આ મહિલા છે સાચી દબંગ વાંચો એક ટીચર થી DGP બનવા સુધીની સફર…

જાણો આ મહિલા પોલીસ ઓફિસરની બહાદુરતાના કિસ્સાઓ…૧૯૮૭ થી છે IPS અને હવે બની ચુકી છે DGP! 

આમ તો આપણા દેશમાં પુરુષો અને મહિલાઓને એકસમાન અધિકારો આપવામાં આવે છે આમ છતાં ક્યાંક ને ક્યાંક મહિલાઓને પુરુષો કરતા ઓછી જ આંકવામાં આવે છે. આજે દેશની મહિલાઓ વિપરીત પરિસ્થિતિમાં પણ દરેક ક્ષેત્રમાં  સફળતા લહેરાવી રહી છે. આજે આપણા દેશની એવી જ એક મહિલા વિષે વાત કરવાના છીએ જે એના જ દમ ઉપર સૌથી પહેલા એક અધ્યાપિકા બની અને ત્યાર બાદ કેરલની પહેલી મહિલા IPS બની અને હવે તો DGP પણ બની ગઈ છે. અધ્યાપિકાથી માંડીને DGP સુધીનો સફર એકદમ પ્રેરણાદાયક તેમજ મુશ્કેલીઓથી ભરેલો રહ્યો છે.

આર. શ્રીલેખા જેને કેરલની પહેલી મહિલા ઓફિસર હોવાનું ગૌરવ પ્રાપ્ત કરેલ છે તે સ્કુલથી જ NCC, NSS તેમજ સંગીત જેવા કાર્યક્રમોમાં આગળ પડતી થઈને ભાગ લેતી હતી. એમને તિરુવનંતપુરમની મહિલ્લા કોલેજમાંથી અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં સ્નાતક ડીગ્રી પ્રાપ્ત કર્યા બાદ કેરળના વિશ્વવિદ્યાલય કેમ્પસમાં આવેલી યુનિવર્સીટી ઓફ ઈંગ્લીશમાંથી માસ્તર ડીગ્રી પ્રાપ્ત કારી.

પિતાના મૃત્યુ પછી એમની માતા, ૨ બહેનો અને એક ભાઈની જવાબદારી લઇ નોકરી ચાલુ કરી. એ કરુણાગ્પલ્લી વિધ્યાધીરાજ કોલેજમાં લેકચરર તરીકે કામ કરવા લાગી. ત્યારબાદ તેઓની નોકરી રિસર્વ બેંકમાં બી ગ્રેડ ઓફિસર તરીકે લાગી અને ત્યારબાદ STATISTICAL OFFICER બનાવીને મુંબઈ પણ મોકલવામાં આવી.

પણ શ્રી લેખાને દેશની સેવા તેમજ દેશ પ્રત્યે કઇક કરવું હતું. શ્રી લેખાના પિતા પહેલા  સેનામાં હતા અને એઓ ભારત પાકિસ્તાનના યુધ્ધમાં પણ સામેલ હતા. યુધ્ધમાં ઘાયલ થવાથી એ રીટાયર થઈને કોલેજમાં પ્રોફેસર બની ગયા. આજ કારણે શ્રી લેખા ને પણ વર્દી પેહરીને દેશ માટે કઇક કરવાની લાલસા હતી.ત્યારબાદ તેમણે સિવિલ સર્વિસીસની પરીક્ષા આપી અને પાસ પણ કરી. જાન્યુઆરી ૧૯૮૭માં ફક્ત ૨૬ વર્ષની ઉમરમાં તેઓએ કેરળની પ્રથમ મહિલા IPS અધિકારી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. ત્યારથી લઈને  આજ સુધી શ્રીલેખા કેરલની ઈમાનદાર તેમજ બેદાગ પોલીસ ઓફીસર તરીકે ફરજ બજાવતી આવે છે. એમણે કેરલ પોલીસમાં ત્રિશુર, અલાપુજહા, અને પથાનામથીટટ્ જેવા જીલ્લા માં પોલીસ અધ્યક્ષ તરીકેની સેવા આપી છે. આ ઉપરાંત શ્રી લેખાએ ૪ વર્ષ CBIમાં સેવા આપી. આ દરમિયાન એઓ કેરળમાં SP અને દિલ્લીમાં DGI પણ રહી ચુકી હતી.

શ્રીલેખા શરૂઆતથી જ એકદમ બહાદુર અને નિર્ભય પોલીસ અધિકારી હતી. જયારે એ CBIમાં કામ કરતા હતા ત્યારે તેઓને લોકો શ્રીલેખા ની જગ્યા એ ‘RAID’ શ્રીલેખા તરીકે ઓળખાતા હતા. કારણ કે તેઓ મોટા મોટા લોકોના ઘરે નિર્ભયતાપણે છાપા મારતા હતા. એ બહાદુરતાનુ ઉદાહરણ તેઓએ ગયા જ વર્ષે સાબિત કર્યું. તેમને તેમના સાથી અધિકારી ઉપર છેલ્લા ૨૯ વર્ષથી માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. શ્રીલેખા એ એમના ફેસબુક પેજ ઉપર ADGP તોમીન જે. થાચનકેરી ઉપર આરોપ લગાવ્યો કે ૧૯૮૭ માં IPSની ટ્રેનીંગ દરમિયાન તેમને માનસિક ત્રાસ આપતા હતા.

શ્રીલેખાએ એમની ઈમાનદારીનુ પ્રમાણ સાબિત કરવા ૧ કરોડ રૂપિયાની લાંચ ઠુકરાવી હતી. ૨૦૦૦ માં વર્ષમાં શ્રીલેખાને ખબર પડી કે દારૂ વેચવાવાળા લોકો કોઈક ગેરકાનૂની ધંધો ચલાવે છે એટલા માટે જ કલેક્ટરની સાથે શ્રીલેખા પણ ત્યાં છાપો મારવા પહોચી જ્યાંથી તેમને દારૂની સાથે સાથે કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા.

એક સમર્પિત પોલોસ અધિકારીની સાથેસાથે એઓ એક લેખક પણ છે અને તેમના ઘણા બધા  પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે. ૨૦૦૪ માં DIG સતર્કતા અને ભ્રષ્ટાચારની વિરોધમાં શ્રીલેખાને રાષ્ટ્રપતિએ પોલીસ પદકથી સન્માનિત કરી હતી. ૨૦૧૩ માં પણ શ્રીલેખા ને રાષ્ટ્રપતિ તરફ થી પોલીસ મેડલ મળ્યો હતો. શ્રીલેખા રાજ્યની પહેલી મહિલા IPSની સાથે સાથે પહેલી મહિલા DGP પણ બની ચુકી છે. હવે એ આખા રાજ્યના તમામ પોલીસ ઓફિસરોની કમાન સંભાળશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

સલામ છે આ મહિલાને, દરરોજ આવી અનેક પ્રેરણાદાયી વ્યક્તિઓની માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી