સોનમ કપૂરના આ ફોટાને જોઈને ફેન્સ થયા ખુશ, જુઓ કેવી રીતે લૂંટાવ્યો પ્રેમ

અનિલ કપૂરની લાડકી અને બોલીવુડની હિટ હિરોઇન સોનમ કપૂર ઘનિવાએ ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના બિન્દાસ સ્ટેટમેન્ટથી તો ક્યારેક પોતાની અનોખી સ્ટાઇલ સ્ટેટમેન્ટને કારણે સોનમ ફેન્સની વચ્ચે હમેશા ચર્ચામાં રહે છે. સકનમે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે અને લગ્ન પછી હવે એ સિલેકટેડ સ્ક્રીપટ પર જ કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સોનમ લંડનથી ભારત આવી હતી અને એમના પિતા અનિલ કપૂરને મળીને ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ હતી. એ દરમિયાન એમને ખૂબ જ ઢીલા કપડાં પહેર્યા હતા.

image soucre

એ પછી લોકોએ અંદાજો લગાવવાનું શરૂ કરી દીધું કે ક્યાંક સોનમ કપૂર જલ્દી જ ગુડન્યુઝ તો નથી આપવાની ને? એ સાથે જ એમની પ્રેગ્નનસીની અફવા ઉડવા લાગી. એ પછી સોનમે સ્પષ્ટ કર્યું હતું કે એ પ્રેગ્નેન્ટ નથી. હવે હાલમાં જ સોનમ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક ફોટા શેર કર્યા છે અને જણાવ્યું છે કે એમના ઘરે એક નાનું મહેમાન આવ્યું છે. એમની આ પોસ્ટ પર ફેન્સ ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor)

વાત જાણે એમ છે કે સોનમ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે ફોટો શેર કર્યો છે એમ એ એક ક્યૂટ ડોગી સાથે દેખાઈ રહી છે. ડોગીને ખોળામાં એ ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આ ફોટાને શેર કરતા સોનમે લખ્યું છે કે કપૂર પરિવારમાં સૌથી નાના સભ્યનો તમને પરિચય કરાવું છું. મળો રસેલ ક્રો કપૂરને. અહીંયા મારી સાથે એમના ફોટા છે આ ફોટાને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને સોનમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે

image socure

.
તમને જણાવી દઈએ કે સોનમ કપૂરે વર્ષ 2018માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી સોનમ ઘણીવાર દિલ્લી કે લંડન ટ્રાવેલ કરતી દેખાય છે. જો કે એ દરમિયાન ક્યારેય સોનમની પ્રેગ્નનસીની કોઈ ખબર સામે નથી આવી. તો જ્યારે સોનમ ભારત આવી હતી ત્યારે એમને ઢીલા કપડાં જોઈને લોકોએ અંદાજો લગાવી લીધો હતો કે સોનમ માતા બનવાની છે

image soucre

પોતાની પ્રેગ્નનસીની અફવાઓને શાંત કરવા માટે પણ સોનમે ખૂબ જ અનોખી રીત અપનાવી. એમને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક બુમરેન્ગ વિડીયો શેર કર્યો હતો જેમાં એ એક હોટ ડ્રિન્ક પીતી દેખાઈ રહી હતી. આ સ્ટોરીના કેપ્સનમાં એમને લખ્યું કે મારા પિરિયડ્સના પહેલા દિવસ માટે ગરમ પાણીની બોટલ અને જીંજર ટી. એ સાથે જ ફેન્સને ખબર પડી ગઈ કે સોનમ પ્રેગ્નેન્ટ નથી.

image source

સોનમ કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો સોનમ છેલ્લે વર્ષ 2019માં ફિલ્મ ધ જોયા ફેક્ટરમાં દેખાઈ હતી. આ ફિલ્મમાં એમના સિવાય દુલકર સલમાને કામ કર્યું હતું. ફિલ્મને કઈ સારી પ્રતિક્રિયા નહોતી મળી. એ સિવાય એ ગયા વર્ષે એમના પિતા અનિલ કપૂર સાથે એકે વર્ષેસ એકેમાં કેમિયો કરતી પણ દેખાઈ હતી. સોનમ કપૂર બહુ જલ્દી એમની નવી ફિલ્મની તૈયારી કરી રહી છે જેને લઈને એ ખૂબ જ ઉત્સાહિત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong