સત્ય ઘટના – એક કરોડનું પેકેજ છોડી, પોતાનું IAS બનવાનું સ્વપ્ન પુર્ણ કરવા તે ફરી લાગી પડ્યો…..

આ વાત છે “ઇમાદી પૃધ્વી તેજ” નામના આ છોકરાની કે જેણે 2011માં વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક એવી IIT-JEE એક્ઝામમાં પ્રથમ રેંક મેળવ્યો હતો. પ્રથમ રેન્ક મેળવ્યા બાદ એક પ્રખ્યાત ન્યૂઝ ચેનલ દ્વારા જ્યારે તેનો ઇન્ટર્વ્યૂ લેવામાં આવ્યો ત્યારે તે એક ખુબ જ નમ્ર અને સાલસ વ્યક્તિ જણાયો.

જ્યારે તેને તેની ભાવિ યોજના વિષે પુછવામાં આવ્યું ત્યારે તેણે જરા પણ મોડું કર્યા વગર જણાવ્યું હતું કે તે સિવિલ એક્ઝામીનેશન ક્રેક કરશે અને એક IAS અધિકારી બનીને દેશની સેવા કરશે.

જ્યારે તેના મોઢામાંથી આ શબ્દો સાંભળવા મળ્યા ત્યારે તેને સાંભળનાર દરેક વ્યક્તિ તેના આ વિચારથી ચકિત થઈ ગઈ અને તેને થોડા ઘણા અંશે પાગલ પણ માનવા લાગ્યા અને તેના આ નિર્ણયની મજાક ઉડાવવા લાગ્યા. તેના આ વિચાર પર તેની આ પ્રમાણે મજાક ઉડાવામાં આવતી “અરે આઇન્સન્ટાઇન નીકળ્યો આઈએએસ બનવા !”

ચાર વર્ષ બાદ (2015)

આશ્ચર્યમ્ !

ફરી ઇમાદી પૃધ્વીનું નામ સમાચાર પત્રોમાં ચમકવા લાગ્યું. તે IIT બોમ્બેનો પ્રથમ એવો વિદ્યાર્થી બન્યો જેને સેમસંગ (સાઉથ કોરિયા) દ્વારા 1 કરોડના પેકેજ પર હાયર કરવામાં આવ્યો.

આ સમાચાર બાદ ઘણા બધા લોકોને આનંદ થયો કે તે છોકરો ક્યાંનો ક્યાં પહોંચી ગયો પણ સાથે સાથે લોકો એ નહોતા ભુલ્યા કે તેણે પોતાના એક જૂના ઇન્ટર્વ્યુમાં સીવીલ એક્ઝામ ક્રેક કરીને આઈએએસ બનવાનો નિર્ધાર કર્યો હતો.

એક કરોડના પેકેજવાળી નોકરી મળતાં તેણે પોતાનું આઈએએસ બનવાનું સ્વપ્ન છોડી દીધું ! એમાં કંઈ આશ્ચર્ય થાય એમ નથી કારણ કે આઈએએસ બનવા માટે વળી કોઈ પોતાની એક કરોડની નોકરી શા માટે છોડે ?

એપ્રિલ 28, 2018

ફરી સમાચાર આવ્યા…

 

“2011ના IIT ફર્સ્ટ રેન્કરે સીવીલ એક્ઝામીનેશનમાં મેળવ્યો 24મો રેન્ક.” ખરેખર ! આ વખતે તો આ સમાચાર સાંભળીને પૃધ્વી વિષે જાણતા લોકોના તો જાણે રુંવાડા જ ઉભા થઈ ગયા.

આ છોકરો ખરેખર પાગલ છે. તેના આત્મવિશ્વાસને તો દાદ આપવી પડે. તેને પૈસાની લાલચ જરા પણ નહોતી. તેણે પોતાની અત્યંત આકર્ષક જોબ છોડી દીદી હતી અને પોતાનું આઈએએસ બનવાનું સ્વપ્ન પુર્ણ કરવા તે ફરી લાગી પડ્યો હતો. અને છેવટે તેણે જેનો નિર્ધાર કર્યો હતો તે પામીને જ રહ્યો.

એવું કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી કે પૃધ્વી તેજ અને ‘આત્મવિશ્વાસ’ શબ્દ એકબીજાના પર્યાય છે.આ વ્યક્તિને પોતાના આત્મવિશ્વાસ, પોતાના નિર્ધાર, પોતાના લક્ષ પ્રત્યેની લગન માટે જેટલા સલામ કરીએ તેટલા ઓછા છે.

મિત્રો, જો આપ સૌને આ રીયલ સ્ટોરી પસંદ આવી હોય તો કોમેન્ટ માં A1 લખી અમારો ઉત્સાહ વધારજો !!!

લેખન – સંકલન : જેંતીલાલ

ટીપ્પણી