બર્થ ડે સ્પેશિયલઃ સાઉથના થલઈવા રજનીકાંતના જમાઈ ધનુષ વિશે જણો અજાણી વાતો…

કોલાવરી ડી ફેઈમ ધનુષ થયા ૩૬ વર્શના, ૨૧ વર્ષે રજનીકાંતના બની ગયા હતા જમાઈ… જાણો તેની સફળ લવ રીયલ સ્ટોરીની હકીકત… બર્થ ડે સ્પેશિયલઃ સાઉથના થલઈવાના જમાઈ ધનુષ વિશે જણો અજાણી વાતો…

 

View this post on Instagram

 

A post shared by Dhanush Designer Team (@team__ddt) on


વ્હાઈ ધીસ કોલાવરી કોલાવરી ડી… ગીતથી રાતોરાત સુપર સકસેસફૂલ થઈ ગયા હતા. એમના વીડિયોને લાખો લાઈક્સ મળી હતી. એ વખતનું તે ઝડપથી ઓનલાઈલ વાઈરલ થયેલ ગીત હતું. સાઉથની ફિલ્મોમાં ધનુષનું નામ આગલી હરોળમાં બોલાય છે. ત્યારે પોતાની ટેલેન્ટ અને પોપ્યુલારીટીથી આગળ આવેલ આ સાઉથ ઇન્ડિયન એક્ટર બોલીવૂડમાં પણ એટલા જ ફેમસ છે. ફિલ્મ રાંઝણાંમાં કુંદનના પાત્રમાં તેમનો અભિનય ખૂબ જ વખણાયો હતો. તેમની રીયલ લાઈફ લવ સ્ટોરી પણ ફિલ્મી જ છે. આવો જાણીએ તેના જન્મદિવસે કઈરીતે એઓ બની ગયા સાઉથના થલઈવાના જમાઈ…

 

View this post on Instagram

 

A post shared by Dhanush (@dhanushkraja) on

આજે જેને ૩૬મું વર્ષ બેઠું છે એવો નેશનલ એવોર્ડ વિજેતા અને સુપર સ્ટાર રજનીકાંતના જમાઈ પહેલી નજરે એકદમ સામાન્ય કોઈ સાઉથના યુવક જેવો લાગે પરંતુ તેની દમદાર એક્ટિંગ આપનું મન જરૂર મોહી લેશે. આવો જાણીએ તેના જીવન વિશેની જાણી અજાણી વાતો…

 

View this post on Instagram

 

A post shared by என் உயிர் தலைவன் தனுஷ் (@ranjani4747_m) on


ધનુષનું સાચું નામ આપને ખબર છે?

સાઉથના આ પોપ્યુલર સ્ટારનું સાચું નામ ખરેખર ધનુષ નથી. તેનું ખરું નામ છે, વેંકટેશ પ્રભુ કસ્તુરી રાજા… દક્ષિણ ભારતીય લોકોના નામ આવા લાંબાં જ હોય છે. બોલીવૂડ અને સાઉથ સિને સ્ટાર તો છે જ, તેની સાથે તે ફિલ્મ પ્રોડ્યુસર, સોન્ગ રાઈટર અને પ્લેબેક સિંગર પણ છે તે મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલીટી છે. તેની સુપર હિટ ફિલ્મ આદુકલમ માટે તેને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanush (@dhanushrajaa) on


તેના લગ્ન થયાં એક અફવાને કારણે…

ધનુષે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેના લગ્ન કોઈ ફિલ્મી સિચ્યુએશનમાં જ થયા હતાં. તેઓ તેમની ફિલ્મ કાઢાલ કોંડેના પ્રિમિયરમાં આખા પરિવાર સાથે સિનેમા હોલમાં ફિલ્મ જોવા ગયા હતા ત્યારે ફિલ્મ પૂરી થયા બાદ સિનેમા હોલના માલિકે તેની ઓળખાણ સુપર સ્ટાર રજનીકાંતના ફેમીલી સાથે કરાવી હતી. તેમાં તેમની બંને દીકરીઓ ઐશ્વર્યા અને સૌંદર્યા પણ ત્યાં હાજર હતી. એ સમયે તેમણે માત્ર હાય હેલ્લો કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Dhanush (@dhanushkraja) on


બીજે દિવસે બન્યું એવું કે ઐશ્વર્યાએ ધનુષને એક બુકે મોકલ્યું અને સાથેના કાર્ડમાં લખ્યું હતું; “ગુડ વર્ક, કીપ ઇન ટચ” ઐશ્વર્યાનો સંદેશ એ હતો કે તમે ખૂબ સરસ અભિનય કર્યો છે, આપણે સંપર્કમાં રહેશું. એ વાતનો ઇશારો ધનુષ સમજી ગયો હતો. ત્યાર બાદ બંને વચ્ચેની મિત્રતા વધતી ગઈ અને બંને મળવા લાગ્યાં અને વાતચીત પણ કરતાં રહેતાં હતાં. સિનેમા જગતમાં અને તેમના ફેન્સ વચ્ચે એવું ચર્ચાવા લાગ્યું કે બંન્ને વચ્ચે લવ અફેર ચાલી રહ્યો છે. આ વાતની ખબર બંને પરિવારને થઈ ત્યારે લેવાયો એક ખાસ નિર્ણય તેમના લગ્નનો… વર્ષ ૨૦૦૪માં જ્યારે તેમના લગ્ન થયાં ત્યારે ધનુષની ઉમર માત્ર ૨૧ વર્ષની હતી અને ઐશ્વર્યા ૨૩ વર્ષની હતી. આજે તેમના લગ્નના ૧૫ વર્ષ બાદ બે બાળકો છે, યાત્રા અને લિંગા…

 

View this post on Instagram

 

A post shared by Dhanush (@dhanushkraja) on


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ