ગરીબ ઘરમાંથી આવતો સોનુ સુદ આજે છે કરોડોનો માલિક, હાલમાં મહેનતથી રળેલા રૂપિયાથી ગરીબ મજુરોની કરી રહ્યો છે મદદ

માત્ર 5500 રૂપિયા લઈને પોતાનું સ્વપ્ન સાકાર કરવા મુંબઈ આવેલો સોનુ સુદ આજે બની ગયો છે ભારતનો રિયલ હીરો – મહેનતથી રળેલા રૂપિયાથી ગરીબ મજુરોની કરી રહ્યો છે મદદ

image source

સોનુ સુદને કદાચ તેની ફિલ્મી કેરિયરમાં તેટલી લોકપ્રિયતા નહીં મળી હોય જેટલી તેને આજકાલ પોતાના મસિંહા જેવા કામથી મળી રહી છે. હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કોઈ જ હીરો કે પોલીટીક્સમાંનો કોઈ નેતા પોપ્યુલર નહીં થયો હોય જેટલો સોનુ સુદ થઈ રહ્યો છે. કારણ કે તે હાલ ગરીબ મજૂરો કે જેઓ પોતાના વતનથી દૂર પૈસા તેમજ ખોરાક વગર પર પ્રાંતમાં ફસાઈ ગયા છે અને પોતાના વતન જવા વલખાં મારી રહ્યા છે તેમની મદદ કરી રહ્યો છે.

image source

આજે તે આ ગરીબ મજૂરોને પોતાના વતન પહોંચાડવા માટે લાખો રૂપિયા ખર્ચી રહ્યો છે. આ પહેલાં પણ તેણે કોવિડ 19ના ડોક્ટર્સ તેમજ નર્સને રહેવા માટે પોતાની હોટેલના દરવાજા પણ ખોલ્યા છે અને ગરીબ લોકોને આ દરમિયાન તે ખાવા-પીવાની વ્યવસ્થા પણ પૂરી પાડી રહ્યો છે. પણ આજે જે સોનુ સુદ લાખો રૂપિયા ખર્ચિ રહ્યો છે ગરીબો ઉપર તે માત્ર 5500 રૂપિયા લઈને મુંબઈમાં પોતાની કિસ્મત અજમાવવા આવ્યો હતો. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કમાવવા અને સફળતા મેળવવા અત્યંત સંઘર્ષ કર્યો છે. તો ચાલો જાણીએ તેની સ્ટ્રગલ સ્ટોરી.

દિલ્લીથી કરી હતી મોડેલીંગ કેરિયરની શરૂઆત

image source

સોનુ સૂદે પોતાની કેરિયરની શરૂઆત દિલ્લીથી કરી હતી. તેણે ત્યાં મોડેલીંગથી શરૂઆત કરી હતી. અને ત્યારે જ તેણે વિચારી લીધું હતું કે તે થોડા રૂપિયા ભેગા થતાં જ મુંબઈની વાટ પકડશે. સોનુએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તેણે દિલ્લીમાં દોઢ વર્ષ કામ કર્યા બાદ 5500 રૂપિયા ભેગા કરી લીધા હતા. હવે તેણે મુંબઈ જવાનો વિચાર કર્યો અને વિચાર્યું કે એટલા રૂપિયામાં તે કમસે કમ એક મહિનો તો મુંબઈમાં સર્વાઈવ કરી જ લેશે, પણ આ રૂપિયા તો માત્ર પાંચ-છ દિવસમાં જ પૂરા થઈ ગયા ત્યાર બાદ તેણે આગળના દિવસો કાઢવા માટે ઘરેથી રૂપિયા મંગાવવા પડ્યા.

image source

પણ ભગવાન તેની સાથે હતા તેના આ જ સંઘર્ષના દિવસોમાં તેની સાથે જાણો કે ચમત્કાર થયો. તેને મુંબઈમાં પહેલો બ્રેક મળ્યો. તેને એક એડમાં મોડેલિંગ કરવા માટે ફોન આવ્યો અને તેના માટે તેને એક દિવસના 2000 રૂપિયાની ઓફર મળી. આ એડના કારણે તેણે ફિલ્મ સિટિ જવાનું હતું. અને તેનો ખ્યાલ હતો કે આ એડના કારણે તે લોકોના ધ્યાનમાં આવશે. પણ તેનું આ કામ તેની ધારણા બહારનું હતું. તેના આ કામમાં ચાર-પાંચ પડછંદ મોડેલ હતા અને તેમની પાછળ તે કોઈ ડ્રમીસ્ટની ભૂમિકામાં હતો. અને તે ભાગ્યે જ કોઈની નજરમાં આવે તેમ હતો.

image source

જો કે ધીમે ધીમે તે ઇન્ડસ્ટ્રીના લોકોના ધ્યાનમાં આવતો ગયો અને તેને કામ મળતું ગયું અને પોતાની મહેનતે જે સોનુ સુદ માત્ર પંચાવનસો રૂપિયા લઈને મુંબઈ આવ્યો હતો તે 130 કરોડ રૂપિયાનો માલિક બની ગયો. મિડિયાના એક અહેવાલ પ્રમાણે તે 17 મિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે. અને તે ફિલ્મોમાં એક્ટિંગ તેમજ મોડેલિંગ ઉપરાંત અન્ય વ્યવસાયમાંથી રૂપિયા કમાય છે.

image source

આજે તે એક અત્યંત લક્ઝરિયસ જીવન જીવી રહ્યો છે. મુંબઈમાં તે વિશાળ ઘર ધરાવે છે. તેનું આ ઘર 2600 વર્ગ ફૂટમાં ફેલાયેલો 3 બેડરૂમનો એપાર્ટમેન્ટ છે. તે જ્યારે મુંબઈમાં કેરિયર બનાવવા આવ્યો હતો ત્યારે તેણે એક નાનકડા ઓરડામાં ત્રણ-ચાર લોકો જોડે રહેવુ પડતું હતું. અને આજે તે એક વૈભવિ મકાનમાં રહે છે. તે પોતાના ઘરને સ્વર્ગથી ઓછું નથી આંકતો. અને હાલ જે માનવતા તેણે દાખવી છે તે ખૂબ જ સરાહનીય છે તેને હજારો ગરીબોના આશિર્વાદ મળી રહ્યા છે જે કદાચ તેણે કમાયેલા લાખો રૂપિયા કરતાં પણ ક્યાંય વધારે અનમોલ છે !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ