સોયા વડી નું શાક – એકવાર બનાવશો તો બાળકો પણ વારંવાર બનાવવા માટે ફરમાઇશ કરશે…

સોયાબીન એ વિટામિન અને મિનરલ્સ નો ભરપૂર સ્ત્રોત છે. તો ચાલો આજે આપણે જોઇશુ એકદમ હેલ્થી રેસીપી – સોયા વડી નું શાક જે ખુબજ સરળ છે બનાવવા માં અને હેલ્થી પણ ખરી જ. તો ચાલો રેસીપી જોઈ લઈએ.

૨ કપ સોયા વડી

૩-૪ ચમચી તેલ

૧ ચમચી રાય , જીરું

હીંગ

૧ ચમચી હળદર

૧ કપ – ડુંગળી ની પેસટ

૨ કપ – ટામેટા ની પેસ્ટ

૧ ચમચી – લસણ અને લાલ મરચાં ની ચટણી

૧ ચમચી – ધાણાજીરું

મીઠું

૧.૫ ચમચી – લાલ મરચું પાવડર

૨ ચમચી – ગરમ મસાલો

સોયાબીન એ વિટામિન અને મિનરલ્સ નો ભરપૂર સ્ત્રોત છે. તો ચાલો આજે આપણે જોઇશુ એકદમ હેલ્થી રેસીપી. જે ખુબજ સરળ છે બનાવવા માં અને હેલ્થી પણ ખરી જ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. સૌ પ્રથમ સોયા વડી ને પાણી માં પલાળી દો ૩૦ મીનીટ સુધી પલાળવા દો. એક પેન માં તેલ ગરમ કરવા મુકો , ગરમ થાય એટલે રાય , જીરું નાખી ફૂટે એટલે હીંગ નાખી , હળદર નાખો. ડુંગળી ની પેસ્ટ નાખો. બરાબર હલાવી મીક્સ કરી ઢાંકી અને ૫-૭ મીનીટ સુધી ચડવા દો. હવે ત્યાં સુધી સોયા વડી માંથી પાણી નીતારી ને કાઢી લો અને છરી ની મદદ થી બે ભાગ કરી લો. હવે પેન નું ઢાંકણ ખોલી અને ટામેટા ની પેસ્ટ નાખો , બરાબર હલાવી મીઠું , ધાણાજીરું , લસણ ની ચટણી , ગરમ મસાલો , લાલ મરચું નાખી અને બધું બરાબર હલાવી ને મીક્સ કરી લો, ઢાંકી અને ૫-૧૦ મીનીટ માટે ગ્રેવી ને ચડવા દઇશુ. હવે તેમાં સોયા વડી મીક્સ કરી લો , ઢાંકી અને ૫ મીનીટ રહેવા દઇશુ જેથી વડી માં મસાલો ચડી જાય. બસ તૈયાર છે સોયા વડી નું શાક, પરોઠા કે રોટલી સાથે ગરમ ગરમ પીરસો. તમે જોયું કે એકદમ સિમ્પલ રીતે તૈયાર કરેલી છે આ રેસીપી અને બનાવવા માં ખુબજ ઓછો ટાઈમ જશે. બાળકો અને મોટા બને ને આ વિટામિન્સ થી ભરપૂર શાક ખાવું જોઈએ.


હું તો અઠવાડિયા માં ૨ વાર આ શાક બનવું છું તમે પણ બનાવો આ એકદમ હેલ્થી સોયા વડી નું શાક. ફરી મળીએ નવી રેસીપી સાથે.

રસોઈની રાણી : નિરાલી કોરાટ (અમદાવાદ)

વિડીઓ જોઇને બનાવો આ ટેસ્ટી શાક, પછી જણાવજો કે કેવું લાગ્યું.