સૌંદર્ય કરતાં હિંમત વધુ સુંદર છે તેથી મજબૂત બનો વિનયી બનો…

સૌંદર્ય કરતાં હિંમત વધુ સુંદર છે તેથી મજબૂત બનો વિનયી બનો. જો તમે તમારા પતિના ઘરે રાણી બનવા ચાહો છો, તો તેને રાજા બનાવો. તમારી દીકરીને તમારા દીકરાનીં જેમ ના ઉછેરો, સ્ત્રીત્વનું તત્વ અત્યંત રમ્ય છે.


જો તમે તમારા પિતાની રાજકુમારી છો તો પુરુષ પણ પોતાના માતા-પિતાનોં રાજકુમાર છે. તમે અપેક્ષા ના રાખો કે એ તમારી મુર્ખતા સહન કરશે. સખત મહેનત કરો, વજન ઉપાડો, તમારી કાર્યો એકલા કરો, વધુ અને વધુ ક્ષેત્રો વિશે જાણકારી મેળવવો, આત્મવિશ્વાસ સાથે એકલા જ ચાલો. તમારી ક્ષમતામાં વધારો કરો. સમાનતા માંગો નહી સમાનતાને સ્થાપિત કરો.


એક વરિષ્ઠ નાગરિક માટે સીટ છોડી બેસાડવાની અને સન્માન આપવાની ફરજ હંમેશા પુરુષોની નથી હોતી. જો તમે માસિક સ્રાવ અને ગર્ભાવસ્થા સહન કરી શકો છો, તો પછી અસુવિધાપૂર્વક મુસાફરી તુચ્છ વાત બની જાય છે. તમારી આસપાસ રહેતી સ્ત્રી માટે ઘરને નરક ના બનાવો. તમારી સાસુ ને મા સમાન પ્રેમ કરો. અને તમારી નણંદ ને તમારી દીકરી સમાન પ્રેમ કરો. સાદા કપડા પહેરતી સ્ત્રી “બહેનજી” નથી હોતી અને પાશ્ચાત્ય કપડા પહેરતી સ્ત્રી “સ્ટાઇલીશ” નથી હોતી.


જો શોર્ટ્સ પહેરવી એ તમારી પસંદગી હોય તો, બુરખા / સાડી / સલવાર પહેરવી પણ એક પસંદગી હોય શકે છે. તેમના દેખાવને જોઈને તેમને આંકવાનું બંધ કરો. તગતા સૂરજમાં તમે તમારી શોપીંગ બેગ પકડીને ચાલી શકો એટલા મજબૂત છો. “લાજવંતી” બનવાનો દંભ બંધ કરો. જો તમે પૈસા કમાઈ શકો તો તમે તે પણ ખર્ચી શકો છો તમારા પતિ પર આધાર રાખશો નહીં તે એટીએમ નથી.


બ્રાંડ્સનું તમારું જ્ઞાન તમને આધુનિક બનાવતું નથી પણ તમારું શિક્ષણ તમને આધુનિક બનાવે છે. ચકચકિત ચહેરો મહત્વપૂર્ણ નથી પણ તમારી સમજણ અતિઆવશ્યક છે. સમૃદ્ધ માણસની સ્ત્રી હોવાને બદલે, તમે એક રમતવીર, લેખક, ડૉક્ટર, એક એન્જિનિયર, ઉદ્યોગપતિ પણ બની શકો છો. સૌંદર્ય કરતાં હિંમત વધુ સુંદર છે તેથી મજબૂત બનો વિનયી બનો.


લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ