આ લોકો એ ક્યારે ભૂલથી પણ ન પીવી ગ્રીન ટી, જાણો શા માટે

આ લોકો એ ક્યારે ભૂલથી પણ ન પીવી ગ્રીન ટી, જાણો શા માટે

વધતા વજનને ઓછું કરવા માટે લોકોમાં ગ્રીન ટી પીવાનો શોખ વધતો જાય છે. તે લોકો ગ્રીન ટીનું સેવન એટલું બધુ વધારે કરે છે કે તેને વજન ઘટાડવા માટે એક ચમત્કારી ઉપાય માનવા લાગ્યા છે. તમે પણ ગ્રીન ટીના ફાયદા વિશે જાણતા હશો પરંતુ જો તમે દિવસમાં પાંચ અથવા પાંચથી વધારે કપ ગ્રીન ટી પીતા હોવ તો તમને સ્વાસ્થ્યને લગતી અમુક તકલીફ થઈ શકે છે. ખાસ કરીને નીચે દર્શાવેલી હેલ્થ પ્રોબ્લમ ધરાવતા લોકોએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. તેનુ વધારે પડતું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ હોય શકે છે. તે સિવાય તેને ક્યારે પણ ખાલી પેટ કે ભોજન કર્યા પછી તરત ન પીવી જોઈએ. જો તમે દિવસમાં ત્રણ કપ ગ્રીન ટી પીતા હોવ તો તે પ્રમાણે પાણી પણ પીવું. આજે અમે તમને જણાવીશું ગ્રીન ટી પીવાથી થતા નુકસાન વિશે.

ગર્ભપાતની સમસ્યા –તેમાં કેફીન હોવાને કારણે ગર્ભવતી મહિલાઓ માટે બહુ હાનિકારક સાબિત થઈ શકે છે. તેને પીવાથી ગર્ભપાત થવાનો ખતરો વધી જાય છે. એટલાં માટે પ્રેગ્નેટ અને સ્તનપાન કરાવતી મહિલાઓ ગ્રીન ટીનું સેવન કરવાથી હંમેશા દૂર રહેવું જોઈએ. કેફિનને કારણે ભ્રૂણના વિકાસ પર આડઅસર થઈ શકે છે અને પ્રેગ્નેન્સીના પાછળના સ્ટેજમાં તકલીફ પડી શકે છે. કોઈ પણ એવી વસ્તુ જેમાં કેફિન હોય, તે લેતાં પહેલા તમારા ડોક્ટરની સલાહ ખાસ લેવી જોઈએ. તેમજ બાળકોને હંમેશા ગ્રીન ટીના સેવનથી દૂર રાખવા જોઈએ. તેમાં રહેલા ટેનિન, પ્રોટીન અને ચરબી ના એબ્ઝોર્બેષન ને અટકાવે છે. તેનાથી બાળકોના ગ્રોથ ઉપર નેગેટીવ અસર થાય છે.

અનિદ્રા-જે લોકોની ઈન્સોમ્નિઆ એટલે કે અનિંદ્રાની બીમારીની ટ્રીટમેન્ટ ચાલતી હોય અથવા ઊંઘની સમસ્યા માટે કોઈ પણ પ્રકારની મેડિકેશન લેતા હોય તેમણે ગ્રીન ટી અવોઈડ કરવી જોઈએ. તેના કન્ટેન્ટથી કેમિકલ રિએક્શન ઓલ્ટર થઈ શકે છે અને સ્વાસ્થ્ય માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે. ગ્રીન ટીમાં કેફીનની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે, એટલાં માટે તમે તેને વધારે માત્રામાં લેવાથી અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. તે સિવાય છાતીમાં બળતરા અને હૃદય સંબંધિત બીમારી પણ થઈ શકે છે.

આયર્નની ઉણપ-જે લોકોમાં આયર્નની ઉણપ હોય તેમને આ સલાહ ખાસ આપવામાં આવે છે. ગ્રીન ટીને કારણે ખોરાકમાંથી આયર્નનું શોષણ કરવાની તાકાત ઘટી જાય છે. આનાથી તમારા સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડી શકે છે. ગ્રીન ટીમાં ટેનિન નામનું તત્ત્તવ હોય છે જે ભોજનથી આયરન લેવાની પ્રક્રિયાને ઓછી કરે છે. જેનાથી શરીરમાં આયરનની ઉણપ સર્જાય છે. તેની કમીના કારણે એનિમિયાની સમસ્યા પણ થઈ શકે છે.

શરીરમાં કમજોરી-ગ્રીન ટી વધારે પીવાછી ભૂખ ઓછી લાગે છે. જેના કારણે તમે પુરતા પ્રમાણમાં ભોજન નથી લઈ શકતા અને શરીરમાં પોષક તત્ત્તવોની ઉણપ સર્જાય છે. શરીર કમજોર પડી જાય છે. તેમજ જેમની સર્જરી થઇ હોય તે લોકોએ ગ્રીન ટીથી દૂર રહેવું જોઈએ. તેનાથી લોહી પાતળું થાય છે. તેથી જેમની ઉપર સર્જરી થયેલ છે, તે ગ્રીન ટી ન પીવો, તેનાથી તકલીફ વધી શકે છે.

કિડનીમાં પથરીની અને સાંધામાં દુઃખાવાની સમસ્યા-

ગ્રીન ટીમાં ઓક્ડેલિક એસિડ હોય છે જે તેમાં રહેલાં કેલ્શિયમ, યૂરિક એસિડ, એમીનો એસિડ અને ફોસ્ફેટની સાથે મળીને કિડનીમાં પથરીનું કારણ બને છે. તે સિવાય જેમને સાંધાનો દુઃખાવો હોય તેવા લોકોએ પણ ગ્રીન ટીનું સેવન કરવાથી બચવું જોઈએ. ગ્રીન ટી પીવાથી શરીરમાં કેલ્શિયમ નું અબ્સોર્બશન યોગ્ય રીતે થતું નથી. જેમને સાંધાનો દુઃખાવો કે આર્થરાઈટીસ છે, તે ગ્રીન ટી થી દુર રહે.

ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર-જો તમને ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશરની પ્રોબ્લમ હોય તો કોઈ પણ વ્યવસ્થિત અને એજ્યુકેટેડ પ્રોફેશનલ તમને ગ્રીન ટી પીવાની સલાહ નહીં આવે. ગ્રીન ટી તમારા બ્લડ સુગર લેવલમાં ઈન્ટરફેસ કરી શકે છે અને તેને કારણે ચક્કર આવવા, જીવ ગભરાવવો જેવી તકલીફ થઈ શકે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેંટ ના વધુ પ્રમાણથી બ્લડ પ્રેશર ઓછું થઇ શકે છે.

લેખક.સંકલન : અશ્વિની ઠક્કર

સ્વાસ્થ્ય સંબંધી માહિતી મેળવવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ…

ટીપ્પણી