“૧૫૦૦૦ રૂપિયામાં શેમ્પુના પાઉચથી શરૂઆત કરી બિઝનેસની, આજે કરે છે ૧૧૦૦ કરોડનો વેપાર”..Inspiring

આજની આ સફળતાની સ્ટોરી એક એવા વ્યક્તિની છે જેણે FMCG ક્ષેત્રના બધા જ નિયમો બદલી નાખ્યા. આ વ્યક્તિએ શેમ્પુના પાઉચ ને માર્કેટમાં લાવીને પુરા માર્કેટને ઊંચુંનીચું કરી નાખ્યું.

તેમણે પોતાના બિઝનેસની શરૂઆત ફક્ત ૧૫૦૦૦ જેટલી નજીવી રકમથી કરી હતી. આજે તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર ૧૧૦૦ કરોડથી પણ વધારે છે. ૧૫૦૦૦ થી ૧૧૦૦ કરોડ સુધીની સફળતા તેમને એમજ નથી મળી તેમણે પોતાના જીવનમાં ઘણો જ સંઘર્ષ અને ખુબજ મેહનત કરી છે. કઈક નવું કરી બતાવના ઈરાદાને લીધે આજે તેઓ આજે બિઝનેસવલ્ડના એક ખુબજ પ્રખ્યાત ટાઈકુન છે.

આજે અમે તમને જણાવી રહ્યા છે “કેવિન કેયર” કંપનીના CEO “સી કે રંગનાથન” વિષે. તેમના જીવનની શરૂઆત તમિલનાડુ ના એક નાનકડા શહેર કડડલોથી થઇ હતી. તેમનો જન્મ ગરીબ ખેડૂતના ઘરમાં થયો હતો.

ગરીબીના કારણે તેમની પાસે સ્કુલની ફી ભરવા માટેના પણ પૈસા નોહતા માટે તેઓએ પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના પિતા પાસેથી મેળવ્યું હતું. રંગનાથન ભણવામાં બહુ હોશિયાર નોહતા માટે તેમના પિતા ઈચ્છતા હતા કે રંગનાથન પોતાની સાથે ખેતી કરે અથવા પોતાનો વ્યવસાય કરે.

રંગનાથનને પક્ષી અને પ્રાણીઓ પાળવાનો બહુ શોખ હતો. જયારે તેઓ પાંચમામાં હતા ત્યારે તેમની પાસે ૫૦૦ કબુતર, ઘણીબધી અલગ અલગ માછલીઓ અને જુદી જુદી પ્રજાતિના પક્ષીઓ પણ હતા.

જયારે તેમના પિતાનું અવસાન થયું ત્યારે રંગનાથન કોલેજ માં ભણતા હતા. પિતાના મૃત્યુ બાદ સમગ્ર પરિવારની જવાબદારી તેમના પર આવી ગઈ હતી. પરિવારનું ભરણપોષણ કરવા તેમણે તેમના અતિપ્રિય એવા પાલતું પક્ષીઓ અને પ્રાણીઓ વેચીને શેમ્પુ બનાવાનો વ્યાપાર શરૂ કર્યો.

શરૂઆતમાં તેમનો વ્યાપાર સારો નોહ્તો ચાલતો ત્યારે તેઓ પોતાના ભાઈના વેલવેટ ઈન્ટરનેશનલ અને વેલવેટ શેમ્પુના વ્યવસાયમાં મદદ કરવા લાગ્યા પરંતુ રંગનાથને તો પોતાનો વ્યવસાય કરવો હતો અને તેના માટે તેમણે ફરી એકવાર “ચીક ઇન્ડિયા” કંપનીથી તેમના બિઝનેસની નવેસરથી શરૂઆત કરી.

શરૂઆતમાં તેમની કંપની ફક્ત શેમ્પુ બનવતી હતી અને આસપાસના ગામડા અને શેહરોમાં વેચતી હતી. તેમણે શેમ્પુના પાઉચની કીમત ફક્ત ૨ રૂપિયા રાખી હતી. ખુબજ ઓછા પૈસામાં સારી ગુણવત્તા વાળી પ્રોડક્ટને લીધે ખુબજ ઓછા સમયમાં તેમણે લોકોના દિલ જીતી લીધા હતા.

થોડા સમય બાદ તેમણે પોતાની કંપનીનું નામ બદલીને “કેવિન કેયર” રાખ્યું. “કેવિન કેયર” નો અર્થ પ્રાચીન સુંદરતા અને નિખાર એવો થાય છે. તેમાં શેમ્પુની સાથે સાથે સોંદર્ય પ્રસાધન ની પ્રોડક્ટ પણ બનવાની શરૂઆત કરી અને પોતાનો વ્યવસાય આગળ વધાર્યો.

રંગનાથને પોતાની કંપનીને શ્રદ્ધાંજલી સ્વરૂપે પોતાના પિતાને અર્પણ કરી હતી. તેમના પિતા જ તેમના માટે સર્વસ્વ હતા. શરૂઆતની સફળતા પછી રંગનાથને કયારેય પાછળ વળીને નથી જોયું.

હવે તેઓનું ધ્યાન ફૂલોની સુગંધવાળા અત્તર તરફ હતું. ગુલાબ અને ચમેલીની સુગંધ લોકોને ખુબ પસંદ આવી હતી. રોજના ૩૫ લાખ ફૂલોની સુગંધવાળા અત્તરના વેચાણને કારણે કંપની મિલિયન ડોલર ક્લબમાં સ્થાન પામે છે. કલીનીક પ્લસ પછી બીજા નંબરની સૌથી મોટી શેમ્પુની બ્રાંડ છે.

થોડા સમય બાદ રંગનાથન અથાણાના પાઉચ, નાઈલ હર્બલ શેમ્પુ, મીરાં હેર વોશ પાવડર, ફોરએવર ક્રીમ અને ઈન્ડીકા હેર ડાઈ જેવી ઘણી બધી પ્રોડક્ટ માર્કેટમાં લાવે છે અને તેમાં સફળ પણ થાય છે.તેમની કંપનીના અન્ડરમાં તેઓ ટેક્સ નામનું ટોયલેટ ક્લીનર બજારમાં લોન્ચ કરે છે અને તે પણ પાઉચમાં હોય છે. તમિલનાડુમાં આ ટોયલેટ ક્લીનર ખુબ પ્રખ્યાત છે.
રંગનાથન રોજ સવારમાં ૫:૩૦ ઉઠી જાય છે અને અડધો કલાક સ્વીમીગ કરે છે. થોડો સમય બાળકો સાથે પસાર કરે છે.

 

તેઓ હમેશા મેનેજમેન્ટની જ ચોપડીઓ વાંચે છે. અને પોતાની કંપનીને કેવી રીતે વધુ આગળ લાવવી તે વિષે પ્લાનિંગ કરે છે. “કેવિન કેયર” એક જ એવી કંપની હતી જે આધુનિક રીતે પોતાની પ્રોડક્ટ પેકિંગ કરતી હતી.

હવે રંગનાથનનો ધ્યેય પોતાની કંપનીને ઇન્ટરનેશનલ લેવલ સુધી પોહ્ચાડવાનો છે. તેમની સફળતાનું સિક્રેટ ટીમવર્ક, નવું નવું શોધવાની જીજ્ઞાશા અને તેને પોતાની પ્રોડક્ટના સ્વરૂપમાં સામિલ કરવાની આવડત છે. આ ખેડૂતપુત્ર ને પ્રણામ.

સંકલન : અશ્વિની ઠક્કર

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી