શૂન્યમાંથી સર્જન કરનારા ભરત દેસાઇની સક્સેસ સ્ટોરી યુવાનોને ઇન્સ્પાયર કરે તેવી છે.

Bharat Desai, Co-Founder and Executive Chairman, Syntel Corporation at Fisher Island Resort, Miami, Florida

 

હાલમાં જ અમેરિકાના સૌથી 400 સૌથી વધુ ધનિકોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે. બિલ ગેટ્સ 72 મિલિયન ડોલર (4.56 લાખ કરોડ રૂ.) ની સંપત્તિ ધરાવે છે.

અમેરિકાના 400 ધનાઢ્ય વ્યક્તિમાં ત્રણ ઇન્ડિયન અમેરિકનનો પણ સમાવેશ થાય છે. જેમાં સૌથી અમીર ઇન્ડિયન અમેરિકન ભરત દેસાઇ છે. 2.2 બિલિયન ડોલર (13,930 કરોડ રૂ.)ની સંપત્તિ સાથે ભરત દેસાઇ 252મા ક્રમે છે. તેમના પછી 253મા ક્રમે રોમેશ વાધવાની 2.1 બિલિયન ડોલર (13,325 કરોડ રૂ.)ની સંપત્તિ ધરાવે છે. જ્યારે વેન્ચર કેપિટાલિસ્ટ વિનોદ ખોસલા 1.5 બિલિયન ડોલર (9,518 કરોડ રૂ.)ની સંપત્તિ સાથે 352મા ક્રમે છે.

જો કે, આમા આનંદની અને ગૌરવ લેવાની વાત એ છે કે, યુએસમાં સૌથી ધનાઢ્ય ભારતીય મૂળ અમદાવાદના ગુજરાતી મૂળના ભરત દેસાઇ છે.

શૂન્યમાંથી સર્જન કરનારા ભરત દેસાઇની સક્સેસ સ્ટોરી યુવાનોને ઇન્સ્પાયર કરે તેવી છે.

થોડા વર્ષો અગાઉ આપેલા એક ઇન્ટરવ્યૂમાં બાળપણની યાદોને વાગોળતા ભરત દેસાઇ કહ્યું હતું કે, મારા પિતા 12 વર્ષના હતા ત્યારથી પરિવારની જવાબદારી માથે ઉઠાવી હતી. મારા પિતાજી 12 વર્ષની ઉંમરે અમદાવાદી મિલમાં કામ કરતા હતા. ત્યારબાદ મારા પિતાજી કેન્યા ગયા. કેન્યાના મોમ્બાસામાં પરિવાર સ્થાયી થયો.

તે દરમિયાન મારો જન્મ થયો. હું લગભગ 11 વર્ષનો હતો ત્યાં સુધી અમે કેન્યામાં હતા, પરંતુ તે દરમિયાન કેન્યામાં રાજકીય કટોકટી સર્જાતા ભારતીય સરકારે પોતાના નાગરિકોને પાછા લાવતા હતા,જેમાં અમારો પરિવાર પાછો ભારતમાં મુંબઇ આવી ગયા.

જો કે તે દરમિયાન ભરત દેસાઇના પિતા મોમ્બાસામાં બધુ વાઇન્ડિંગ કરી રહ્યા છે. બાદમાં ભરત દેસાઇ અને તેમના ભાઇએ ખૂબ મહેનત કરીને સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં એડમિશન લીધું અને બાદમાં આઇઆઇટી મુંબઇમાં પણ ભરત દેસાઇએ એડમિશન લીધું.

ટાટા કન્સલટન્સીમાં પ્રોગ્રામર તરીકે કામ કરી ચૂકેલા ભરત દેસાઇએ પાછળથી તેમના ફેમિલી સાથે સિન્ટેલ નામની કંપની શરૂ કરી જેની આજે નેટવર્થ 2.2 બિલિયન ડોલર છે.

અમદાવાદના ગુજરાતી બિઝનેસમેન ભરત દેસાઇ 2.2 બીલીયન ડોલરની સંપતિ સાથે ફોર્બ્સના કરોડપતિ લિસ્ટમાં 252 નંબર પર છે. આઉટસોર્સિંગ કંપની ‘સિન્ટેલ’ના સ્થાપક ભરત દેસાઇએ 1980માં આ કંપની સ્થાપી હતી અને 1998માં તેને જાહેર કંપનીમાં ફેરવી હતી. 59 વર્ષીય દેસાઇની ‘સિન્ટેલ’ કંપનીમાં હાલમાં કુલ 16,200 કર્મચારીઓ કામ કરે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન કંપનીના શેરના ભાવમાં 20 ટકા વધારો થયો છે.

ભરત દેસાઇ અને તેમના પત્નિ નીરજા શેઠીએ 1980માં માત્ર 200 ડોલરના મૂડીરોકાણ સાથે ક્મ્પ્યૂટર કન્સલટન્સી સિન્ટેલ કંપની શરૂ કરી હતી,જેની સંપત્તિ આજે 2 બિલિયન ડોલર પર પહોંચી ગઇ છે.માત્ર 750 રૂપિયા પગારમાં ટાટા નોકરી કરી હતી.

અમેરિકા ગયા પછી મિશિગન યુનિવર્સિટીમાં એમબીએ કરીને તેમની પત્નિ સાથે સિન્ટલ કંપનીને આગળ વધારવાનું કર્યું હતું. અમેરિકન સોફ્ટવેર માર્કેટમાં એક બીન અનુભવી પ્રોગ્રામર તરીકે કામ શરૂ કરનારા ભરત દેસાઇને તકલીફો ઘણી પડી હતી.જો કે અમેરિકાની જનરલ મોટર્સ જેવી કંપનીનો મોટો કોન્ટ્રેક્ટ મેળવ્યા પછીભરતભાઇ અને સિન્ટેલ કંપનીએ પાછું વળીને જોયું નથી.

ફોર્બસે આ અગાઉ અમેરિકાની બેસ્ટ સ્મોલ કંપનીઓના લીસ્ટમાં પણ સિન્ટેલનો સમાવેશ કર્યો છે.

આજે સિન્ટેલમાં હજારોકર્મચારીઓ કામ કરે છે અને દુનિયાના અનેક દેશોમાં તેની શાખાઓ છે.

આઇઆઇટી-બોમ્બેમાંથી બેચલર ઓફ સાયન્સ પાસઆઉટ અને યુનિવર્સિટી ઓફ મિશિગનમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 1976માં તેઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસના પ્રોગ્રામર તરીકે અમેરિકા આવ્યા હતા. ટીસીએસમાં કામ કરતી વખતે ભરત દેસાઇએ એમબીએ કર્યું અને વર્ષ 1980માં તેમણે પોતાની પત્ની નીરજા સેઠી સાથે મળીને મિશિગનમાં ટ્રોય ખાતે સિન્ટેલની સ્થાપના કરી હતી.

સિન્ટેલ મુખ્યત્વે ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને આઉટસોર્સિંગનું કામ કરે છે.

મિશિગન યુનિવર્સિટીની સ્ટીફન એમ રોસ સ્કૂલ ઓફ બિઝનેસે આંત્રપ્રિન્યોર ઓફ ધ યરનો એવોર્ડ આપ્યો હતો. તે સિવાય હાવર્ડ બિઝનેસ સ્કૂલે ભરત દેસાઇને મિશનિગર આંત્રપ્રિન્યોર એવોર્ડ એનાયત કર્યો હતો. તે સિવાય યુએસએ ટૂડે અને નાસ્ડાકે તેમનું આંત્રપ્રિન્યોર ઓફ ધ યર દ્વારા સમ્માન કર્યું હતું.

સંકલન : દીપેન પટેલ

 

 

ટીપ્પણી