પેટની તકલીફોથી આખી જીંદગી પીડાય છે આવા લોકો, જે નહિં જ ખબર હોય તમને

જીવનભર પેટની તકલીફોથી ત્રસ્ત રહે છે આવા લોકો

image source

આજની જીવનશૈલીમાં પેટના રોગથી અનેક લોકો પરેશાન રહે છે. પરંતુ શું તમે જાણો છો કે હાથની રેખાઓનો સંયોગ તેના વિશે પહેલાથી જ જણાવી શકે છે. કોઈપણ વ્યક્તિની હથેળીમાં મુખ્ય રેખાઓ સાથે કેટલાક ચિન્હ હોય છે અને તે દરેક ચિન્હનું પોતાનું ખાસ મહત્વ હોય છે. આ ચિન્હ જાતકના જીવન પર અસર કરે છે અને સંબંધિત રેખાનું પરીણામ પણ તેનાથી પ્રભાવિત થાય છે.

હસ્તરેખા નિષ્ણાંતો પણ આ રેખાઓ અને ચિન્હ તેમજ હથેળીના પર્વતના આધારે વ્યક્તિને જીવનમાં બીમારીઓ કયા પ્રકારની થાય છે તેના વિશે જાણકારી આપે છે.

તો ચાલો આજે તમને જણાવીએ હસ્તરેખા અને બીમારીઓ વચ્ચે શું સંબંધ છે.

image source

– જો તમારી હથેળીમાં ચંદ્ર પર્વત પર નક્ષત્રનું ચિન્હ હોય તો જીવનભર પેટના રોગ તમારો પીછો છોડશે નહીં. જો હૃદય રેખા પર ગોળ દ્વીપનું ચિન્હ હોય કે પછી હૃદય રેખા પર કાળું તલ અથવા ટાપુ હોય તો અચાનક બેભાન થવું કે હાર્ટ એટેકનું જોખમ વધે છે.

– હાથ અને નખ પીળા પડવા લાગે અને નખ પર ડાઘા દેખાવા લાગે સાથે જ બુધ રેખા તુટેલી દેખાય તો આવા લોકોને આંતરડાની બીમારી થઈ શકે છે. જો શનિ પર્વત નીચે ટાપુ જેવું નિશાન હોય તો કરોડરજ્જુના હાડકાની બીમારી થઈ શકે છે.

image source

– જો શનિ ક્ષેત્ર ઉચ્ચ અને રેખાઓથી ભરાયેલું હોય, બુધ, શનિ રેખા લાંબી હોય અને આંગળીઓ વચ્ચેના ભાગ પર સફેદ ડાઘ હોય અને બંને હાથની હૃદય રેખા વચ્ચેથી ખંડિત હોય તો તે કિડનીના રોગની નિશાની હોય શકે છે.

– જો બુધની રેખા પર કાળા નિશાન હોય અને સાથે જ નક્ષત્ર અને ટાપુ જેવા ચિન્હ દેખાય તો કમળા જેવા રોગ તરફનો ઈશારો હોય છે. જો મસ્તિષ્ક રેખા પર શનિ ક્ષેત્રની નીચેના ભાગમાં સાંકળ જેવું નિશાન દેખાય તો તે ફેંફસા અને ગળાના રોગ તરફ સંકેત કરે છે.

image source

– હાથના નખ ઊંચા હોય અને મસ્તિષ્ક રેખા શનિ પર્વતથી બુધ પર્વત સુધી પંખદાર થઈને જતી હોય તો આવા વ્યક્તિને ટીબી થવાનું જોખમ વધે છે.

– હાથની આંગળી ધારદાર, વાંકી હોય અને પર્વત નીચે તરફ દબાયેલા હોય કે પછી નખ લાલ હોય અને તેના પર કોઈ નિશાન હોય તો આંચકીના રોગના લક્ષત્ર જોવા મળે છે.

– જો હથેળીમાં ઉચ્ચ શનિ પર્વત એક કરતાં વધારે રેખાઓ સાથે હોય, મસ્તિષ્ક રેખા શનિ પર્વતની નીચે ખંડિત થતી હોય, સ્વાસ્થ્ય રેખા ઘસાયેલી અને છિન્ન ભિન્ન હોય, સાથે જ આયુષ્ય રેખા કાપતો ચંદ્ર પર્વત હોય અને તેમાંથી પણ રેખા નીકળતી હોય તો પગમાં ગઠિયાનો રોગ થઈ શકે છે.

image source

– ચંદ્ર પર્વત પર નક્ષત્રનું ચિન્હ હોય અને ચંદ્ર પર્વત નીચેનો ભાગ ઉચ્ચ તેમજ અનેક રેખાઓથી કપાતો હોય સાથે જ તેના પર પણ નક્ષત્ર ચિન્હ હોય તો વ્યક્તિને જલોદર રોગ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ