શ્રીદેવીને પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળતા બોની કપૂર થયા ભાવુક, કહ્યુ કંઈક આવું

શ્રીદેવીને પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળતા બોની કપૂર થયા ભાવુક, કહ્યુ કંઈક આવું

ગુરુવારે દિલ્હીમાં 65માં રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 50થી વધારે વર્ષોથી ફિલ્મોમાં કામ કરી ચુકેલ અભિનેત્રી શ્રીદેવીને તેમણો પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર લેતા દિવંગત અભિનેત્રી શ્રીદેવીનો પતિ ખુશ હતો તો બીજી બાજુ તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે શ્રીદેવીને આ સન્માન બહુ મો઼ડા મળ્યું. ન્યૂઝ એજન્સી આઈએએનએસ અનુસાર, બોની કપૂરે કહ્યું કે, શ્રીદેવી હંમેશા પોતાની દરેક ફિલ્મમાં અભિનયને લઈને મહેનત કરતી અને આ બહુ દુર્ભાગ્યની વાત છે કે તેના મૃત્યુ પછી પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો. બોની કપૂર ગુરુવારે પોતાની બંને દીકરી જહાન્વી અને ખુશીની સાથે 65માં રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં હિસ્સો લેવા માટે ગયા હતા. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ કાર્યક્રમમાં બોની કપૂરે કહ્યું તે આ અમારા માટે ગર્વની ક્ષણ છે, તેમજ દુઃખની પણ ક્ષણ છે. તેઓ ઈચ્છતા હતા કે શ્રીદેવી અત્યારે અમારી સાથે હોત. તે આ પુરસ્કારની અસલી હકદાર છે. લગબગ 50 વર્ષોમાં તેમણે લગભગ 300 ફિલ્મો કરી છે. તેમજ તેમણે બધી ફિલ્મોમાં સારો અભિનય કર્યો છે. દુર્ભાગ્યની વાત છે કે તે અમને છોડીને ગઈ તેના પછી આ પુરસ્કાર આપવામાં આવ્યો. https://twitter.com/SrideviBKapoor/status/992256960333426688

તમને જણાવી દઈકે, શ્રીદેવી પોતાની કરિયરની છેલ્લી ફિલ્મ મોમ માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમજ બોની કપૂરે ઈન્ટરવ્યૂ આપતા કહ્યું કે, તેમણી દીકરીઓ શ્રીદેવી જેવી બવના માંગે છે. તેમજ બોની કપૂરે કહ્યું કે શ્રીદેવી હંમેશા પોતાના કામ દ્વારા જીવતી રહેશે. તેમજ આ સમારોહમાં શ્રીદેવી દીકરી જહાનવી કપૂરે પોતાની માંની સાડી પહેરી હતી, જેને ડિઝાઈન મનીષ મલ્હોત્રાએ કરી હતી. જ્યારે તેમણી નાની દીકરી ખુશી કપૂરે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હતો.શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂર આ વર્ષે બોલિવૂડમાં પોતાની ફિલ્મ ધડકથી ડેબ્યૂ કરવાની છે. શ્રીદેવી પોતાની દીકરીની પહેલી ફિલ્મને લઈને બહુ ઉત્સાહિત હતી. શ્રીદેવીનું નિધન આ વર્ષે 26 ફેબ્રુઆરીએ થયું હતું. તે દુબઈમાં લગ્નમાં હાજરી આપવા માટે ગઈ હતી. ત્યાં હોટલની રૂમના બાથટમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. શ્રીદેવીએ 4 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં બાળ કલાકારક તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

લેખન : પ્રિયંકા પંચાલ 

દરરોજ બોલીવુડની આવી ઘણી અવનવી અને ચટપટી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

 

ટીપ્પણી