આ કાશ્મીરી છોકરીએ સરકારી નોકરી છોડી ફૂલોની દુકાનથી કરી શરૂઆત, આજે કરે છે કરોડોનો વ્યાપાર !!!

નુસરત જહાં આરા કાશ્મીરના પુલવામા જીલ્લાના દાદુરા ગામની છે. તેણે કોમ્પ્યુટરમાં ગ્રેજુએશન કરેલ છે. તે ખુબ સારી સરકારી નોકરી કરતી હોય છે પણ તેનું મન નોકરીમાં લાગતું નથી. નુસરત નોકરી પર તો જતી હતી પણ તેના મનમાં કઇક બીજુજ ચાલતું હતું, એને વારંવાર એવું લાગતું હતું કે એ જે કરી રહી છે એ એના માટે નથી. અચાનક એક દિવસ તે પોતાની નોકરી છોડી દે છે અને પોતાના સપના પુરા કરવા તરફ પગલા માંડે છે. તેના માતા-પિતાએ સપનામાં પણ નોહ્તું વિચાર્યું કે નુસરત સરકારી નોકરી છોડી દેશે અને પોતાનો વ્યવસાય શરૂ કરશે.

નુસરત જાણતી હતી કે સરકારી નોકરી છોડવાના કારણે બધા લોકો તેને ખરુંખોટું સંભળાવાના છે એટલે એના માટે તે પેહલાથીજ તૈયાર હતી. તેના પરિવારના સભ્યોએ તેને પોતાની પેન્શન અને સુરક્ષિત ભવિષ્ય વાળી સરકારી નોકરી પર પરત ફરવા માટે ખુબ સમજાવી પણ નુસરત પોતાના નિર્ણયમાં અડગ હતી. નુસરત પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે ઘણું ફરી અને આખરે તેણે ફૂલોની દુકાન ખોલવાનો નિર્ણય લીધો.

તે કાશ્મીરમાં જ્યાં રેહતી હતી તે ઘાટી ફૂલો માટે ખુબ પ્રખ્યાત હતી પણ ત્યાં એકપણ તાજા ફૂલોની દુકાન હતી નહી. નુસરતે પોતાને શું કરવું છે તે વિચારી લીધું હતું પણ તે વિચારને અમલમાં લાવવા માટે એક જ મુશ્કેલી હતી પૈસા. તેને કોઈ ઇન્વેસ્ટર મળતા નોહતા કે જે એના બિઝનેસમાં પૈસા રોકે અને સરકારને પણ આવા કોઈ પ્રોજેક્ટમાં રૂચી નોહતી. ત્યારે નુસરતે પોતાની બધી બચત ભેગી કરીને પોતાના ઘરના જ બગીચામાં ફૂલોની ખેતી કરવાની શરૂઆત કરી.નુસરત પોતાના બિઝનેસ માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવા તૈયાર હતી. થોડાજ સમયમાં તેની મેહનત લેખે લાગી અને તેનો વ્યવસાય વધતો જ ગયો.તેના ક્ષેત્રની એ પેહલી બિઝનેસવુમન બની.

નુસરતે જોયું કે તે જે વિસ્તારમાં રહે છે ત્યાં એવી ઘણીબધી જડી-બુટ્ટી અને છોડ છે જેનો ઉપયોગ સોંદર્ય પ્રસાધન બનવા માટે કરી શકાય એમ છે. બીજા કોઈનું ધ્યાન એ બાબત પર ગયું નોહ્તું. આ બધી વસ્તુઓને જોતા નુસરતે પોતાની બ્રાંડ લોન્ચ કરવાનું વિચાર્યું અને “કાશ્મીરી એસેંસ” નામથી નવો બિઝનેસ શરૂ કર્યો.

આ બ્રાંડ માં તેઓ કાશ્મીરના પ્રાકૃતિક ઉત્પાદનો જેવા કે કેસર, સફરજન, બદામ, ચેરી, અખરોટ, ઓલીવ, જરદારું, અને આ સિવાય સુગંધિત તેલ, ખાવા પીવાની ઓર્ગેનિક વસ્તુઓ, અને સોંદર્ય પ્રસાધનની વસ્તુઓ સામેલ છે.

૨૦૧૩ સુધી નુસરત ઉત્પાદનકર્તાને કાચો માલ પૂરો પાડતી હોય છે. ત્યારબાદ તે પોતેજ ઉત્પાદન કરવાનું વિચારે છે. નુસરત પોતાની ટીમ અને સાયન્ટિસ્ટ સાથે મળીને પોતાના ક્ષેત્રમાં જે જડીબુટ્ટી, ફૂલ અને સુગંધિત તેલ ની મદદથી પોતાનું ઉત્પાદન શરૂ કરે છે. તેઓની પ્રોડક્ટ સંપૂર્ણપણે પ્રાકૃતિક હોય છે અને તે પોતાની પ્રોડક્ટને પુરા વિશ્વમાં પોહ્ચાડવા માંગે છે.

“કાશ્મીરી એસેંસ” કંપની બોડીલોશન, જામ, સાબુ અને આયુર્વેદિક ચા પણ બનાવતી હોય છે અને તે બનવા માટેનો કાચો માલ આસપાસના ખેડૂતો પાસેથી ખરીદતી હોય છે.

બધાજ ફળ, ફૂલ, છોડ, જડીબુટ્ટી, અને સુગંધિત તેલ નો ઉપયોગ પ્રાકૃતિક અને વનસ્પતિ વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો હતો. તે બ્રાન્ડની કોઈપણ પ્રોડક્ટમાં લગભગ ૯૦% ભાગ વનસ્પતિ પદાર્થનો હોય છે. તેઓ પોતાની કોઈ પણ પ્રોડક્ટમાં કોઈપણ પ્રકારના કેમિકલ, પેટ્રોલીયમ પદાર્થ અને બ્લીચીન્ગનો ઉપયોગ નથી કરતા. કાશ્મીર જેટલું તેની સુંદરતાને લીધે પ્રખ્યાત છે એટલું જ પ્રખ્યાત નુસરતની પ્રોડક્ટને કારણે પણ છે.

નુસરતે સાબિત કરી બતાવ્યું છે કે સફળતા મેળવવા માટે કોઈ ઉમર કે સરકારી નોકરીની જરૂરત નથી. જો તમે દ્રઢ નિર્ણય સાથે પોતાના કોઈપણ કામને ઈમાનદારીથી કરશો તો સફળતા હમેશા તમને મળશે જ.

લેખન-સંકલન : અશ્વની ઠક્કર

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી