જલ્સા કરોને જેંતીલાલ

સ્થૂળતા ઘટાડવા માટે બાબા રામદેવની ટિપ્સ, તમે પણ અજમાવો.

સ્થૂળતા ઘટાડવા માટે યોગ અને કસરત સાથે જ યોગ્ય ડાઇટ અને આયુર્વેદિક જડીબૂટીનું કોમ્બિનેશન ખૂબ ઈફેક્ટિવ છે. યોગ ગુરુ બાબા રામદેવ પણ ઝડપથી વજન ઉતારવા માટે આ જ ચીજોની સલાહ આપે છે. પોતાના ઘણા કાર્યક્રમો અને વેબસાઈટ પર સ્વામિ રામદેવે સ્થૂળતા ઘટાડવા માટે અમુક યોગાસનો અને આયુર્વેદિક દવાઓ લેવાની સલાહ આપી છે જેને અમે સરળ રીતે તમારા માટે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

કેવી રીતે કરવુ કપાલભાતિ પ્રાણાયામ

૧.કરોડરજ્જુને સીધી રાખી અને પગને સામીની તરફ વાળીને બેસવુ.

૨. લાંબો શ્વાસ લો પછી જોરથી શ્વાસ છોડો.

૩.શ્વાસ ખેંચવામાં વધુ જોર ના લગાવવુ. શ્વાસ જોરથી છોડવા પર ધ્યાન આપો.

૪.આ પ્રકિયા કરતા સમયે શ્વાસ ધૌંકની સમાન ચાલવો જોઈએ અને પેટ ફુલાવવુ અને સંકોચાવુ જોઈએ.

૫.શરૂઆતમાં તેને ૧૫-૨૦ વાર કરવુ. વિરામ લઈને ધીમે-ધીમે ફ્રિક્વન્સી વધારો.

(ધ્યાન રહે, કોઈપણ યોગાભ્યાસ કોઈ વિશેષજ્ઞની દેખરેખ અને પરામર્શ વગર ના કરો)

કેવી રીતે કરવુ હસ્તપાદાસન

૧.એક સમતળ સ્થાન પર આસન કે ચટાઈ પાથરો અને શોલ્ડર અને બૈકબોનને સીધા રાખતા સાવધાનની મુદ્રામાં ઉભા રહી જાઓ.

૨.બન્ને હાથોને ધીમે-ધીમે ઉપર ઉઠાવીને શોલ્ડરના સીધામાં લાવો. પછી શોલ્ડર્સને થોડા-થોડા આગળની તરફ પ્રેસ કરતા હાથને માથાના ઉપર સુધી ઉઠાવો. ધ્યાન રહે કે ખભ્ભા કાનથી અડેલા હોઈ.

૩.જ્યાર બાંવડા એક બીજાના સમાન્તર ઉપર ઉઠી જાય, ત્યારે ધીમે-ધીમે કમરને સીધી રાખીને શ્વાસ અંદર ખેંચતા નીચેની તરફ જુકો. જુકતા સમયે પણ ધ્યાન રાખો કે ખભ્ભા કાનથી અડેલા રહે.

૪.ઘુંટણ સીધા રાખતા હાથની બન્ને હથેળીઓથી પગના પંજા અડવા અને માથાથી ઘુંટણને અડવાનો પ્રયાસ કરવો. પોતાના કમ્ફર્ટના હિસાબથી થોડી સેકંડ સુધી આ પોઝીશન જાળવી રાખવી.

૫.ધીમે-ધીમે આ પોઝીશનથી ઉપર ઉઠવુ, પરત ઉભી પોઝીશનમાં આવીને હાથને કમરથી અડાળવા અને રિલેક્સ કરો. થોડી સેકંડ સુધી રિલેક્સ કર્યા બાદ ફરીથી તેને કરવુ. આવુ ૫ થી ૭ વાર કરવુ.

કેવી રીતે કરવો ઉજ્જયી વ્યાયામ

૧.આરામથી બેસી જવુ. ગળાને ટાઈટ કરીને અવાજ કરતા નાકથી શ્વાસ અંદર ખેંચવો.

૨.આ વાતનું ધ્યાન રહે કે શ્વાસ નાકથી લેવો અને મોં બંધ રાખવુ.

૩.ગળાની માંસપેશીઓ સંકોચીને રાખવી.

૪.ગળાથી ઘરઘરાટનો અવાજ કરતા શ્વાસ નાક દ્બારા બહાર છોડવો.

૫.શરૂઆતમાં ૨-૩ મિનિટ સુધી જ કરવુ પછી ધીરે-ધીરે ૧૦ મિનિટ સુધી લઈ જાઓ.

૬.શ્વાસ લેવા અને છોડવાનો સમય એક સમાન હોવો જોઈએ.

શિખ્યા વગર કે કોઈ વિશેષજ્ઞની દેખરેખ વગર ના કરો.

સૂર્ય નમસ્કાર દ્વારા સ્કિનના રોગ મટી જાય છે અથવા તેના થવાની સંભાવના ખતમ થઈ જાય છે. આ અભ્યાસથી કબજિયાત વગેરે ઉદર રોગ સમાપ્ત થઈ જાય છે અને પાચનતંત્રની ક્રિયાશીલતામાં વૃદ્ધિ થાય છે.

આ અભ્યાસ દ્વારા આપણા શરીરની નાની-મોટી બધી નસ-નાડીઓ ક્રિયાશીલ થઈ જાય છે, એટલે આળસ, અતિનિદ્રા વગેરે વિકાર દૂર થઈ જાય છે. સૂર્ય નમસ્કારની ત્રીજી અને પાંચની સ્થિતિઓ સર્વાઈકલ અને સ્લિપ ડિસ્ક વાળા દર્દીઓ માટે વર્જિત છે.

સૂર્ય નમસ્કારનો અભ્યાસ બાર સ્થિતિઓમાં કરવામાં આવે છે.

૧.બન્ને હાથ જોડીને સીધા ઉભા રહો. આંખો બંધ કરો. ધ્યાન ‘આજ્ઞા ચક્ર’ પર કેન્દ્રિત કરીને ‘સૂર્ય ભગવાન’નું આહ્વાન’ ‘ૐ મિત્રાય નમ:’ મંત્ર દ્બારા કરો.

૨.શ્વાસ ભરતા બન્ને હાથોને કાનથી અડાળીને ઉપરની તરફ ખેંચો અને ભુજાઓ અને ડોકને પાછળની તરફ જુકાવો. ધ્યાનને પાછળ ‘વિશુદ્ધિ ચક્ર’ પર કેન્દ્રિત કરો આના માટે નિયમિત પ્રેક્ટિસ કરવી જરૂરી છે.

૩.ત્રીજી સ્થિતિમાં શ્વાસને ધીરે-ધીરે બહાર છોડતા આગળની તરફ જુકો. હાથ ડોકની સાથે, કાનથી અડાળીને નીચે જઈને પગની જમણે-ડાબે પૃથ્વીને સ્પર્શ કરો. ઘુંટણ સીધા રાખવા. માથુ ઘુંટણને સ્પર્શ કરતા ધ્યાન નાભિની પાછળ ‘મણિપૂરક ચક્ર’ પર કેન્દ્રિત કરતા થોડી ક્ષણ આ જ સ્થિતિમાં રહો. કમર અને કરોડરજ્જુના દોષ વાળા સાધક ના કરે.

૪.આ સ્થિતિમાં શ્વાસ ભરતા ડાબા પગને પાછળની તરફ લઈ જવો. છાતીને ખેંચીને આગળની તરફ તાણો. ડોકને વધુ પાછળની તરફ જુકાવો. પગ તાણેલા સીધા પાછળની તરફ ખેંચો અને પગના પંજા પર ઉભા રહો. આ સ્થિતિમાં થોડો સમય થોભો. ધ્યાનને ‘સ્વાધિષ્ઠાન’ અથવા ‘વિશુદ્ધિ ચક્ર’ પર લઈ જવુ. મુખાકૃતિ સાધારણ રાખો.

૫.શ્વાસને ધીરે-ધીરે બહાર કાઢતા જમણા પગને પણ પાછળ લઈ જાઓ. બન્ને પગની એડીઓ પરસ્પર મળેલી હોઈ. પાછળની તરફ શરીરને ખેંચ આપો અને એડીઓને પૃથ્વી પર મેળવવા પ્રયાસ કરો. નિતંબને વધુથી વધુ ઉપર ઉઠાવો. ડોકને નીચે નમાવીને ઠોડી ને કણ્ઠકૂપમાં લગાવો. ધ્યાન ‘સહસ્ત્રાર ચક્ર’ પર કેન્દ્રિત કરવાનો અભ્યાસ કરો.

૬. શ્વાસ ભરતા શરીરને પૃથ્વીને સમાન્તર, સીધા સાષ્ટાંગ દંડવત કરો અને પહેલા ઘુંટણ, છાતી અને માથુ પૃથ્વી પર અડાળી દો. નિતંબોને થોડા ઉપર ઉઠાવી દો. શ્વાસ છોડી દો. ધ્યાનને ‘અનાહત ચક્ર’ પર કેન્દ્રિત કરો. શ્વાસની ગતિ સામાન્ય કરો.

૭.આ સ્થિતિમાં ધીરે-ધીરે શ્વાસ ભરતા છાતીને આગળ ખેંચતા હાથને સીધા કરી દો. ડોકને પાછળની તરફ લઈ જાઓ. ઘુંટણનો પૃથ્વી પર સ્પર્શ કરતા તેમજ પગના પંજા પર ઉભા રહો. મૂળાધારને ખેંચીને ત્યાં જ ધ્યાન કેન્દ્રિત કરો.

૮.આ સ્થિતિ પહેલી સ્થિતિ જેવી રહેશે. સૂર્ય નમસ્કારની ઉપરોક્ત બાર સ્થિતિ આપણા શરીરના સંપૂર્ણ અંગોની વિકૃતિઓનો દૂર કરીને નિરાગી બનાવી દે છે. આ આખી પ્રકિયા ખૂબ વધુ લાભકારી છે.

તેના અભ્યાસીના હાથપગના દુ:ખાવા દૂર થઈને તેમાં સબળતા આવે છે. ગરદન, ફેફસા તેમજ પાંસળીઓની માંસપેશીઓ સશક્ત થઈ જાય છે, શરીરની નકામી ચરબી ઘટીને શરીર હળવુ નરવુ થઈ જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version