માઇગ્રેનના દુખાવાથી કંટાળી ગયા છો અને કોઇ જાતની નથી લેવી દવા? તો જલદી કરો ભોજનમાં આ ફેરફાર

માઈગ્રેનના દુખાવાથી છો પરેશાન ? તો દવા ખાવાનું બંધ કરી ભોજનમાં કરો આ ફેરફાર

image source

માઈગ્રેનની સમસ્યા સામાન્ય થઈ ચુકી છે. જો કે જે વ્યક્તિને માઈગ્રેન હોય તેના માટે તેનો દુખાવો સહન કરવો મુશ્કેલ થઈ જાય છે. માઈગ્રેનમાં માથામાં તીવ્ર દુખાવો થાય છે.

અડધા માથામાં દુખાવો થવાની સાથે ઉલટી થવી, ચક્કર આવવા ઉપરાંત પ્રકાશ સહન ન કરી શકવો અને અવાજથી પણ તકલીફ થવા જેવા લક્ષણો જોવા મળે છે.

image source

આ તકલીફ શા માટે થાય છે તેના ચોક્કસ કારણો વિશે જાણી શકાયું નથી. પરંતુ તેનાથી રક્ત વાહિકા અને નર્વ સિગ્નલ્સ પ્રભાવિત થાય છે.

માઈગ્રેનમાં થોડી થોડી વારે તીવ્ર દુખાવો અનુભવાય છે. માઈગ્રેનનો દુખાવો 2 કલાકથી લઈ કેટલાક દિવસો સુધી રહે છે. આ દુખાવો સામાન્ય માથાના દુખાવા કરતાં ઘણો તીવ્ર હોય છે.

માઈગ્રેનના કારણ

માઈગ્રેનના કારણો એક કરતાં વધારે હોય શકે છે. જેમાં હોર્મોન્સમાં ફેરફાર, દવાઓ, ઓછી ઊંઘ તેમજ ખોરાકની અનિયમિતતાનો સમાવેશ થાય છે.

માઈગ્રેનથી પીડિત વ્યક્તિએ પોતાના આહાર પર ધ્યાન આપવું જરૂરી હોય છે. કારણ કે આહાર માઈગ્રેનમાં ટ્રીગરનું કામ કરે છે.

ચાલો જાણીએ કે માઈગ્રેનના દર્દીઓએ ખોરાક અંગે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

કેફીન

image source

જરૂર કરતાં વધારે કેફીન માઈગ્રેનનો દુખાવો વધારે છે. પીડા પેદા કરી શકે છે.

કોફીમાં કેફીન વધારે માત્રામાં હોય છે અને તેના સેવનથી મગજની નસોના કામમાં અવરોધ આવે છે અને મગજમાં લોહીનું પરિભ્રમણ ધીમું થઈ જાય છે. તેના કારણે માથાના અડધા ભાગમાં ભારે દુખાવો થાય છે.

સ્વીટનર

image source

ઘણા પ્રોસેસ્ડ ફૂડમાં કૃત્રિમ સ્વીટનર્સ હોય છે. આ સ્વીટનર્સ ખાંડની ગરજ સારે છે. પરંતુ આ સ્વીટનર્સ આધાશીશીનું કારણ પણ બને છે. આ સ્વીટનર્સમાં આઇસક્રીમ, પેસ્ટ્રી, કેક, ચોકલેટ વગેરેમાં પણ ઉમેરવામાં આવે છે.

દારૂ

image source

આલ્કોહોલ પણ માઇગ્રેઇન્સનું કારણ બની શકે છે. તેના સેવનના બે કે ત્રણ કલાકની અંદર આધાશીશી થઈ શકે છે. આલ્કોહોલનું સેવન ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે, જેનાથી માથાનો દુખાવો થઈ શકે છે.

ચોકલેટ

image source

અમેરિકન માઇગ્રેન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, આલ્કોહોલ પછી ચોકલેટ એ આધાશીશીનું બીજું સૌથી સામાન્ય ટ્રિગર છે. તે 22% લોકોને અસર કરે છે જેઓ માઇગ્રેઇનનો અનુભવ કરે છે.

મીઠું

image source

વધુ પડતું મીઠું હોય તેવી વસ્તુઓનું સેવન કરવું પણ માઇગ્રેનનું કારણ બને છે. ખારા પ્રોસેસ્ડ ફૂડમાં મીઠાની સાથે વિવિધ પ્રકારના હાનિકારક પ્રિઝરવેટીવ્સ હોય છે જે આધાશીશીને ટ્રિગર કરે છે.

ઠંડી વસ્તુઓ

image source

આઈસ્ક્રીમ જેવી એકદમ ઠંડી વસ્તુઓ ખાવાથી પણ આધાશીશીનો દુખાવો થઈ શકે છે. ખાસ કરીને ગરમ વાતાવરણમાંથી આવ્યા બાદ તુરંત ઠંડા પીણા પીવાથી કે આઈસક્રીમ ખાવાથી માઈગ્રેનનો દુખાવો વધી જાય છે.

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર સંતુલિત આહાર એ આધાશીશી અટકાવવાનો સૌથી અસરકારક માર્ગ છે.

image source

જો આધાશીશીની સમસ્યા હોય તો ચોકલેટ, પનીર, સોયા ઉત્પાદનો, કેફીન, આલ્કોહોલ લેવાનું ટાળો અને લીલા પાંદડાવાળા શાકભાજીઓનો આહારમાં વધારે સમાવેશ કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ