“સ્પીનેચ કોકનટ ચટણી” – હવે ઈડલી સાથે જરૂર બનાવજો આ ચટણી..

“સ્પીનેચ કોકનટ ચટણી”

સામગ્રી:

1 વાટકી પાલક,
3 લીલા તીખા મરચા,
2 ચમચી દારિયા,
2 ચમચી મગફળીના દાણા,
2 ચમચી આદુનું છીણ,
1 વાટકી સૂકું કોપરાનું ખમણ/ ફ્રેશ પણ ચાલે,
2 ચમચો છાસ કે દહીં,
2 ચમચી તેલ,
1 ચમચી રાય,
1 ચમચી જીરું,
ચપટી હિંગ,
1/2 ચમચી અડદની દાળ,
1/2 ચમચી ચણાની દાળ,
લીમડાના પાન,
મીઠું,

રીત:

સૌ પ્રથમ મિક્સર જારમાં પાલક, કોપરાનું ખમણ, આદુનું છીણ, મરચા, દારિયા, મગફળીના દાણા અને છાસ લઇ પીસી લેવું.
પછી એક પેનમાં તેલ લઇ રાય, જીરું, હિંગ, લીમડાના પાન, અડદની દાળ અને ચણાની દાળનો વઘાર કરી.
પીસેલ પેસ્ટ અને મીઠું ઉમેરી ચટણી પાતળી કરવા જરૂર મુજબ પાણી ઉમેરવું.
તો તૈયાર છે સ્પીનેચ કોકનટ ચટણી.
આ ચટણી સાઉથ ડીશ જોડે સર્વ કરવી.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

શેર કરો આ પોસ્ટ તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું એપ્જ.