાગેલી સૌર ઉર્જાની પેનલો વિગેરે જોયું, ત્યારે મેં વિચાર્યું કે જર્મની તો એક ખુબ જ ઓછા તડકાવાળો દેશ છે. અને જો ત્યાં સૌર ઉર્જાની પેનલો લાગી શકે છે, તો ભારતમાં કેમ નહીં, અહીં તો સૌર ઉર્જાની ખોટ જ નથી.”

સુરેશના આ વિચારે તેમને આગળ વધવા અને વિજળી ઉત્પન્ન કરવા માટે ધાબા પર એક સૌર ઉર્જા પેનલ લગાવવા માટે પ્રેર્યા. જો કે તેમના માટે સૌથી મોટો પડકાર એ હતો, કે ધાબા પર સોલરપેનલ લગાવનાર યોગ્ય સેલરની શોધ કરવી અને સૌર ઉર્જા ઇન્વર્ટરની વ્યવસ્થા કરવી. તે કહે છે કે “ટાટા બીપી સોલર, સૂ કેમ અને બીજા કેટલાએ મોટા નામે તેમના કામમાં કોઈ જ રસ નહોતો દાખવ્યો. પછી તેમણે પોતે જ પોતાના ઘર માટે સૌર ઉર્જા સંયંત્ર ડિઝાઈન કરવા અને બનાવવા માટે એક આખું વર્ષ ખુબ મહેનત કરી.”

અને જાન્યુઆરી 2012 સુધીમાં સુરેશે પોતાના 1 કિલોવોટ મટે 80 વર્ગફૂટ કે જેના માટે ધાબુ સૌથી યોગ્ય જગ્યા છે ત્યાં સોલર પેનલ નાખવાની શરૂઆત કરી. પછી તો કેટલાએ નિષ્ણાતો અને તમિલનાડુ ઉર્જા વિકાસ પ્રાધિકરણના ચેયરમેન જેવા વરિષ્ટ સરકારી અધિકારી સુરેશના આ સંયંત્રને કામ કરતું જોવા તેમના ઘરે આવવા લાગ્યા.

પોતાની સફળતાથી ઉત્સાહથી છલકાતા સુરેશે એપ્રિલ 2015 સુધીમાં પોતાની સૌર ઉર્જાને 3 કીલોવોટ સુધી વધારી દીધી અને હવે તે ઉર્જાથી 11 પંખ, 25 લાઇટો, એક ફ્રિઝ, બે કંપ્યુટર, એક વોટર પંપ, બે ટીવી, એક મિક્સર-ગ્રાઇન્ડર, એક વોશિંગ મશીન અને એક ઇન્વર્ટર એસી ચલાવી શકાય છે. છેવટે સુરેશની મહેનત ફળીભુત થઈ તેમનું સપનું સાકાર થયું જે કામ કરવામાં પહેલા ખુબ લાંબો સમય જતો, હવે તે જ કામમાં માત્ર એક જ દિવસનો સમય લાગે છે.

સુરેશ જણાવે છે કે “એક એવા શહેરમાં રહ્યા બાદ કે જે વીજળીની સમસ્યા માટે બદનામ છે ત્યાં છેલ્લા 4 વર્ષમાં હું મારે ત્યાં એક મિનિટ પણ વિજળી વગર નથી રહ્યો. હું રોજ 12થી 16 યુનિટનું ઉત્પાદન કરી વિજળીનો ખર્ચો બચાવું છું. આ સંયંત્ર ટકાઉ છે, તેનો ઉપયોગ કરી શકાય તેમ છે અને તે વ્યવહારિક પણ છે. જે હાલ બેટરીના બદલવા ઉપરાંત 6 ટકા કર-મુક્ત નફો પણ આપે છે.”

આપણે જાણીએ છીએ કે બાયેગેસ એક ખુબ જ સુરિક્ષત ગેસ છે, જેનાથી વિષ્ફોટ કે ગેસ લીક થવા જેવું જોખમ નથી થતું. સાથે સાથે તે પ્રદૂષણ પણ ફેલાવતો નથી અને ખનીજ ઇંધણ પરની નિર્ભરતા પણ ઓછી કરી દેશનો પૈસો બચાવવામાં પણ લાભપ્રદ છે. આ સંયંત્રથી બે ઉપયોગી સંશાધન ઉત્પન્ન થાય છે. પ્રથમ રાંધણ ગેસ અને બીજું જૈવિક ખાતર.
સુરેશે પોતાની આસપાસમાં કેટલાક એવા શાકભાજીવાળા શોધી કાઢ્યા છે, જેમને પોતાના કચરાના નિકાલ માટે પૈસા ખર્ચવા પડતા હતા, પણ હવે તેમ નથી કારણ કે હવે તે તેમનો કચરો સુરેશના બાયેગેસ પ્લાન્ટમાં નાખી દે છે.

એટલું જ નહીં સુરેશે 20 વર્ષ પહેલાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવી હતી.

સુરેશ ભાઈની શોધોનો અહીં જ અંત નથી આવતો. તેમણે મોટા વાંસના ઝાડોની ડાળીઓ તેમજ વેલોથી પોતાના ઘરને ઘેરીને એક જંગલ જેવું સ્વરૂપ આપ્યું છે. તેમનું ધાબુ એવું છે, જેને જોતાં એવું લાગે કે આપણે કોઈ જંગલમાં ઉભા છીએ જે શહેરથી ક્યાંય દૂર આવેલું છે. ધાબા પર આવ્યા બાદ આસપાસની ગગનચુંબી ઇમારતો અને ટ્રાફિક દેખાતા જ નથી જો કંઈ દેખાય છે તો માત્ર ગ્રીનરી.

સુરેશનું આ નાનકડું જંગલ ખુબ જ વખાણવા યોગ્ય અને અદભુત છે. તેમના બગીચાની શરૂઆત ભીન્ડા અને ટામેટાની ખેતી સાથે થઈ હતી, પણ આજના દિવસમાં તે એક ખુબ મોટો બગિચો બની ગયો છે. હવે સુરેશ તેમાં જૈવિક રીતે 15થી 20 પ્રકારના શાક ઉગાડે છે. ઘરમાં થતી મોટા ભાગની રસોઈની જરૂરિયાતો તેમના આ કિચન ગાર્ડનથી જ પૂરી થઈ જાય છે.

સુરેશ પોતાના આ સફળ અને ક્રાંતિકારી પ્રયત્નને શિક્ષણ અને પ્રોત્સાહન દ્વારા વધારે માં વધારે લોકો, સ્થાનો અને સંસ્થાઓ સુધી પહોંચાડવા માટે પ્રયત્નશિલ છે.

અત્યાર સુધીમાં સુરેશે બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નઈમાં ત્રણ ઓફિસો, ચાર શાળાઓ અને સાત ઘરમાં સૌર ઉર્જા સયંત્ર લગાવ્યા છે સાથે સાથે હૈદરાબાદની છ સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ ચેન્નઈમાં છ સંસ્થાઓમાં કિચન ગાર્ડન તૈયાર કરી આપ્યા છે. અને લોકોએ પણ તેમને આગળ આવીને તેમના આ પ્રયાસોને વધાવી લીધા છે. ખરેખર સુરેશ જે કરી રહ્યા છે તેમાંથી જો પ્રેરણા લેવામાં આ તો આપણે ઘણા અંશે સ્વનિર્ભર બની શકીએ છીએ.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી માહિતીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી