સતત ૨૮ વર્ષથી આ બુજુર્ગ ત્રણ વખતનું ભોજન હોસ્પીટલમાં પહોંચાડી રહ્યાં છે.. Inspiration !!!

મિત્રો અત્યારનાં સમયમાં જ્યાં આપણે નાની વાતોમાં અટવાઈને રહી જઈએ છીએ, ત્યાં બીજી બાજુ એક વ્યક્તિ એવી પણ છે જે નિસ્વાર્થે કેટલાય વર્ષોથી એક પણ દિવસ રજા પાડ્યા વગર જરૂરીયાત લોકોને ખાવાનું પીરસી રહ્યાં છે. કોઈ લાલચ કે કોઈ ઈચ્છા વિના તેઓ સતત આ કામ કરી રહ્યા છે. તેમની આ દરિયા દિલી જોઇને તમને પણ ખરેખર એવું જ લાગશે કે ક્યાં આપણે ઓફિસથી ઘર અને ઘરેથી ઓફિસ વચ્ચેની લાઈફમાં ખોવાઈ ગયા છીએ. આ એક વ્યક્તિ છે જેમણે અન્યની તકલીફ વિશે વિચારીને રોજ ભૂલ્યા વિના ત્રણ વખતનું ભોજન લઈને જગ્યાએ પહોંચી જતા હોય છે. તેમનાથી ઘણા બધા લોકો પ્રેરિત પણ થયા છે. તો આવો જાણીએ આ બુજુર્ગ વ્યક્તિ વિશે જે ઓ આટલા મનથી લોકો માટે આવું કઈક કરી રહ્યાં છે.

૮૦ વર્ષનાં દ્વારકા પ્રસાદ છેલ્લા ત્રણ દશકથી બીમારોની સેવામાં લાગેલા છે. તેઓ રોગીઓને ત્રણ વખતનું જમવાનું આપે છે. ૨૮ વર્ષથી કોઈ પણ એવો દિવસ નથી જ્યારે હિસાર સિવિલ હોસ્પિટલમાં રોગીઓ અને તેમનાં પરીવારનાં લોકો માટે આ આદરણીય વ્યક્તિ ન પહોંચ્યા હોય. આ વ્યક્તિ દ્વારકા પ્રસાદ હિસારનાં રહેવાસી છે, જેઓ વગર ભૂલે અને પોતાની પીડા કે તકલીફને બાજુમાં મુકીને રોજ નાસ્તો અને બે વખતનું ખાવાનું લઈને હોસ્પિટલમાં આવી જ જાય છે. તેમનો હોસ્પિટલમાં આવવાનો સમય નક્કી હોય છે અને જો કોઈ દિવસ એક મિનીટ પણ લૅટ થયા હોય તો બધાની નજરો ગૅટ ઉપર જ અટકી જાય છે.

ત્યાંનાં લોકો દ્વારકા પ્રસાદને ‘રોટી વાળા બાબા’નાં નામથી ઓળખે છે. હવે તેમની ઉંમર થઈ ગઈ છે એટલે અમુકવાર તેઓ હોસ્પિટલ પહોંચવામાં પરેશાન થઈ જતા હોય છે. સવાર થતા જ તેઓ ચા અને બ્રેડ લઈને આવી જતા હોય છે, બપોરે શાક અને રોટલી તથા રાત્રે શાક, રોટલી, દાળ અને ભાતની સાથે દૂધ પણ લાવતા હોય છે. મહિનામાં ચાર વખત સીરો અને ખીર પણ લાવતા હોય છે.

 

દર મહિને આશરે એક લાખનો ખર્ચ

આ અંગે દ્વારકા પ્રસાદ જણાવે છે કે બીમારો અને તેમનાં પરીવારને ભોજન કરાવવામાં દર મહિને આશરે એક લાખ રુપિયાનો ખર્ચો આવતો હોય છે. આ ખર્ચો પ્રયાગ ગિરિ શિવાલય ટ્રસ્ટ ઉપાડે છે. આ ટ્રસ્ટનાં સંસ્થાપક સ્વામી ગણોશાનંદ મહારાજ છે, જેમની પ્રેરણાથી તેઓ આ સેવામાં જોડાયા છે. દ્વારકા દાસ પાંચ સ્કૂલોનાં મેનેજમેન્ટ કમિટીનાં જનરલ સેક્રેટરી છે.

અન્ય લોકો પણ તેમની જેમ કાર્યરત

હિસારનાં રાજગઢ રોડ ઉપર જ કબીર છાત્રવાસ છે. અહીંયાનાં ચાર છાત્રો રાજ કુમાર, ગોવિંદ, અજીત અને વિકાસ પણ બુજુર્ગનાં પગલા પર ચાલી રહ્યાં છે. હોસ્ટેલમાં રાત્રીનાં સમયે ખાવાનું વધે છે તો આ ચારે વિદ્યાર્થીઓ રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડએ લઈ જતા હોય છે અને ભૂખ્યા સૂઈ રહેલા યાત્રિયોને જગાડીને તેમને ભોજન આપતા હોય છે.

રાજકુમારે જણાવ્યું કે તે ભણવાની સાથે સાથે પોલિસ ભર્તીની પણ તૈયારી કરી રહ્યો છે. અમુક સમયે ભર્તી માટે બહાર જવું પડતુ હોય છે. ક્યારેક પૈસાની અછતનાં કારણે અથવા બહુ રાત હોવાને કારણે મારે ભૂખ્યા જ સૂઈ જવું પડતું હતું. તે સમયે મને વિચાર આવતો હતો કે આવા ઘણા બધા લોકો હશે જેમને આ તકલીફ પડતી હશે. હોસ્ટેલમાં રાત્રે ખાવાનું બચતુ હોય છે તો વિચાર્યું કે આ ખાવાનું એવા લોકોને ખવાડાવી દઈએ જેઓ મુશ્કેલીને કારણે ભોજન ન કરી શક્યા હોય. મેં આ વિશે ચર્ચા હોસ્ટેલનાં પ્રધાન જોગીરામ ખુંડિયાથી કરી, તેમણે હોસ્ટેલમાં બચતા ભોજનને જરુરીયાત મંદને આપવાની વાત ખુશીથી સ્વીકારી લીધી. ત્યાર બાદ રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ઉપર ભોજન વિતરણનો સિલસિલો શરુ થઈ ગયો.

સંકલન : જ્યોતિ નૈનાણી 

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી