કપૂર પરિવારમાં મે મહિને વાગશે સોનમના લગ્નની શરણાઈ…

શ્રીદેવીના મૃત્યુએ ચાહકોને ઊંડો આઘાત પહોંચાડ્યો છે અને ચાહકવર્ગ હજુ આ આઘાતમાંથી બહાર નિકળી શક્યા નથી ત્યારે મુંબઈ મિરરના અહેવાલ મુજબ ભત્રીજી સોનમ કપૂર એ સ્વિટ્ઝર્લેન્ડના રમણીય શહેર જિનીવામાં પોતાના વર્ષો જુના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે ૧૧ તથા ૧૨ મે ૨૦૧૮ ના રોજ લગ્ન નક્કી કરી લીધા છે.

સોનમ કપૂરના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને પિતા અનિલ કપૂર વ્યક્તિગત રીતે સૌને ફોન કરીને નિમંત્રણ આપી રહ્યા છે. તેમના લગ્નના પ્લાનરના જણાવ્યા મુજબ તારીખ અને સ્થળ નક્કી થઈ ગયા બાદ કપૂર કુટુંબ, મિત્રો અને સ્વજનોની હવાઈ ટિકીટ અને હોટલ બૂક કરવામાં આવી રહી છે.

હિંદુ પરંપરા મુજબ થનારા આ લગ્નની તૈયારીઓ છેલ્લા ૩ મહિનાથી ચાલતી હતી. શ્રીદેવીના મૃત્યુને લીધે આ તૈયારીઓ ને ખલેલ પહોંચી હતી. લગ્ન પહેલા મહેંદી અને સંગીત જેવા ફંક્શનો પણ યોજવામાં આવશે.

અત્રે એ જણાવવું ઘટે કે હજુ તેની સગાઈ પણ થઈ નથી. લગ્ન પહેલા સગાઈનું પણ ફંક્શન કરવામાં આવશે પણ ક્યાં કરવામાં આવશે તેની કોઈ જાણકારી મળેલ નથી. લગ્ન શાનદાર અને શાહી રીતે ભવ્ય એવા ઊદયપુરના પેલેસમાં કરવાના હતા. પરંતુ, છેલ્લી ઘડીએ પસંદગીનો કળશ જિનીવા ઉપર ઢોળવામાં આવ્યો હતો.

તમારી જાણ માટે કહી દઈએ કે સોનમને સ્વિટ્ઝર્લેન્ડ અત્યંત પસંદ છે અને તે વારે વારે ત્યાં જાય છે. આ પણ જિનીવાની પસંદગી પાછળનું એક કારણ હોઈ શકે. સોનમ એક સ્વિસ વૉચ કંપનીની બ્રાન્ડ એંબેસેડર પણ છે. સૂત્રોના જણાવ્યા મુજબ સોનમની બહેન રિહા તથા સોનમે ભેગા મળીને જિનીવાનું સ્થળ નકી કરેલ છે.

નેશનલ એવોર્ડ વિજેતા સોનમ કપૂરે ભલે ખુલીને પોતાના સંબંધો વિશે કંઈ કહ્યું ના હોય પરંતુ નેશનલ એવોર્ડ સહિતના અનેક પ્રસંગોમાં આનંદ અને સોનમ સાથે જોવા મળતા હતા. તેમના એકબીજાના હાથ પકડેલા અમુક ફોટા વાયરલ પણ થયા હતા.

લેખન-સંકલનઃ અશ્વિની ઠક્કર

દરરોજ બોલીવુડના અવનવા સમાચાર જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી