કઈક આવા હતા સોનુ સુદના સંઘર્ષના દિવસો, ફિલ્મોમાં સીન પણ કાપી નાખવામાં આવતા હતા.

કોરોના વાયરસ જેવી મહામારીના લીધે ચાલેલા લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોની મદદ કર્યા પછીથી સોનુ સુદ’ સતત ચર્ચામાં છવાયેલા છે. જો કે થોડા દિવસ પહેલા સોનુ સુદે ખુલાસો કર્યો હતો કે એમને ઘણીવાર ફિલ્મોના પોસ્ટરમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.

image source

સોનુ સુદે આગળ જણાવ્યું હતું કે પોતાના ફિલ્મી કરિયરના શરૂઆતના દિવસો એમના માટે ખૂબ જ સંઘર્ષ ભરેલા હતા. એમને જણાવ્યું કે એમનું બોલીવુડમાં કોઈ ગોડફાધર નહોતું રહ્યું અને એમને કેવી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતા પક્ષપાતને હરાવ્યું અને એમની રણનીતિ શુ હતી.

image source

એક ઇન્ટરવ્યૂમાં થયેલી વાતચીત દરમિયાન સોનુ સુદે પોતાના ફિલ્મી કરિયરના શરૂઆતના દિવસો વિશે જણાવ્યું હતું કે ” શરૂઆતના દિવસોમાં એમને એમની જ ફિલ્મના પોસ્ટરમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.

image source

એમને આગળ એ પણ જણાવ્યું હતું કે એ એક ફિલ્મી પરિવાર સાથે સંબંધ નથી ધરાવતા અને જ્યારે એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી તો એમના માટે એ સરળ નહોતું.

image source

અભિનેતા સોનુ સુદે વાતચીત દરમિયાન જણાવ્યું કે એવી ઘણી બધી ફિલ્મો હતી જ્યાં એમને લાગ્યું કે એમને ફિલ્મના પોસ્ટરમાં હોવું જોઈએ, જો કે એમને ફિલ્મના પોસ્ટરમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.

image source

સોનુ સુદે એમ પણ કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે એમની પાસે મહેનત સિવાય બીજું કંઈ જ નહોતું.

image source

સોનુ સુદે ઇન્ટરવ્યૂમાં આગળ જણાવ્યું કે “મારી સાથે એવી ઘટનાઓ પણ બની જ્યાં ઘણી વાર મારા સીનને કાપી નાખવામાં આવ્યા હતા. એ પછી એમની પાસે જીવવા માટે 2 રસ્તા હતા એક તો એ કે એ પોતાના પોસ્ટર પર ન હોવા અને રોલ કાપી નાખવાની ફરિયાદ કરી શકતા હતા કે પછી એ એના માટે લાયક બનવા ખૂબ જ મહેનત કરી શકતા હતા. તેમને આગળ જણાવ્યું કે એ લોકો માટે પોસ્ટર અને સ્ક્રીન પર આવવા માટે મહેનત કરી શકે છે.

image source

સોનુ સુદે ખુલાસો કર્યો હતો કે મજબૂત લોકો કમજોર લોકોને દબાવવાનો પ્રયત્ન કરે છે.

image source

સોનુ સુદે ઇન્ટરવ્યૂમાં આગળ જણાવ્યું કે “જે કોઈપણ સત્તામાં છે એ હમેશા એની સત્તાનો ઉપયોગ કરશે. આ બાબત ફક્ત બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં જ નથી પણ કોર્પોરેટ જગતમાં અરે કપડાંની નાની દુકાનમાં પણ આ બાબત છે. મજબૂત વ્યક્તિ હમેશા પોતાનાથી કમજોર વ્યક્તિને દબાવવાનો પ્રયત્ન કરશે અને એને ખતમ કરવા માટે કોઈની પાસે તાકાત હોવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ