સાઉથ ફિલ્મોની પ્રસિદ્ધ કોમેડિયન એક્ટ્રેસ વિદ્યુલેખાના ટ્રાન્સફોર્મેશને તેના ફેન્સને ચોંકાવી દીધા.

સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ અને કોમેડિયન વિદ્યુલેખા રમણના વજન ઘટાડાની ચર્ચા આજે સમગ્ર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે. તેણી સાઉથ એક્ટર મોહન રમણની દીકરી છે. તેણીએ પોતાની કેરિયરની શરૂઆત ગૌતમ મેનનની નીથાના એન પોનવાસંથમ ફિલ્મ સાથે 2012માં કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Vidyu Raman (@vidyuraman) on


જ્યારે વિદ્યુ સૌ પ્રથમ સાઉથની ફિલ્મોમાં પ્રવેશી તે વખતે તેણી એક પ્લસ સાઇઝ બોડી ધરાવતી હતી અને તે મોટે ભાગે પોતાની કોમેડીમાં પોતાના ભારે શરીરને જોડી જ દેતી અને દર્શકોને ખુબ હસાવતી. તમે કદાચ તેણીને સાઉથની ડબ્ડ ફિલ્મોમાં અવારનવાર જોઈ હશે.


તેમ છતાં તેની લોકોને હસાવવાની કળાને બાજુ પર મુકી લોકો તેના ભારે શરીરના કારણે તેની પર નેગેટીવ કમેન્ટ કરતા. 2017માં તો એવો સમય આવ્યો કે તેણીને અવારનવાર તેના ભારે શરીર માટે સોશિયલ મિડિયા પર ટ્રોલ કરવામાં આવતી.


પણ આવા લોકોનો કેવી રીતે સામનો કરવો તે સારી રીતે જાણતી હતી. તેણે તેમને લોકોને વળતો જવાબ આપવા માટે એક ગ્લેમરસ ફોટો શૂટ કરાવ્યું અને સુંદર મજાના ગ્લેમરસ ફોટોઝ પોતાના સોશિયલ અકાઉન્ટ પર શેયર કર્યા. અને લોકોને દર્શાવી દીધું કે એક કોમેડી એક્ટ્રેસ પણ આકર્ષક લાગી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Vidyu Raman (@vidyuraman) on


જો કે તેના આ પ્રયત્નને પણ ઘણા લોકોએ વખાડી કાઢ્યો અને ફરી તેને ટ્રોલ કરવામાં આવી પણ. પણ બીજા ઘણા લોકોએ તેણીને તેના આ પ્રયાસ માટે બીરદાવી પણ ખરી. પણ આજે અચાનક 2019માં તેણીના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર તેણીએ પોતાના એક સ્વસ્થ ફીટ અવતારને રજૂ કર્યો છે. તેણી પહેલાં કરતાં ખુબ જ સ્લિમ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Vidyu Raman (@vidyuraman) on


જો કે તેણીએ ક્યારે વજન ઘટાડવાનું શરૂ કર્યં તે વિષે જાણવા નથી મળ્યું. પણ તેના સોશિયલ મિડિયા અકાઉન્ટ પરથી એટલું કહી શકાય કે તેણીએ પોતાની પાતળા થવાની સફરની શરૂઆત આજ વર્ષના ફેબ્રુઆરીમાં કરી હશે. અને જો તેમ હોય તો તેણીએ ખુબ જ ટુંકાગાળમાં વજન ઘટાડ્યું છે તે તો કહેવું જ પડશે.

 

View this post on Instagram

 

A post shared by Vidyu Raman (@vidyuraman) on


વજન ઘટાડવા માટે ડાયેટ તેમજ એક્સરસાઇઝ શરુ કર્યાના આંઠ અઠવાડિયામાં વિદ્યુએ 9.5 કી.ગ્રામ વજન ઘટાડી દીધું હતું. અને તેણીએ શેયર કરેલી પોતાની સોશિયલ મિડિયા પોસ્ટમાં ખુબ જ સ્વસ્થ, ખુશ અને ઉર્જામય લાગી રહી હતી. જ્યારે તેણીના પાતળા થવાના રહસ્ય વિષે પુછવામાં આવ્યું તો તેણીએ બોલ્ડલી જવાબ આપ્યો, “ઉભા થાઓ અને લાગી પડો અને તેમ જ ચાલુ રાખો, તમને ચોક્કસ પરિણામ મળશે. આ કંઈ અઘરુ નથી.”

 

View this post on Instagram

 

A post shared by Vidyu Raman (@vidyuraman) on


તેણીએ જુન મહિના સુધીમાં લગભગ 14 કી.ગ્રામ વજન ઘટાડ્યું છે. તેણી હાલ 71.5 કી.ગ્રામની છે જે શરૂઆતમાં 85 કી.ગ્રામ આસપાસ હતી. ખરેખર ખુબ જ ટુંકા ગાળામાં આટલો મોટો વજન ઘટાડો લોકોને પ્રેરણા આપી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Vidyu Raman (@vidyuraman) on


તેણીએ પોતાની બીફોર અને પ્રેઝન્ટ તસ્વીર ઇન્સ્ટા અકાઉન્ટ પર શેયર કરી છે જેમાં તેણીએ એક જ ટીશર્ટ પહેર્યું છે અને તે તેણીને કેટલું ઢીલું પડવા લાગ્યું છે તે દર્શાવ્યું છે. તેણીએ એક તસ્વીર 2018ના મે મહિનામાં લીધી હતી જ્યારે એક તસ્વીર 2019ના મે મહિનામાં લીધી છે. જે જોઈ તમને ખરેખર તેણીના વજનમાં મોટો ફરક જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Vidyu Raman (@vidyuraman) on


તેણે પોતાની તસ્વીરના કેપ્શનમાં લખ્યું છે. “કેટલીકવાર તમે જે નંબર વજનકાંટા પર જોવા માગતા હોવ છો તે જોવા નથી મળતો. પણ તેનાથી તમારે કંઈ નીરાશ થવાની જરૂર નથી. હું તો જેટલા ઇંચ લૂઝ કરું છું તેનાથી મોટીવેટ થાઉં છું. સાઇઝ 18થી સાઇઝ 12 પર આવી ગઈ છું. વજનિયા પરના નંબર ધીમે ધીમે ઓછા થવા લાગશે. તમારે બસ લાગ્યા રહેવાનું છે.”

 

View this post on Instagram

 

A post shared by Vidyu Raman (@vidyuraman) on


કોઈના જાડાથી પાતળા થવાની સફર તમને માત્ર વજન ઘટાડવા માટે જ પ્રેરણા નથી આપતી પણ સ્વસ્થ રહેવા તેમજ જીવનમાં પોતાના લક્ષને પ્રાપ્ત કરવા માટે મક્કમ રહેવાની પ્રેરણા પણ આપી જાય છે. અને જો તમે પણ કોઈ લક્ષને પામવા માગતા હોવ તો વિદ્યુની જેમ લાગી પડો અને લક્ષપ્રાપ્તી ન થાય ત્યાં સુધી લાગ્યા જ રહો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ