જલ્સા કરોને જેંતીલાલ

જાણો દેશના ક્યાં શહેરમાં અભિનેતા સોનૂ સૂદનું બનાવવામાં આવ્યું મંદિર

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ ભલે ફિલ્મ ઉદ્યોગમાં સરેરાશ અથવા નકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યા હોય પરંતુ કોરોના કાળમાં તે દેશના તમામ લોકો માટે ભગવાન સમાન થઈ ગયા છે. દેશના લોકો દ્વારા તેમને ધ રીઅલ હીરો, ગોડ અને મસિહા જેવા ઉપનામો આપવામાં આવી રહ્યા છે. હવે આંધ્રપ્રદેશમાં સ્થાનિક રહેવાસીઓએ સોનુ સૂદનું એક મંદિર બનાવ્યું છે. અને સોનુ સૂદને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ અંગે અભિનેતાની પ્રતિક્રિયા પણ આવી છે.

હું ફક્ત એક સામાન્ય માણસ છું

image source

આંધ્રપ્રદેશના ડુબા ટાંડા ગામમાં સોનુ સૂદ માટે એક મંદિર બનાવવામાં આવ્યું છે. આ અંગે પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખાઈ છે. તેણે કહ્યું છે કે- તે ખરેખર મારા માટે ખૂબ આનંદની વાત છે, પણ હું તમને કહેવા માંગુ છું કે આ બધુ ડિઝર્વ નથી કરતો. હું ફક્ત એક સામાન્ય માણસ છું જે તેના ભાઈ-બહેનોને મદદ કરે છે. તમને જણાવી દઈએ કે કે સોનુ સૂદ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મળે છે, તેમની તકલીફ જાણે છે અને તેને મદદ પણ કરે છે.

image source

તેમણે દેશની જનતાનો વિશ્વાસ જીત્યો છે અને હવે તેને લોકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે. મંદિરનું લોકાર્પણ 20 ડિસેમ્બરના રોજ મૂર્તિકાર તથા સ્થાનિક લોકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરતી પણ કરવામાં આવી હતી. પારંપરિક પોશાક પહેરેલી સ્થાનિક મહિલાઓએ લોકગીત ગાયા હતા. જિલ્લા પરિષદના સભ્ય ગિરી કોંડેલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સોનુએ કોરોના દરમિયાન જનતાની વચ્ચે ઘણું જ સારું કામ કર્યું છે.

સારા કામોને કારણે ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો

મંદિરની યોજના બનાવનાર સંગઠનમાં સામેલ રમેશ કુમારે કહ્યું હતું, ‘સોનુના સારા કામોને કારણે ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. આથી અમે તેમના માટે મંદિર બનાવ્યું છે. તે અમારા માટે ભગવાન છે. સોનુએ દેશના તમામ 28 રાજ્યોના લોકોની મદદ કરી છે અને માણસાઈ ભરેલા કામ માટે તેમને અવોર્ડ્સ પણ મળ્યા છે.’ વધુમાં તેમણે કહ્યું હતું, ‘સોનુએ લૉકડાઉન દરમિયાન જે રીતે લોકોની મદદ કરી છે, તેને કારણે માત્ર દેશમાં જ નહીં દુનિયાભરમાં સન્માન મળ્યું છે. તેમને યુનાઈટેડ નેશન તરફથી સ્પેશિયલ અવોર્ડ મળ્યો હતો. આથી અમારા ગામ તરફથી અમે તેમનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો હતો. ભગવાનની જેમ જ, સોનુ સૂદની પૂજા કરવામાં આવશે.

જો મેં તને માર્યો તો લોકો મને ગાળો આપશે

image source

હાલમાં જ સોનુ સૂદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેની નવી ઈમેજને કારણે સુપરસ્ટાર ચિરંજીવીએ ફિલ્મ ‘આચાર્ય’ના એક એક્શન સીનમાં તેને મારવાની ના પાડી દીધી હતી. સોનુએ કહ્યું હતું, ‘અમે એક્શન સીક્વન્સનું શૂટિંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ચિરંજીવી સરે કહ્યું, ફિલ્મમાં તું હોવાથી અમારા માટે સૌથી મોટી સમસ્યા છે, કારણ કે હું તને એક્શન સીનમાં મારી શકીશ નહીં. જો મેં તને માર્યો તો લોકો મને ગાળો આપશે.’

લોકડાઉનમાં મજૂરોની કરી હતી મદદ

image source

લૉકડાઉન દરમિયાન સોનુ સૂદે મુંબઈમાં ફસાયેલા શ્રમિકોને દેશના દૂર-દૂર સુધીના વિસ્તારમાં આવેલા તેમના ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. સોનુ તથા તેની ટીમે શ્રમિકો માટે ટોલ ફ્રી નંબર તથા વ્હોટ્સએપ નંબર રિલીઝ કર્યાં હતાં. સોનુએ મજૂરોને બસ, ટ્રેન તથા ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. આ સાથે જ શ્રમિકોને ભોજન પણ પૂરું પાડ્યું હતું. સોનુએ નોકરી અપાવવા માટે કંપનીઓ સાથે મળીને નોકરી પોર્ટલ પણ શરૂ કર્યું છે. હવે સોનુ સૂદ વૃદ્ધોના ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version