સ્પાઈસી રોલ – લીલી ચટણીનો ઉપયોગ કરી બનતા આ રોલ આજે નોંધી લો ને ઘરે મહેમાન આવે ત્યારે બનાવો …..

સ્પાઈસી રોલ

આજે આપણે એક સ્ટાટૅર શીખી એ.એપણ એમાંથી જેની સાથે સ્ટાટૅર સવૅ કરીયે .હા બરાબર વિચારયુ લીલી ચટણી એનો ઉપયોગ આપણે સમોસા, વડા …વગેરે સાથે ખાવા માં કરીએ છીએ. આજે એમાંથી એક સ્ટાટૅર બનાવીયે. જેમાં લીલી ચટણીનો ઉપયોગ કરશું તો બનાવીયે સ્પાઈસી રોલ.

સામગ્રી:-

 • * ૨ નંગ બાફીને છીણેલા બટાકા,
 • * ૧ કપ છીણેલું પનીર,
 • * ૨ ટે.સ્પૂન કોનૅફલોર,
 • * મીઠું સ્વાદ મુજબ,
 • * ૧ કપ છીણેલું ચીઝ,
 • * તેલ તળવા માટે,
 • * ૧૧/૨ ટે.સ્પૂન મેદો ( સ્લરી ) માટે,
 • * ૧ કપ બ્રેડ ક્રમ્સ,
 • * ટોમેટો સોસ સવૅ કરવા.

 ચટણી માટે

 • * ૧/૨ ફેશ છીણેલું કોકનટ,
 • * ૧/૨ કપ કોથમીર,
 • * ૨ ટે.સ્પૂન ફૂદીનો,
 • * ૨ લીલા મરચાં,
 • * ૧ ટી.સ્પૂન જીરું,
 • * મીઠું સ્વાદ પ્રમાણે,
 • * ૧ ટી.સ્પૂન ખાંડ.

રીત :-

સો પ્રથમ એક બાઉલમાં છીણેલું પનીર, બટાકા કોનૅફલોર, મીઠું લઈ બધુ મિકસ કરો.

હવે મિકસી જાર મા ચટણીની બધી સામગ્રી લઈ પીસી લેવુ .ફાઈન પેસ્ટ નથી કરવાની તે ધ્યાન રાખવું.એને એક બાઉલમાં કાઢી લો.

ત્યારબાદ ચીઝ અને ચટણીના સરખા ભાગ કરો.પછી ચીઝ ને ચટણી મા સ્ટફ કરો.હવે આ સ્ટફિંગ ને બટાકાવાળા પૂરનમાં સ્ટફ કરી ઓવલ શેપ આપો. આ રીતે બધા રોલ તૈયાર કરી લો.

હવે એક બાઉલમાં મેદાની સ્લરી તૈયાર કરો. બ્રેડ ક્રમ્સ ને એક પ્લેટ મા કાઢી લો.

તેલ ગરમ કરવા મૂકો પછી રોલને સ્લરી મા ડીપ કરી બ્રેડ ક્રમ્સ મા કોટ કરી ક્રીશપી તળી લો.

હવે આ રોલ ને ગરમાગરમ સોસ સાથે સવૅ કરો.આ સ્પાઈસી રોલ સાંજના નાસ્તા માં કે ફરસાણ તરીકે પણ સવૅ કરી શકો છો.

નોંધ :-

* જૈન રોલ બનાવા માટે બટાકા ની જગ્યાએ બાફેલા કેળાનું છીણ લેવુ.

મિત્રો આપ સોને મારી રેસીપી કેવી લાગી ? કોમેન્ટ માં જરૂર જણાવજો….જેથી નવી નવી વાનગી આપવામાં મને ઉત્સાહ રહે .

રસોઈની રાણી : કાજલ શેઠ 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી