કમાણીમાં બોલિવૂડની હિરોઈનને ટક્કર આપી રહી છે સાઉથની અભિનેત્રીઓ

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે બોલિવૂડમાં કડક સ્પર્ધા આપી રહી છે. સાઉથ મૂવીઝ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં જોવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં માત્ર દક્ષિણની ફિલ્મો જ આગળ રહે છે. આવી સ્થિતિમાં, આ ફિલ્મોમાં જોવા મળતી દક્ષિણ ભારતીય અભિનેત્રી કમાણીની બાબતમાં કેમ પાછળ રહે. જી હા મિત્રો, આજે સાઉથની ઘણી અભિનેત્રીઓ બોલીવુડની અભિનેત્રીઓ જેટલી જ ફી લે છે.

ઉર્વશી રૌતેલા

image source

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા તમિલ ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. વિશેષ વાત એ છે કે ઉર્વશીને તેની પ્રથમ તમિલ ફિલ્મમાં કામ કરવા માટે 10 કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવી રહી છે, જેના કારણે તેણીને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

તે એવી પહેલી અભિનેત્રી છે જેને સાઉથની ફિલ્મમાં કામ કરવા માટે 10 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હોય. ઉર્વશીથી ઉપરાંત જાણો કોણ છો હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ સાઉથમાં.

નયનતારા

image source

નયનતારાને કોલિવૂડની સુપરસ્ટાર માનવામાં આવે છે. તે એક ફિલ્મમાં કામ કરવા માટે 1-2 કરોડ લે છે. નયનતારા એકમાત્ર દક્ષિણ અભિનેત્રી છે જેમને ફોર્બ્સ ઇન્ડિયા દ્વારા 2018ની સેલિબ્રિટી 100ની યાદીમાં શામેલ કરવામાં આવી હતી.

અનુષ્કા શેટ્ટી

image soucre

ફિલ્મ ‘બાહુબલી: ધ બીગિનિંગ’માં પોતાના અભિનય વાહ વાહી લૂંટનાર અનુષ્કાને એક ફિલ્મમાં કામ કરવા માટે 4-5 કરોડ રૂપિયાની ફી મળે છે,

તમન્ના ભાટિયા

image source

બોલિવૂડ ઉપરાંત તમન્ના સાઉથમાં પણ એક જાણીતો ચહેરો છે. તે ત્યાંની એક ફિલ્મમાં કામ કરવા માટે 1.5-2 કરોડ રૂપિયા લે છે.

શ્રુતિ હાસન

image source

બોલિવૂડમાં કંઇક ખાસ ન કરી શકનાર શ્રુતિને સાઉથની એક ફિલ્મમાં કામ કરવા માટે અ 2.5 કરોડ રૂપિયા મળે છે.

કાજલ અગ્રવાલ

image source

બોલિવૂડ સિવાય કાજલે સાઉથની ફિલ્મોમાં પણ ઘણું નામ કમાવ્યું છે. તે ત્યાંની એક ફિલ્મમાં કામ કરવા માટે 3 કરોડ લે છે.

સમંથા અક્કીનેની

image source

‘ફેમિલી મેન 2’ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઇ રહેલી સમંથા, દક્ષિણની સફળ અભિનેત્રીઓમાંની એક છે. તે એક ફિલ્મમાં કામ કરવા માટે ફી તરીકે લગભગ 2 કરોડ લે છે.

પ્રિયામણી

image source

પ્રિયામણી ઘણા વર્ષોથી ટોલીવુડ (દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ) પર શાસન કરી રહી છે. તે તામિલ, તેલુગુ અને કન્નડ તેમજ મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તમિળ ફિલ્મ અભિનેત્રી પ્રિયામણીને વર્ષ 2007 માં પેરુથીવીરન ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. આટલું જ નહીં, પ્રિયામણીને વિવિધ ભાષાઓની ફિલ્મો માટે ત્રણ વખત બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. પ્રિયમાની આજે ટોચની તેલુગુ અભિનેત્રી છે અને તેની દરેક ફિલ્મ માટે 2.5 થી 3 કરોડ લે છે.

હંસિકા મોટવાણી

image source

નાનપણથી જ ‘શકા લકા બૂમ બૂમ’ પ્રોગ્રામથી સ્ક્રીન પર એન્ટ્રી કરનાર હંસિકા નાનપણથી જ સુંદર છે. નાના પડદેથી એન્ટ્રી લીધા બાદ હંસિકાને બોલિવૂડમાં કોઈ ખાસ ફિલ્મો મળી નહોતી. પરંતુ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં, તેણે તેની સુંદરતાનો ડંકો વગાડી દીધો અને આજે તે એક સફળ દક્ષિણ ભારતીય અભિનેત્રી તરીકે જાણીતી છે. હંસિકા દક્ષિણની અનેક ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી છે. જેમાંથી પુલી, અરનમનાઇ, સિંઘમ 2, વિલન વગેરે ફિલ્મો તેની જાણીતી ફિલ્મો છે. હંસીકાને એક ફિલ્મમાં કામ કરવા માટે 75 લાખથી 1 કરોડ રૂપિયા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!