જાણીને લાગશે નવાઇ, સોનૂ સૂદની મદદથી ઘરે પહોંચેલી ગર્ભવતી મહિલાએ બાળકનુ નામ રાખ્યુ આ એક્ટર પરથી

કોરોનાનો વિશ્વ વ્યાપી ભય જ્યારે વધતો જઈ રહ્યો છે, ત્યારે દરેક દેશ પાસે લોકડાઉન સિવાય કોઈ માર્ગ રહ્યો નથી. ત્યારે ભારતમાં સતત વધતા લોકડાઉનના કારણે અનેક પ્રવાસીઓ પોતાના વતનથી દુર શહેરોમાં ફસાઈ ગયા છે. જો કે સરકારે એનાથી બનતી સહાય કરવાના પ્રયત્નો જરૂર કર્યા છે, પણ પ્રવાસીઓની જે સંખ્યા છે એ જોતા સરકાર પુરતી સહાય પહોચાડી શકી નથી. અનેક બોલીવુડ સેલેબ્રેટી કોઈકને કોઈક પ્રકારે આ મહામારીમાં દેશ માટે સહાયક બનતા રહ્યા છે, એવામાં મહારાષ્ટ્રના પ્રવાસી મજુરોને ઘરે મોકલવાનું કામ હાલમાં બોલીવુડના વિલન છાપ પણ વાસ્તવિક જીવનમાં હીરો સોનું સુદ કરી રહ્યા છે.

મુસાફરી સાથે જમવાનું આયોજન પણ કર્યું

image source

સોનું સુદે જ્યારે સરકાર અમુક હદે આયોજનમાં પાછી પડી ત્યારે મજૂરો માટે અનેક બસોની ગોઠવણ કરી હતી. આ માટે સોનુએ હેલ્પલાઇન નંબર પણ આપ્યો હતો. આમ સોનુએ અનેક મજુરોને બસ દ્વારા પોતાના વતન મોકલ્યા હતા. આ સહાયક ભૂમિકા બદલ એમની સોશિયલ મીડિયામાં પ્રસંશા થઇ રહી છે. સોનુએ એમની મદદ કરવા માત્ર બસો જ નહી પણ એમના ખાવાનું આયોજન પણ કર્યું હતું. લોકડાઉનમાં ફસાયેલા મજુરો માટે એમણે જમવાનું આયોજન પણ સાચવી લીધું હતું. સીધા મજુરોના સંપર્કમાં રહીને સહાય કરનાર સોનું કદાચ પ્રથમ સેલેબ્રેટી છે.

મહિલાએ બાળકને જન્મ આપ્યો

.
image source

આપને જણાવી દઈએ કે હાલમાં જ બિહાર દરભંગાના કેટલાક પ્રવાસી મજુરોને સોનુએ બસ દ્વારા ઘરે મોકલ્યા હત, જેમાં એક ગર્ભવતી મહિલા પણ હતી. આ મહિલાને વતન પરત ફર્યા પછી બાળકને જન્મ આપ્યો હતો. જેને એમણે સોનું સુદ નામ આપ્યું હતું

સોનુએ બોમ્બે ટાઈમ્સને કહ્યું

image source

સોનુએ જયારે આ અંગે બોમ્બે ટાઈમ સાથે વાત કરી, ત્યારે એમણે કહ્યું હતું કે ‘મેં તો માત્ર મજાકમાં જ એમને પૂછ્યું હતું કે બાળકનું નામ તો સોનું શ્રીવાસ્તવ જ હોવું જોઈએ ને, તો એમણે જવાબમાં કહ્યુ કે ના અમે દીકરાનું નામ સોનું સુદ શ્રીવાસ્તવ રાખ્યું છે. એમનાં આમ કહેવાથી જ મારું હ્રદય તો આનંદથી ભરાઈ ગયું હતું.’

હું જાણું છું કે સંઘર્ષ શું હોય છે : સોનું સુદ

image source

સોનુએ કહ્યું કે હું પ્રવાસી મજૂરોની મદદ એટલા માટે કરી રહ્યો છું કે, ક્યારેક હું પણ આ રાજ્યમાં પ્રવાસી હતો. જે આંખોમાં અનેક સપનાઓ લઈને મુંબઈ શહેરમાં પ્રથમ વખત આવ્યો હતો. સોશીયલ મીડિયા અને ન્યુઝમાં ચાલતી તસ્વીરો જોઇને મને સમજાયું કે આ લોકો કેટલી મુસીબતમાં છે. ખાધા પીધા વગર તેઓ હજારો કિલોમીટર રસ્તાઓ પર ચાલીને જઈ રહ્યા છે. આ જોઇને મને મારા શરૂઆતી દિવસોની યાદ આવી ગઈ હતી. જ્યારે હું પ્રથમ વખત મુંબઈ આરક્ષણ વગરની (લોકલ) ટ્રેનમાં આવ્યો હતો. હું પ્રથમ વખત મુંબઈ દરવાજામાં ઉભા રહી તેમજ ટોયલેટની બાજુમાં સુઈને પહોચ્યો હતો. કદાચ એટલે જ એમની પીડા હું સમજી શકું છે, હું જાણું છું કે સંઘર્ષ શું હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ