ઘરે બેસીને આ સ્ટાર કીડ્સ કરી રહ્યા અનેક ઘણી નવી-નવી પ્રવૃતિઓ, જોઇ લો વિડીયો અને તસવીરોમાં તમે પણ

લોકડાઉન દરમિયાન સ્ટારકીડ્સ કરી રહ્યા છે વિવિધ પ્રવૃત્તિઓ – જુઓ તસ્વીરો અને વિડિયો

image source

આખાએ દેશમાં હજુ પણ કોરોના વાયરસના સંક્રમીતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં 14મી એપ્રિલ સુધી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. તે દરમિયાન સ્ટાર કિડ્સ પણ ઘરમાં રહીને ટાઇમ પસાર કરી રહ્યા છે અને સાથે સાથે તેમની વિડિયો તેમજ તસ્વીરો પણ શેર થઈ રહી છે.

સુહાના ખાન

image source

શાહ રુખ ખાનની દીકરી પણ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ દ્વારા સોશિયલ મિડિયા સાથે જોડાઈ છે. તેના બોલીવૂડમાં પ્રવેશની ચર્ચા પણ ચાલી રહી છે જો કે તેની ચોક્કસ કોઈ ખબર નથી. પણ હાલ લોકડાઉન દરમિયાન સુહાના ઘરમા પુરાઈ રહી છે. તેણે થોડા સમય પહેલાં મેરિલ સ્ટ્રીપની મૂવીની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અને ઘરે બોર થઈ રહી હોવાથી મેકઅપ કરવામાં પણ સમય પસાર કર્યો હતો અને તેની પણ એક તસ્વીર શેર કરી હતી. જે તેણે ન્યૂયોર્કમાં પોતાના ઘરમાં લીધી હતી.

તૈમુર અલી ખાન

image source

થોડા સમય પહેલાં કરીનાએ પોતાના દીકરાની એક તસ્વીર શેર કરી હતી જેમાં તૈમુર પોતાના પિતા સૈફની પાછળ પાછળ ચાલી રહ્યો છે. આ તસ્વીરની ખાસિયત એ હતી કે તેમાં સૈફ અલી ખાને બાથરોબ પહેર્યું છે તો તૈમુરે પણ બાથરોબ પહેર્યું છે અને તે પોતાના પિતાની પાછળ પાછળ ચાલી રહ્યો છે.

ઇનાયા નાઓમી ખેમુ

image source

તો વળી કરીનાની નણંદ સોહા અલી ખાન પતિ કુણાલ ખેમુ અને દીકરી ઇનાયા સાથે ઘરમાં સમય પસાર કરી રહી છે. અને તેની પણ તસ્વીરો તેમજ વિડિયો સોશિયલ મિડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે. હાલ કુણાલ અને સોહા બન્ને દીકરીનું એક સાથે ધ્યાન રાખી રહ્યા છે.

યશ – રુહી જોહર

image source

તો વળી કરણ જોહરના જોડિયા બાળકો પણ પિતા સાથે ક્વોલીટી ટાઇમ પસાર કરી રહ્યા છે. તેણે પોતાના દીકરા યશ જૌહરની એક વિડિયો શેર કરી હતી જેમાં તે કેંડી ખાતો જોઈ શકાય છે. વિડિયોમાં કરણની દીકરી રૂહી પણ જોઈ શકાય છે જેમને કરણ કોરોના વાયરસને લઈને પ્રશ્નો પુછી રહ્યો છે.

22મી માર્ચે કરણ જોહરે પણ પોતાના બાળકો, તેમજ તેની માતા અને ઘરના સ્ટાફ સાથે મળીને ધાબા પર ચડીને પેરામેડિકલ સ્ટાફને બીરદાવવા માટે તાળીઓ ઉપરાંત થાળીઓ પણ વગાડી હતી, અને તેની વિડિયો પણ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

અનન્યા પાંડે

image source

અનન્યા પાંડે પણ આ લોકડાઉનના દિવસો દરમિયાનપોતાનુ ખાસ ધ્યાન રાખી રહી છે, અન્યાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિડિયો શેર કરી હતી જેમાં તે પોતાના ફેન્સને ફેસપેક લગાવવાની યોગ્ય રીત બતાવી રહી છે.

જાહ્નવી કપૂર

image source

તો શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર પણ આ સમય દરમિયાન પોતાને બીઝી રાખી રહી છે. અને તેના માટે તે કોઈને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. થોડા દિવસ પહેલાં તેણીની પેઇન્ટિંગ કરતી તસ્વીરો શેર થઈ હતી. જાહ્નવીને પેઇન્ટિંગ કરવાનો શોખ છે તેને તેમ કરતાં સમય પસાર કરવો પસંદ છે. પણ આ વખતે તે પોતાની આ સ્કિલને સુધારી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ