પોતાનું સર્વસ્વ છોડી, ભારત માં આવી ને આ છોકરી કરે છે અનોખું કામ ! – Hats Off !!!!!

મિત્રો આજે મારે તમે એક સવાલ પૂછવો છે એનો જવાબ તમે મનમાં રાખજો અને પછી આગળ વાંચજો. મને તમે એ જણાવો કે જો તમારો પગાર ૧,૦૦,૦૦૦ (દર મહીને) હોય તો તમે એ પગાર છોડીને ૭૦૦૦ કિમી દુર હંમેશને માટે મફત સેવા કરવા જાવ??

હવે મોટાભાગના લોકોના મનમાં જવાબ ના જ હશે એની મને ખાતરી છે. અમુક ભલે કમેન્ટમાં જણાવે કે ના હું તો સેવા કરવામાં માનું છુ મારા મનમાં પૈસાનું એવું કઈ નથી તો પણ ક્યાંકને ક્યાંક તો એમને એકવાર તો પૈસાનો વિચાર આવ્યો જ હશે.

તો આજે હવે હું જે વ્યક્તિની વાત તમને કરવાની છુ એ વ્યક્તિ પોતાનો દેશ, માતા-પિતા, ઘર, નોકરી બધું છોડીને આપણા દેશ ભારતમાં સેવા કરવા આવી છે. હા મિત્રો તમારા માન્યામાં નહિ આવે પણ આજે પણ આવી વ્યક્તિઓ દુનિયામાં જોવા મળે છે. આજે અમે તમને જણાવી રહ્યા છે એ વ્યક્તિનું (સ્ત્રી) નામ છે જુલેહા.

જુલેહા તુર્કીની રેહવાસી છે. એ આપણા દેશમાં રાજસ્થાનના કોટા શહેરમાં રેહતા માનસિક રીતે હારેલા અને નિરાશ થયેલા બાળકોને ભણવા અને જીવન જીવતા શીખવાડવા આવી છે.

તુર્કીમાં તે પોતે મહીને ૧ લાખ પગાર વાળી નોકરી ધરાવતી હતી. તેના પિતા બહુ મોટા બિલ્ડર છે. તેનો ભાઈ કેનેડામાં પ્રખ્યાત એન્જીનીયર છે. તે પોતાનું આટલું બધું સુખી અને સંપન્ન જીવન છોડીને આપણા દેશમાં સેવા કરવા આવેલ છે.

જુલેહા તુર્કીમાં રેહતી હતી ત્યારે પોતાની નોકરીની સાથે સાથે તે ત્યાં પણ આવા લોકો અને બાળકોની સેવા કરતી હતી. તે સમય દરમિયાન ફેસબુક પર તેની મુલાકાત સર્વેશ હાડા સાથે થાય છે. જીલેહાની સર્વેશ સાથે મુલાકાત ફેસબુક પર ભારતની સંસ્કૃતિ, કળા, અને કલાકારોની શોધ કરતી હતી ત્યારે થઇ હતી.

સર્વેશ કોટા રાજસ્થાનમાં વિકલાંગ બાળકો માટે સેવા આપતો હતો. બંને ભલે અલગ અલગ જગ્યાએ વસતા હતા પણ એકજ ફિલ્ડમાં હોવાથી તેઓ બંને નિયમિત આના વિષે ચર્ચા કરતા હતા. ફેસબુક પર વાતો કરતા કરતા તેઓ ખુબ નજીક આવી ગયા હોય છે.

રાજસ્થાનના બાળકોની પરિસ્થિતિ વિષે સર્વેશ પાસેથી જાણીને જુલેહાનું મન પીગળી જાય છે અને તે પોતાનું બધુજ છોડીને વર્ષ ૨૦૧૫માં તુર્કીથી કોટા આવી જાય છે. તે સર્વેશ સાથે મળીને માનસિક રીતે નબળા, હતાશ થયેલા અને જીવનથી થાકી ગયેલા બાળકોની સેવા કરવા લાગે છે.

બાળકોની સેવા કરતા કરતા તેઓ એકબીજાને ખુબ પસંદ કરવા લાગે છે અને તેઓ થોડા સમય પછી લગ્નગ્રંથિથી જોડાય છે. આજે જુલેહા અને સર્વેશ મળીને કોટમાં જે સેન્ટર ચલાવે છે તેમાં ૮૦૦ થી પણ વધુ માનસિક રીતે નબળા બાળકોને તેઓ ભણાવી રહ્યા છે અને તેમના જીવનમાં ખુશીઓ ના પુલ બાંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

જુલેહા આ બાળકોની સેવા કરવાના કોઈ પૈસા લેતી નથી અને પૂરી શ્રધ્ધાથી સેવા કરે છે.

જુલેહા કોટા વિષે વાત કરતા જણાવે છે કે કોટા એક ખુબ સુંદર શહેર છે. અહી આવીને મને સારું લાગે છે. તે પોતાના સેન્ટરમાં રહેલા બાળકોને પોતાના જીવ સમાન માને છે અને તે સંપૂર્ણ જીવન તેમની સેવામાં વીતવા માંગે છે. જુલેહા માટે પૈસા મહત્વના નથી તેના માટે બાળકો સારી રીતે જીવન જીવે એ જ મહત્વનું છે.

મિત્રો આજના જમાના વિશ્વાસમાં ના આવે એવી કહાની છે આ બેનની. મને તો લખીને ખુબ આનંદ થયો કે મને આવી વ્યક્તિ વિષે જાણવા મળ્યું જે પોતાના માતા-પિતા, પોતાની ૧ લાખ રૂપિયાની જોબ, અને ખાસ તો પોતાનો દેશ છોડીને આટલે બધે દુર આવી અને એ પણ સેવા કરવા.

ખુબ સરસ. હજી પણ લોકોમાં માનવતા છે. મિત્રો આપણે પણ કોઈની મદદ કરવી હોય તો જરૂરી નથી કે જુલેહાની જેમ આટલા બધા બાળકોને સાચવવા તમે ફક્ત કોઈ ગરીબ પણ હોશિયાર બાળકની એક વર્ષની ફી પણ જો ભરી શકો તો તે પણ એક જાતની સેવા જ છે.

આવી સેવા કરવા માટે તમારે ક્યાય જવાની જરૂરત નથી હોતી. તમને તમારા ગામ, શહેરમાં કેટલાય એવા બાળકો મળી જશે જે પૈસાની તંગીને કારણે ભણી નથી શક્તા. તમે જો એક ડગલું આગળ વધારશો તો મને ખાતરી છે કે આપણા દેશમાં એવા ઘણા લોકો છે જે તમારી જેમ આગળ આવશે.

મિત્રો તમે પણ જો કોઈની મદદ કરી હોય તો કોમેન્ટમાં અમને જણાવો. કદાચ તમારી સ્ટોરી વાંચીને કોઈને પ્રેરણા મળે કોઈની મદદ કરવાની. આવીરીતે એકબીજાની મદદ કરીને જ આપણો દેશ આગળ આવશે. જયારે બીજા દેશના લોકો આપડા દેશમાં મદદ કરવા આવી શકે તો આપણે કેમ નહિ…

આભાર….

લેખન – સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક માહિતી માટે લાઇક કરો અમારું પેજ.