ભારતની પ્રથમ મીસ યુનિવર્સની આ હોટ તસવીરો જોઇને છૂટી જશે ધ્રુજારી

ભારતની પ્રથમ મીસ યુનિવર્સ કન્ટેસ્ટન્ટ જેણે સ્વીમસૂટ પર બીંદી અને ગજરો પહેરીને આકર્ષણ ઉભું કર્યું હતું.

image source

આપણે બધા મીસ યુનિવર્સ સ્પર્ધાથી પરિચિત છીએ તેમાં કોઈ જ શંકા નથી. આ એક પ્રકારની વાર્ષિક સૌંદર્ય સ્પર્ધા છે જે અમેરિકા સ્થિત મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજીત કરવાં આવે છે. આ સ્પર્ધાને 50 કરોડ કરતાં પણ વધારે લોકો જુએ છે અને તેમાં 190 કરતાં પણ વધારે દેશોની સુંદરીઓ ભાગ લે છે.

image source

હવે તમને પણ ભારતની કેટલીક મીસ યુનિવર્સના નામ યાદ આવી ગયા હશે. પણ શું તમને એ ખબર છે કે પ્રથમ મીસ યુનિવર્સ સ્પર્ધા ક્યારે આયોજીત કરવામાં આવી હતી ? તે આજથી લગભગ 67 વર્ષ પહેલાં 1952માં આયોજીત કરવામાં આવી હતી. 1952ની પ્રથમ મીસ યુનિવર્સ સ્પર્ધામાં અરમી હેલેના કુસેલાએ તાજ જીત્યો હતો. પણ તે વર્ષે ભારતીય સુંદરીએ સ્પર્ધામાં કંઈ ઓછો જાદૂ નહોત વીખેર્યો !

તેણીનું નામ હતું ઇન્દ્રાણી રહેમાન, ભારતની પ્રથમ મીસ યુનિવર્સ કન્ટેસ્ટન્ટ, જેણીએ આવનારા વર્ષો માટે ભારત માટે કંઈ કેટલાએ માનાંકો સ્થાપીત કર્યા હતા.

ચાલો જાણીએ કોણ હતી ઇન્દ્રાણી રહેમાન ?

image source

તેણી પ્રથમ સ્ત્રી હતી જેણીએ 1952માં આયોજીત મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રથમવાર આંતરરાષ્ટ્રિય મંચ પર પ્રતીનીધીત્વ કર્યું હતું. તેણી મૂળે ચેન્નઈના હતા. તેણીનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ ઘણું રસપ્રદ હતું, તેણીની માતા, ઇસ્થર લુએલા શર્મન (કે જેણી રાગીની તરીકે જાણીતા હતા) એક અમેરિકન હતી, તેના પિતા રામલાલ બલરામ બાજપાઈ એકભારતીય હતા. આ મિશ્ર લોહીના માતાપિતાના કારણે તેણી એક સ્વસંત્ર રીતે ઉછરેલી ભારતીય મહિલા હતી.

image source

15 વર્ષની નાની ઉંમરે ઇન્દ્રાણી હબીબ રેહમાન સાથે ભાગી ગઈ હતી, તે એક ત્રીસ વર્ષનો યુવાન હતો અને વિશ્વનો જાણીતો આર્કીટેક્ટ હતો. તેણી સમાજને જરા પણ બંધાયેલી નહોતી તેણીને સમાજના કોઈ જ નિયમો નહોતા નડતા. આ કપલની તસ્વીરો જોવામાં આવે તો આ બન્ને એક પર્ફેક્ટ કપલ હતા.

એક ક્લાસીકલ ડાન્સર

image source

ઇન્દ્રાણી એક ક્લાસીકલ ડાન્સર હતા અને કોઈ સામાન્ય ક્લાસીકલ ડાન્સર નહીં પણ એક અવલ દરજાના ડાન્સર હતા. તેણી ચાર વિવિધ પ્રકારના ઇન્ડિયન ક્લાસીક નૃત્યમાં ટ્રેઇન થયેલા હતા – ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી અને ઓડીસી. તેમણે માત્ર 5 વર્ષની ઉંમરમાં જ પોતાની માતા સાથે નૃત્ય શીખવાની શરૂઆત કરી હતી.

1940માં તેમણે ભરત નાટ્મ શીખવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ કોરાડા નરસીંમ્હા રાઓ દ્વારા તેઓ કુચીપુડી શીખ્યા હતા અને ત્યાર બાદ તેણીએ વિશ્વ પ્રવાસની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ઇન્દ્રાણીએ ક્યારેય પાછુ વાળીને નહોતું જોયું. 1947માં ભારતના લીડીંગ આર્ટ અને ડાન્સ ક્રીટીક ડો. ચાર્લ્સ ફાબરીનું તેણી પર ધ્યાન ગયું હતું અને તેમણે તેણીને ઓડીસી શીખવાનું સૂચન કર્યું હતું.

image source

અને તેમણે ઓડીસી નૃત્ય પણ શીખી લીધું. ત્રણ વર્ષ ઓડીસીની ટ્રેનીંગ લીધા બાદ તેણી એક પ્રોફેશનલ ઓડીસી નૃત્યાંગના બની ગયા હતા અને તેના કારણે તેમણે વિશ્વમાં ઘણું ફરવાનું થતું. તેણીની ક્લાસીકલ નૃત્યની એક ક્લીપ તેમના દીકરાએ ઓનલાઈન પોસ્ટ કરી હતી જે તમે જોઈ શકો છો.

સૌંદર્ય સ્પર્ધામાં પ્રવેશ

image source

22 વર્ષની વયે એક બાળખની માતા બન્યા બાદ 1952માં તેણીએ મિસ યુનિવર્સ સ્પર્ધામાં કેલિફોર્નિયાના લોંગ બીચ પર રેમ્પ વોક કરી હતી. તે જ વર્ષે તેણીને પ્રથમ મિસ ઇન્ડિયા જાહેર કરવામાં આવી હતી. તેણીનું અદ્ભુત વ્યક્તિત્ત્વ, સૌંદર્ય અને ભારતીયતાએ વિદેશમાં ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

30 સ્પર્ધકોએ વિવિધ આઉટફીટમાં રેમ્પ વોક કરી હતી, જેમાં દરેક સુંદરીએ પોતાના દેશનું પ્રતિનિધીત્વ કર્યું હતું, તે જમાનામાં પણ તેણી જરા પણ સંકુચીત કે કન્ઝર્વેટીવ નહોતી પણ તેણીએ પોતાની જાતની મહાત્વાકાંક્ષી ઇમેજ ઉભી કરી હતી.

image source

સ્પર્ધાના સ્વીમ સૂટ રાઉન્ડમાં તેણીએ સ્વીમ સૂટ પર ગજરો તેમજ મોટી બીંદી લગાવીને પોતાની એક અલગ જ છાપ છોડી હતી. જો કે તેણી સ્પર્ધા જીતી તો નહોતી શક્યા પણ તેણીએ ભારતની એક અલગ છાપ વિશ્વ સ્તરે છોડી હતી.

મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લીધા બાદ તેણી પોતાની માતા સાથે પોતાના નૃત્ય કૌશલ્યને પ્રદર્શીત કરવા વિશ્વ પ્રવાસે નીકળી ગયા હતા. 1961માં તેણી એવી પ્રથમ નૃત્યાંગના હતી જેણીએ એશિયા સોસાયટી ટુઅરમાં ભાગ લીધો હતો.

image source

ભારતના પ્રથમ વડા પ્રધાન જ્યારે વોશીંગ્ટન ડીસીની મુલાકાતે ગયા હતા ત્યારે ઇન્દ્રાણીએ નહેરુજી તેમજ અમેરિકન પ્રેસીડેન્ટ જોહ્ન એફ કેનેડી સમક્ષ પોતાનું નૃત્ય પ્રદર્શીત કર્યું હતું. આ તસ્વીરમાં તમે તેણીને નેહરુજી તેમજ જે. એફ કેનેડી સાથે જોઈ શકો છો.

આ ઉપરાંત તણીએ ઇંગ્લેન્ડની રાણી એલીઝાબેથ 2, માઓ ઝેડોન્ગ, ફીડેલ કાસ્ટ્રો જેવી વિશ્વની ખ્યાતનામ હસ્તીઓ સમક્ષ પણ પર્ફોમન્સ આપ્યું છે. તેણીને ભારતીય સરકાર તરફથી વિવિધ પુરષ્કારોથી સમ્માનીત કરવામાં આવ્યા છે. જેમાં 1969નો પદ્મ શ્રી પુરષ્કાર પણ સમાવિષ્ટ છે.

image source

ઇન્દ્રાણી ન્યુયોર્કમાં સ્થાયી થયેલ, તેણીએ દેશ વિદેશની ઘણી બધી યુનિવર્સીટીઓમાં એક શીક્ષક તરીકે ભારતીય નૃત્ય કળાને ઓળખ આપી છે. ન્યુયોર્કની અત્યંત નામાંકીત જુલિયાર્ડ સ્કૂલમાં તેણી તેના બોર્ડની એક ફેકલ્ટી મેમ્બર રહી ચૂકી છે જે એક અત્યંત ગર્વની બાબત છે. તેણીએ હાવર્ડ યુનિવર્સિટીમાં પણ નૃત્ય શીખવ્યું છે. 1999માં ન્યુયોર્કના મેનહેટન ખાતે તેણીનું મૃત્યુ થયું હતું અને ત્યાં સુધી તેણીએ ક્લાસીકલ ડાન્સ જગતમાં પોતાનું મહ્ત્વનું યોગદાન આપતા રહ્યા હતા.

image source

ઇન્દ્રાણી ઇતિહાસનું એવું નામ છે જે વિષે ચોક્કસ જાણવું જોઈએ. આપણે માત્ર તેમને તેમની જર્ની માટે જ નહીં પણ તેમણે આવનારી પેઢીના નૃત્યકારો તેમજ સુંદરીઓ માટે જે દરવાજાઓ ખોલ્યા છે તેના માટે પણ તેમનો આભાર માનવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ