આ એક્ટર 35 વર્ષની ઉંમરમાં 64 કરોડની સંપત્તિનો છે માલિક, લગ્ઝરી કારનો છે કાફલો

‘રાંઝણા’ ફિલ્મનો કુંદન તો તમને યાદ જ હશે. જી એ જ કુંદન જે ઝોયાના પ્રેમમાં એટલો પાગલ હતો કે વારંવાર પોતાના હાથની નશ કાપી નાંખતો હતો. હવે તમે વિચારી રહ્યા હશો કે આજે અમે અચાનક કુંદનની વાત કેમ કરી રહ્યા છીએ તો તમને જણાવી દઈએ કે, ઝોયાનો કુંદન એટલે કે સાઉથનો સુપરસ્ટાર ધનુષ 35 વર્ષનો છે. ધનુષ સાઉથ ઈન્ડિયન સિનેમાના મોટા સુપરસ્ટારોમાંથી એક છે. તે સિવાય ધનુષને એક બીજી રીતે ઓળખવામાં આવે છે કે તે સાઉથ સિનેમાના ભગવાન માનવામાં આવતા સુપરસ્ટાર એક્ટર રજનીકાંતનો જમાઈ છે. આજે ધનુષના તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિશે જણાવીશું.

ધનુષ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત નિર્દેશક કસ્તૂરી રાજાનો દીકરો છે. ધનુષનું અસલી નામ વેંકટેશ પ્રભુ કસ્તૂરી રાજા છે. ધનુષના પિના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘થુલ્લુવાઘો ઈલામાઈ’ થી એકંટિંગની કરિયર શરૂ કરી હતી. વર્ષ 2003માં આવેલી ધનુષની ફિલ્મ ‘તિરુદા તિરુદી’ બ્લોકબસ્ટર હિટ રહી હતી. આ ફિલ્મ પછી ધનુષને સાઉથ સિનેમામાં ઓળખાન મળી.

Image result for dhanush

Dhanushધનુષે ગાયેલું ગીત ‘ વાય ધિસ કોલાવરી ડી’ 2011માં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીત રિલીઝ થતાની સાથે યૂટ્યૂબ પર ધૂમ મચાવી દીધી હતી. યૂટ્યૂબ પર અત્યાર સુધીમાં 25 મિલિયન કરતા વધારે વખત આ ગીત જોવામાં આવ્યું છે, એક અલગ રેકોર્ડ બનાવ્યો છે.

વર્ષ 2011માં ફિલ્મ ‘આદુકલમ’ માટે ધનુષને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ધનુષ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માતિ સૌથી નાની ઉંમરનો અભિનેતા છે. ધનુષને 2015માં બીજો નેશનલ એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ ‘કક્કા મુટ્ટી’ માં તેમને પ્રોડ્યૂસર તરીકે આ સન્માન આપવામાં આવ્યું હતું.

તેમજ ધનુષ પત્ની એશ્વર્યા અને ધનુષની બહેન સારી મિત્રો હતી. બંનેના પ્રેમની ચર્ચા પણ બહુ થતી હતી. કહેવામાં આવે છે કે, એશ્વર્યાએ ધનુષને એપ્રોચ કર્યો હતો. ધનુષ અને એશ્વર્યા કાઢલા કોંડે ના પહેલા શો દરમિયાન થઈ હતી. ધનુષે કહ્યું કે, તે પોતાના પરિવારની સાથે ફિલ્મ જોવા ગયો હતો. જ્યારે ફિલ્મ પૂરી થઈ જ્યારે સિનેમા માલિકે રંજનીકાંતની દીકરી એશ્વર્યા અને સૌંદર્યા સાથે મુલાકાત કરાવી.

Image result for dhanushતે દરમિયાન ધનુષ અને એશ્વર્યા એક બીજાને હાય હેલ્લો કહીને જતા રહ્યા હતા. આગલા દિવસે એશ્વર્યાએ ધનુષને મેસેજ કર્યો હતો અને લખ્યું હતું કે ગુડ વર્ક અને કહ્યું કે હંમેશા ટચમાં રહીશું. ધનુષે કહ્યું કે એશ્વર્યા તેના કરતા બે વર્ષ મોટી છે. અને બે વર્ષ પછી તેના અને એશ્વર્યાના લગ્ન થયા હતા. તેમજ તે સાઉથ સિનેમાના ભગવાન તરીકે માનવામાં આવતા સુપરસ્ટાર એક્ટર રજનીકાંતનો જમાઈ છે.

તેમજ આજે અમે તમને ધનુષની રોયલ્ટીને લઈને ખાસ વાત જણાવીશું. આ વાત જાણીને તમને તે વાતનો અંદાજ આવી જશે કે 35 વર્ષની ઉંમરમાં ધનુષ 64 કરોડ રૂપિયાની સંપતિનો માલિક છે. તેનું સ્ટારડમ એકદમ પોતાના સસરા રજનીકાંતની જેમ છે.

ધનુષની પાસે પમ્મલ, ચેન્નઈમાં આલીશાન બંગલો છે. આ બંગલાની કિંમત લગભગ 18 કરોડ રૂપિયા છે. આ ઘર તેમને 2013માં ખરીદ્યું હતું. તે સિવાય તેમની પાસે એક ગેસ્ટ હાઉસ પણ છે. એટલું જ નહીં ધનુષને લગ્ઝરી કારનો ગાંડો શોખ છે.

Image result for dhanush car collectionsધનુષની પાસે ઓડી A8, બેન્ટલી કોંટિનેંટલ ફ્લાઇંગ સ્પુર, જગુઆપ એક્સઈ, રોલ્સ-રોય ગોસ્ટ સીરિઝ-22 જેવી લગ્ઝરી કાર છે. આ ગાડીની શરૂઆતની કિંમત 5 કરોડ કરતા પણ વધારે છે. એટલું જ નહીં ધનુષ એક ફિલ્મ માટે 7 થી 10 કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે. તે સિવાય તે અન્ય એંડોર્સમેન્ટથી પણ બહુ કમાણી કરે છે.

Image result for dhanush car collectionsધનુષ સાઉથ સિનેમામાં સૌથી વધારે ફી લેનારા અભિનેતામાંથી એક છે. આ તો ધનુષની સંપત્તિની જાણકારી હતી. તે સિવાય છેલ્લા કેટલાય વર્ષોથી ધનુષ એક બીજા કારણે પણ વિવાદમાં હતો. રાઝણા ફિલ્મ હિટ થઈ તેના પછી તમિલનાડુના એક દંપતીનો દાવો કર્યો છે કે તેઓ ધનુષના અસલી માતા-પિતા છે. તેના માટે તેમને ધનુષ પાસેથી 65,000 રૂપિયા ભરણપોષણની માંગ કરી છે જો કે કોર્ટમાં આ દાવો ખોટો સાબિત થયો હતો.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી