જો વિના કારણ ટ્રેનને 1 મિનિટ પણ રોકાય તો રેલ્વેને થાય છે મોટું નુકસાન, આવું છે કારણ

ખેડૂત આંદોલનના કારણે અનેક વાર ટ્રેનોને રોકવામાં આવી છે. કારણ વિના ચાલતી ટ્રેનને રોકવા માટે એક મિનિટમાં પણ રેલ્વેને મોટું નુકસાન થાય છે. જ્યારે પણ ટ્રેનને રોકવામાં આવે છે ત્યારે વીજળી અને ડીઝલનો ખર્ચ વધી જાય છે.

image source

કોઈ યાત્રી કારણ વિના કોઈ ચાલતી ટ્રેનમાં ચેઈન ખેંચે છે કે પછી ટ્રેન નીચે પશુ આવી જવાથી ટ્રેન રોકી દેવાય છે. આ સિવાય પ્રદર્શનકારીઓ ક્યાંક 2-4 વાર ટ્રેન રોકાવે છે અને ચક્કાજામ કરે છે. આવી ઘટનાઓા કારણે કારણ વિના ટ્રેન રોકવી પડે છે અને તેને કારણે રેલ્વેને મોટું નુકસાન થાય છે. જ્યારે પણ ટ્રેનને રોકવામાં આવે છે તો વીજળી અને ડીઝલનો ખર્ચ વધી જાય છે. પેસેન્જર અને ગુડ્સ ટ્રેનના રોકવાતી નુકસાનનો રેટ અલગ અલગ રહે છે. લેટ થવા માટે પણ કેટલીક ખાસ ટ્રેનના કેસમાં રેલ્વેએ યાત્રીઓને વળતર આપવું પડે છે.

image source

18 ફેબ્રુઆરીએ 3 કૃષિ કાયદાને લઈને ખેડૂતોએ દેશભરમાં ટ્રેનનો ચક્કાજામ કરવાનો દાવો કર્યો અને સાથે અનેક જગ્યાઓએ ટ્રેન રોકવામાં આવી. અન્ય તરફ રેલ્વેના અધિકારીઓનો દાવો છે કે ખેડૂતોના પ્રદર્શનની કોઈ ખાસ અસર થઈ રહી નથી. રેલ્વેએ પહેલાંથી જ અનેક પ્રકારના ઉપાયો કરી લીધા છે.

એક મિનિટ ટ્રેન રોકવાથી થાય છે આવી રીતે નુકસાન

image source

આરટીઆઈમાં મળેલી જાણકારી અનુસાર જો ડીઝલથી ચાલનારી પેસેન્જર ટ્રેન એક મિનિટ રોકાય છે તો તેને 20401 રૂપિયાનું નુકસાન થાય છે. જ્યારે ઈલેક્ટ્રિક ટ્રેનને એક મિનિટમાં 20459 રૂપિયાનું નુકસાન થાય છે. આ રીતે ડીઝલથી ચાલનારી ગુડ્સ ટ્રેનને એક મિનિટ રોકાવવાથી 13334 રૂપિયાનું નુકસાન થાય છે તો ઈલેક્ટ્રિક ટ્રેનને 13392 રૂપિયાનું નુકસાન થાય છે.

image source

અધિકારીઓનું કહેવું છે કે ડીઝલ અને વીજળી ખર્ચની સાથે કર્મચારીઓને ઓવરટાઈમ સહિત અનેક કારણો કામ કરે છે. ટ્રેનને ફરીથી સ્પીડમાં લાવવા માટે ડીઝલ અને વીજળીને વધારે જરૂર પડે છે. ઓછામાં ઓછી 3 મિનિટ બાદ ટ્રેન પોતાની ગતિ પકડી શકે છે.

એક ટ્રેન રોકાતા પાછળ લાગે છે લાઈન

image source

રેલ્વેની જાણકારી અનુસાર જો કોઈ જગ્યાએ કારણ વિના ટ્રેન રોકાય છે તો સુરક્ષાની રીતે ટ્રાફિકને જોતાં તેની પાછળ આવનારી ટ્રેનને પણ રોકવી પડે છે. આ રીતે ફક્ત એક ટ્રેનના કારણે અન્ય ટ્રેન પર પણ અસર થાય છે. એવામાં જો ટ્રેન લેટ થાય તો રેલ્વેએ યાત્રીઓને 100-200 રૂપિયાનું વળતર આપવાનું રહે છે તો રેલ્વેનું નુકસાન વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ