મોદીની પાછળ દેખાતા પથ્થરને ના તો સુનામી હલાવી શક્યું છે, ના તો ધરતીકંપ – જાણો કારણ.

મોદી-જિનપિંગની આ તસ્વિર પાછળના અજાયબ પથ્થરને નથી તો કોઈ ભુકંપ હલાવી શક્યો કે કોઈ કુદરતી હોનારત, જાણો તે પાછળનુ રહસ્ય વડાપ્રધાન મોદી – શી જિનપિંગની મુલાકાતથી પ્રકાશમાં આવેલા મહાબલીપુરમના આ અજાયબ પથ્થર વિષે જાણો

image source

ગઈ કાલનો દિવસ ભારતીય તેમજ વૈશ્વિક રાજકારણમાં ઐતિહાસિક બની ગયો. દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા એવા ચિનના વડા પ્રધાન શી જીનપિંગે વડાપ્રધાન મોદી સાથે તામિલનાડુના મહાબલીપુરમમાં મુલાકાત લીધી. આ મુલાકાત કોઈ પણ જાતની રાજકારણીય વાટાઘાટો વગરની એક અનૌપચારિક મુલાકાત હતી માટે જ તેની ચોરે ચૌટે ચર્ચા થઈ રહી છે.

image source

પણ લોકોના મનમાં એક કુતુહલ ચોક્કસ જાગ્યું હતું કે શા માટે ચીનના વડાપ્રધાને દિલ્લી નહીં પણ તામિલનાડુના મહાબલીપુરમ શહેરની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. વાસ્તવમાં છઠ્ઠી સદીમાં મહાબલીપુરમ દક્ષિણ ભારતનું એક મહત્ત્વનું બંદર હતું. તે વખતે ચીનના યાત્રાળુઓ કાંચીપુરમ આવતા હતા. જેમાં ચીનના જગવિખ્યાત વિશ્વ પ્રવાસી હીયુએન ચીઆંગ પણ હતા. આમ ચીનનું આ સ્થળ સાથે 1300 વર્ષ જુનું કનેક્શન છે.

image source

પી.એમ મોદીએ ચીનના વડા પ્રધાન શી જિનપિંગને મહાબલીપુરમના કેટલાક રમણીય સ્થળોની મુલાકાત કરાવી હતી. જેમા તેમણે દક્ષિણ ભારતની સંસ્કૃતિ તેમજ તેના સમૃદ્ધ વારસા વિષે પણ જણાવ્યુંહતું. એમ પણ મહાબલીપુરમ યુનેસ્કોની એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ દરમિયાન તે બન્ને મહાનુભાવોની અનેક તસ્વીરો લેવામાં આવી હતી. જેમાંની એક તસ્વીર સોશયિલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

image source

આ તસ્વિરમાં મોદી અને જિનપિંગે બે હાથ હવામાં મિલાવ્યા છે અને તેની પાછળ એક રહસ્યમયી પથ્થર છે. આ પથ્થર સાથે જ બીજી ઘણી બધી તસ્વીરો પી.એમ મોદી તેમજ જિનપિંગે પડાવી છે. પણ આ પથ્થર વિષેની ખાસિયત ઘણા ઓછા લોકો જાણે છે. આ વિશાળ પથ્થર તે તેના કદ કરતાં અનેક ગણા નાના વિસ્તાર પર ટકેલો છે. તેને જોતાં જાણે એમ જ લાગે કે તે કોઈપણ ઘડીએ દડી પડશે. પણ આ પથ્થર લગભગ 1300 વર્ષથી તેમનો તેમજ ટકી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે ભલભલા ભુકંપ કે સુનામી પણ આ પથ્તરને ડગાવી નથી શક્યો.

જાણો કેવી રીતે ટકી રહ્યો છે આ પથ્તર ?

image source

સામાન્ય રીતે કોઈ ગોળાકાર વસ્તુના ટકવા માટે પહેલી શરત તો એ છે કે તેને સમતળ જમીન જોઈએ. અને જો સમતળ જમીન ન હોય તો તેની આસપાસ એવો કોઈ આધાર હોવો જોઈએ કે જેના આધારે તે ટકી શકે. પણ અહીં નથી તો સમતળ જમીન કે નથી તો આસપાસ કોઈ આધાર. મહાબલીપુરમમાં આવેલો આ પત્થર અહીંના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે જેમ સાઉથના જ એક મંદીરના અગણિત પિલ્લરો ધરતી પર અડ્યા વગર મંદીરને ટકાવી રાખ્યું છે અને પ્રવાસીઓમાં જે આશ્ચર્ય ઉત્પન્ન થાય છે તેવું જ આશ્ચર્ય આ પથ્તરથી પ્રવાસીઓને થાય છે.

image source

આ પથ્થરને અહીંના લોકો કૃષ્ણા બટર બોલ કહે છે એટલે કે કૃષ્ણના માખણનો ગોળો. આ પથ્તર અહીં આશરે 1300 વર્ષ કરતાં પણ વધારે સમથી તેમનો તેમ જ પડ્યો છે. તેની જોખમી સ્થિતિ જોઈને કોઈને એમ જ લાગે કે કોઈ પણ ક્ષણે આ પથ્તર ગબડી શકે છે અને પ્રશાસને પણ લોકોના હિતને ધ્યાનમાં રાખીને તેને ત્યાંથી ખસેડવાના પ્રયાસ કર્યા પણ તેને નહોતા હલાવી શક્યા.

પથ્તરને અત્યાર સુધી કોઈ જ કુદરતી કે કૃત્રિમ તાકાત નથી હલાવી શકી

image source

આટલા 1300 વર્ષના સમયગાળમાં કંઈ કેટલાએ ભુકંપ આવી ગયા હશે અને એકાદબે સુનામી પણ આવી ગઈ હશે અને અગણિત વાવાઝોડા પણ આવી ગયા હશે પણ કૃષ્ણનું માખણ સમો આ ગોળો તો પોતાની જગ્યાએથી ટસને મસ નથી થયો. પત્થરની આ જ અજાયબીને જોવા તેમજ અનુભવવા અહીં હજારો પ્રવાસીઓ આવે છે.

image source

એક જાણકારી પ્રમાણે છઠ્ઠી તેમજ સાતમી સદીમાં અહીં પલ્લ્વ વંશનું શાસન હતું. તે વખતના વંશજ નરસિંહ દેવ બર્મને આ પત્થરને અહીંથી હટાવવાના ઘણા પ્રયાસ કર્યા હતા પણ તેને નહોતા હટાવી શક્યા. ત્યાર બાદ અંગ્રેજોના રાજમાં પણ તેમના દ્વારા પત્થરને હલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ કશું જ નહોતું વળ્યું.

અંગ્રેજોના સમયમાં એટલે કે 1908ની આસપાસ મદ્રાસના અંગ્રેજ ગવર્નર આર્થર લાવલેએ આ પત્થરને અહીંથી હટાવવા માટે 7 હાથીઓ દ્વારા હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેની પાછળ પથ્થર પડે તો મોટી જાનહાની ન થાય તેવો જ ઉદ્દેશ હતો. પણ લાખ પ્રયાસ છતાં પથ્તર નહોતા હલાવી શક્યા.

image source

ચમત્કારી પત્થરની ખાસિયતો

આ પત્થરનું વજન ઓછામાં ઓછું 250 ટન એટલે કે 250000 કી.ગ્રામ છે. તે 20 ફૂટ ઉંચો અને 5 મિટર પહોળો છે. તેમજ તે જે રીતે ઝૂકેલો છે તે જોતાં હમણા જ ગબડી પડશે તેવી ભીંતી થાય છે, કારણ કે તે 45 ડીગ્રીના ખૂણે ઝૂકેલો છે. આ સિવાય સૌથી આશ્ચર્યની વાત તે જે માત્ર 4 ફુટના એરિયા પર ટકેલો છે તે છે.

image source

અહીં તો ભલભલા ભૌતિક શાસ્ત્રના નિયમો પણ કામ નથી કરી રહ્યા. ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમની તો જાણે કોઈ ગણના જ નથી. પત્થરના આ લક્ષણોના કારણે અહીંના લોકો તેને દૈવી પત્થર માને છે અને જે લોકો આ પત્થરને જુએ છે તેમના માટે પણ આ કોઈ ચમત્કારથી કમ નથી હોતું.

શ્રી ક્રીષ્નના માખણનો ગચિયો

image source

સદીઓથી આ પથ્થર અહીં આમને આમ જ પડ્યો છે. અહીં તેને કૃષ્ણા બટર બોલ ઉપરાંત સ્થાનિક ભાષામાં વાનિરાઈ કાલ પણ કહે છે. વાનિરાઈ કાલનો અર્થ અહીંની ભાષામાં આકાશી ભગવાનનો પત્થર થાય છે. અને માટે જ તે કોઈ પણ આધાર વગર આટલો બધો નમેલો હોવા છતાં પણ ટકી રહેલો છે. એક લોક વાયકા પ્રમાણે શ્રી કૃષ્ણએ પોતાની માતાના માખણ ભરેલા માટલામાંથી માખણનો ગચિયો ચોર્યો હતો. અને તે પ્રમાણે તે જ માખણનો વિશાળ ગચિયો અહીં પથ્તર બનીને થીજી ગયો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ