“સ્પ્રાઉટ ટીક્કી સ્ટાર્ટર !” – તો હવે જયારે ઘરમાં કોઈ પાર્ટી કે પછી પ્રસંગ આ સ્ટાર્ટર જરૂર સામેલ કરજો મેનુમાં..

“સ્પ્રાઉટ ટીક્કી સ્ટાર્ટર !”

સમય – 25 મિનિટ

સામગ્રી –

– 1 કપ ફણગાવેલા મગ,
– 3 ટેબલ સ્પુન કોથમીર,
– 3 ટેબલ સ્પુન ફુદીનો,
– 1 ટેબલ સ્પુન બેસન,
– મીઠું,
– 1/2 ટી સ્પુન લાલ મરચી પાવડર,
– 1/2 ટી સ્પુન શેકેલું જીરૂ પાવડર,
– 1/2 ટી સ્પુન ચાટ મસાલો,
– ચપટી હીંગ,
– 2 ટી સ્પુન ગ્રીન મરચી પેસ્ટ,
– 1 ટી સ્પુન તેલ,

રીત-

– મગને થોડું વાટો.
– ત્યારબાદ તેને બાઉલમાં લઈ તેમાં કોથમીર, ફુદીનો, બેસન, મીઠું, હીંગ, ગ્રીન મરચી પેસ્ટ, લાલ મરચી પાવડર, ચાટ મસાલો, જીરૂ પાવડર નાખી બરાબર હલાવો.
– મિશ્રણના 6 સરખા ભાગ કરી ગોળ ચપટી પાતળી ટીક્કીઓ બનાવો
– નોનસ્ટીક પેન પર ટીક્કીઓને 1/8 ટી સ્પુન તેલ વડે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
– કોઈપણ મનપસંદ ચટણી સાથે ગરમાગરમ જ સર્વ કરો.

રસોઈની રાણી : દીપિકા ચૌહાણ (નડિયાદ)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી