જલ્સા કરોને જેંતીલાલ

સોનુ સૂદ ભારે શોકમાં, એર એમ્બ્યુલન્સ બોલાવી રાત દિવસ લાખ કોશિશ કર્યા બાદ પણ છોકરીનો જીવ ન બચાવી શક્યો

સોનુ સૂદ શું કાર કરી રહ્યો છે એના વિશે નાના બાળકથી માંડીને મોટા વૃદ્ધો પણ જાણે છે. ત્યારે હાલમાં જ મીડિયા સાથે વાત કરતાં સોનુ સૂદે કહ્યું હતું કે, ‘હું લગભગ 22 કલાક ફોન પર રહું છું. અમને 40 હજારથી 50 હજારની સહાય માટેની વિનંતી મળે છે. મારી પાસે 10 લોકોની ટીમ છે, જે ફક્ત રેમેડિસિવર માટે જ ફરતી હોય છે. મારી પાસે બેડ માટે ફરતી પણ એક ટીમ છે. જો કે હવે બોલિવૂડ એક્ટર સોનુ સૂદે દુ:ખદ ટ્વિટ કર્યું છે. આ સાથે જ ફેન્સમાં પણ નિરાશા વ્યાપી ગઈ છે.

image source

જો આ કેસ વિશે વિગતે વાત કરીએ તો લગભગ એક મહિના પહેલા સોનુએ ભારતી નામની 25 વર્ષની યુવતીને નાગપુરથી એર એમ્બ્યુલન્સ દ્વારા હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરી હતી.

પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે ડોક્ટરોના તમામ પ્રયત્નો પછી યુવતી જીવનની લડત હારી ગઈ. આથી સોનુ ખૂબ જ દુ:ખી છે. આ જ સાથે પોતાના દિલની વાત કરતાં સોનુ સૂદે ટ્વિટર પર દુ: ખ વ્યક્ત કર્યું હતું.

image source

અભિનેતાએ ટ્વિટ કર્યું હતું કે ‘નાગપુરની યુવતી ભારતી કે જેને હું એર એમ્બ્યુલન્સ દ્વારા હૈદરાબાદ લઈ ગયો હતો. ગઈકાલે રાત્રે હૈદરાબાદમાં તેનું અવસાન થયું. તે એક મહિનાથી ECMO મશીન દ્વારા જીવન અને મરણ વચ્ચે લડી રહી હતી. તેના પરિવારના બધા સભ્યો એવા લોકો કે જેણે તેના માટે પ્રાર્થના કરી હતી એ બધા લોકો માટે મારું દિલ ભારે છે. મારી ઈચ્છા હતી કે હું તેને બચાવી શકું. લાઈફ ખરેખર અનફેયર છે.

image source

આ છોકરની બચાવવા માટે સોનુએ શું શું ક્યું એના વિશે જો વાત કરવામાં આવે તો સોનુ આ છોકરીને બચાવવા માટે ડોક્ટરો સાથે સતત સંપર્કમાં હતો. યુવતીના પરિવારના સભ્યોને પણ મોટી આશા હતી. ઉલ્લેખનીય છે કે સોનુ સૂદ હાલમાં જ ‘ડાન્સ દીવાના’ શો પર પહોંચ્યો હતો અને આ દરમિયાન ભારતી નામની યુવતી વિશે જણાવવામાં આવ્યું હતું. ભારતીના પરિવારના સભ્યોએ પણ આ સહાય બદલ સોનુનો આભાર માન્યો. પરંતુ હવે તમામ પ્રયત્નો છતાં યુવતીનો જીવ બચ્યો નથી ત્યારે સોનુ ઉદાસ થઈ ગયો છે. જો કે, ડોક્ટરોને પણ માત્ર 20 ટકા બચવાની આશા દેખાતી હતી.

image source

ઉલ્લેખનીય છે કે અત્યારના કપરાં સમયમાં લોકો ઈન્જેક્શન, રેમડેસિવિર, ઓક્સીજન સિલેન્ડર અને દવાઓ માટે હેરાન થઈ રહ્યાં છે. ત્યારે બોલિવૂડના ઘણાં સેલેબ્સ આગળ આવીને લોકોને મદદ કરી રહ્યાં છે. ત્યારે દરેકની આશા પૂરી કરે છે સોનુ સૂદ. જ્યારે જરૂરિયાતમંદ લોકો બધી બાજુથી નિરાશ થઈ જાય છે ત્યારે તેઓ સોનુ પાસે મદદ માંગે છે. સોનુ પણ દરેક સંભવ પ્રયાસ કરીને મદદ માટે તૈયાર રહે છે. તે ગયા વર્ષથી એટલે કે આ મહામારી શરૂ થઈ ત્યારથી જ લોકોની મદદ કરી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version