4 દિવસમાં ત્રીજી વાર સોનાના ભાવ ગગડ્યા, ચાંદીની ચમક વધી! જાણો આ પાછળ કયા કારણ છે જવાબદાર

દેશના વાયદા બજારમાં આજે સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી છે, પરંતુ ચાંદીની ચમક વધી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાનો ભાવ 0.04 ટકાના સામાન્ય ઘટાડાની સાથે 50,667 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક કારોબાર કરી રહ્યો છે. ગત ચાર દિવસના કારોબારમાં ત્રીજી વાર તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

image source

જ્યારે ચાંદીના ભાવમાં એક ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તે 61,510 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર કારોબાર કરી રહી છે. જોકે આ ઘટાડો થયો હોવા છતાંય અનેક જાણકારો લાંબી અવધિમાં સોનાના ભાવને લઈ સકારાત્મક છે. તેમનો તર્ક એવો છે કે અમેરિકામાં ટૂંક સમયમાં નવા પ્રોત્સાહન પેકેજની જાહેરાત થઇ શકે છે. સાથોસાથ ડૉલરમાં નબળાઈ આવવાની આશા છે. કરન્સીમાં નબળાઈની સાથોસાથ સોનાનો ભાવ વધી શકે છે.

જાણો શું રહ્યો વૈશ્વિક બજારનો ભાવ

image source

વૈશ્વિક બજારની વાત કરીએ તો અહીં ઉતાર-ચઢાવની વચ્ચે સોનામાં તેજી જોવા મળી રહી છે. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી (USA Presidential Election) અને ફેડરલ રિઝર્વ (US Federal Reserve) પોલિસીની બેઠકના ઠીક પહેલા રોકાણકારો સતર્ક જોવા મળી રહ્યા છે. અહીં સ્પોટ ગોલ્ડનો ભાવ 0.2 ટકા વધીને 1,882 ડૉલર પ્રતિ ઔસ પર રહ્યો. જ્યારે ચાંદીનો ભાવ 1.2 ટકા વધીને 23.92 ડૉલર પ્રતિ ઔંસ પર રહ્યો છે.

રોકાણકારો આ વાતો પર રાખી રહ્યા છે નજર

image source

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીને લઈ સતત આવી રહેલા સમાચારોની વચ્ચે રોકાણકારો ઘણા વ્યસ્ત લાગી રહ્યા છે. અને પોલ્સમાં જો બાઇડન આગળ જોવા મળી રહ્યા છે. પરંતુ રિપબ્લિકન અને ડેમોક્રેટિકમાં જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બીજી તરફ ગત પાંચ સપ્તાહ દરમિયાન યૂરોપમાં કોવિડ-19 સંક્રમણની સંખ્યા બમણી થઈ ચૂકી છે. જોકે, ડૉલરમાં મજબૂતીની સાથે સોના પર દબાણ વધી શકે છે. અનેક કરન્સીની તુલનામાં ડૉલર ઇન્ડેક્સ 0.09 ટકા વધુ છે.

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ ફેડની બેઠક

image source

ગોલ્ડ ટ્રેડર્સની નજર ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસીના દૃષ્ટિકોણ ઉપર હશે. મોનેટરી પોલિસીના મોરચાની વાત કરીએ તો અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી બાદ તરત જ 4થી 5 નવેમ્બરે ફેડરલ રિઝર્વની બેઠક મળવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ