જલ્સા કરોને જેંતીલાલ

સ્ટીમ ખાટા ઢોકળાં – ઘણા પ્રયત્ન કરવા છતાં ઢોકળા પરફેક્ટ નથી બનતા, અપનાવો આ રેસીપી બધાને પસંદ આવશે આ ઢોકળા…

હેલો ફ્રેન્ડઝ આજ હું લાવી છું આપણા સૌ ના ફેવરિટ ખાટા ઢોકળાં. ખાટા ઢોકળાં દરેક ના ઘરો મા બનતા જહોય છે. સવાર ના નાશતા મા કે બપોર જમવા કે રાત ના જમવા મા આ ઢોકળાં ખુબ સરસ લાગે છે. ઢોકળા બનાવવાની બધા ની રીત અલગ અલગ હોય છે. આજ મારા ઘર મા કેવી રીતે બને તે શીખવાડીશ. ગુજરાતી જમણ વાર ની થાળી ઢોકળાં વગર ની અધુરી છે. કોઇપણ મિઠાઈ બનાવીએ એની સાથે આ ઢોકળાં એ એક એવુ ફરસાણ છે જે સરળતા થી મેચ થઈ જાય એટલે જ્યારે પણ મેનુ નકી કરવા મા આવે ત્યારે તળેલા ફરસાણ સાથે આ ખાટા ઢોકળાં તો હોય જ. જે લોકો તળેલી વાનગીઓ ન ખાતા હોય તે લોકો આ ઢોકળાં ખાવા નુ પસંદ કરે છે. ખાટા ઢોકળાં બે- ત્રણ રીત થી બને છે,

1- ચોખા અને અડદ ની દાળ ને કરકરુ દળાવી ને તે લોટ માથી ઢોકળા બનાવાય છે.

2- ચોખા અને અડદ ની દાળ બંને ને પાણી મા પલાળી ને તેને પીસી ને તેના ઢોકળા બનાવાય છે. તેને ઈદડા કહેવાય છે.

3- ચોખા,ચણાની દાળ અને અડદ ની દાળ ને કરકરુ દળાવી ને અથવા પલાળી ને તેમા હળદર નાખી ને પીળા ઢોકળા બનાવાય છે.

આ ત્રણેય પ્રકારના ઢોકળાં નો સ્વાદ થોડો અલગ અલગ હોય છે. આજ હું ચોખા અને અડદ ની દાળ ના કરકરા લોટ માથી ઢોકળા કેવી રીતે બને છે તે શીખવાડીશ. 3 કપ ચોખા અને 1 કપ અડદ ની દાળ ને કરકરુ દળાવી લો .અથવા આ લોટ માર્કેટમાં તૈયાર પણ મળે છે તો તે પણ લઈ શકો છો.

સામગ્રી —

* 500 ગ્રામ ખાટા ઢોકળાં નો કરકરો લોટ

* 1 કપ ખાટુ દહીં

* એક ટીસ્પૂન ખાવાનો સોડા અથવા રેગ્યુલર ઈનો સોડા નુ એક પેકટ

* 1 ટેબલસ્પૂન આદુ મરચાં ની પેસ્ટ

* 2-3 ટેબલસ્પૂન બારિક સમારેલી કોથમીર

* 2-3 ટેબલસ્પૂન તેલ

* 1 ટીસ્પૂન મરી પાઉડર

* 2 ટેબલસ્પૂન તલ

* સ્વાદ અનુસાર મીઠું

રીત — સૌ પ્રથમ એક વાસણ મા અથવા નાના કૂકર મા લોટ લઇ લો તેમા એક કપ દહીં અને નવશેકુ ગરમ પાણી લગભગ 500મીલી.જેટલુ લેવુ, તેને થોડું થોડું ઉમેરતુ જવુ અને લોટ ને હાથે થી મિકસ કરતુ જવુ, એકદમ ઈડલી ના બેટર જેવુ બનાવવુ તેમા લોટ ની ગોટી ના રહે તે ધ્યાન રાખવું. હવે તે વાસણ ને ઉપર ઢાંકણ ઢાંકી ને 8-10 કલાક માટે ગરમ જગ્યાએ મુકી દો જેથી તેમા સરસ ખમણ (fermentation) આવી જાય.

કુકર મા આથો તો તેનુ વ્હીસલ સાથે જ ઢાકણ ઢાકી દેવુ.અને તેને પણ ગરમ જગ્યાએ મુકી દો. કુકર મા કરવા થી તેમા સરસ ખમણ આવી જાય છે, કારણ કે તેમા હવા બિલકુલ નથી જતી. જે લોકો થી આંથો ના આવતો હોય તો તે લોકો એ કુકર મા આંથવૂ.


1- હવે તૈયાર થયેલા ખાટા ઢોકળાં ના બેટર ને હલાવી લેવું, તેમા જરૂર હોય તો થોડું પાણી ઉમેરો, તેમા બારીક સમારેલી કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચા ની પેસ્ટ અને 1 ટીસ્પૂન ખાવાનો સોડા અથવા રેગ્યુલર ઈનો સોડા નાખી દો, સાઈડ પર એક વઘારીયા મા 2-3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તે તેલ ને બેટર ઉપર રેડી દો, ઉપર અડધુ લીંબુનો રસ નિચોવી લો અને તેને એકદમ ફટાફટ ફિણી લો, ફીણવા થી ઢોકળાં મા સરસ જાળી પડે છે.


2– ઉપર જણાવ્યા મુજબ ની તૈયારી કરો તે પહેલાં જ ગેસ પર ઢોકળીયા મા નીચે પાણી નાખી તેના પર સ્ટીલ ની થાળી મા થોડુ તેલ લગાવીને તેને પ્રીહીટ કરવા મૂકો.


ત્યાર બાદ તે થાળી મા 3 મોટા ચમચા જેટલુ બેટર રેડો. તેના પર મરી પાઉડર, અને સફેદ તલ છાંટો અને તેને ઉપર ઢાંકણ ઢાંકી ને 12-15 મિનીટ સુધી સ્ટીમ કરો. ચપુ વડે ચેક કરી લો અને જો ચપ્પુ ક્લીન બહાર આવે તો સમજવું કે ઢોકળાં તૈયાર છે. તેના પર થોડુ ઘી અથવા સિંગતેલ લગાવી દો.


થોડા ઠંડા પડે એટલે ચપુ વડે પીસ કરી લો અને તેને ગરમાગરમ જ લીલી ચટણી સાથે પીરસી દો.

* ધ્યાનમાં રાખવામાં આવતી બાબત —

* ખાટા ઢોકળાં બનાવવા માટે તેનુ ખમણ (આંથો) બરાબર આવવો ખૂબ જરૂરી છે. આંથો બરાબર ના આવે તો ઢોકળા બરાબર બનતા નથી.

* મે આ ઢોકળાં ને વઘારીયા નથી તમને જોઇએ તો આ ઢોકળાં ને રાઇ જીરુ અને તલ તથા લીમડાના પાન વઘાર મા મુકી ને વઘારી શકો છો.

* મરી નો પાવડર ના છાંટવો હોય તો તેને અવોઈડ કરી શકો છો.

* આ ઢોકળાં મા તમે ગાજર વટાણા અને ફણસી ને બારીક સમારી ને વેજીટેબલ ઢોકળાં પણ બનાવી શકો છો.

* તાજી લીલી મેથી ની ભાજી ને પણ એકદમ બારિક સમારી ને ઉમેરવા થી મેથી ઢોકળા પણ બનાવી શકાય છે. તમે તેને નાની નાની વાટકી મા પણ બનાવી શકો છો, અથવા ઈડલી ના સ્ટેન્ડ પણ બનાવી શકો છો જે બાળકો ને ખૂબ પસંદ આવે છે.

આ એક જ ઢોકળા ના બેટર માથી તમે વિવિધ પ્રકારના ઢોકળા બનાવી શકો છો. તો ચાલો આજ તમે બનાવો આ સ્વાદિષ્ટ અને સુપર સોફ્ટ સ્ટીમ ઢોકળા અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં.. બાય…

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

Exit mobile version