આજ સાંજની સોનમ કપૂરની સંગીત સેરેમનીમાં ઉમટયું બોલિવૂડ, PHOTOS જોઇને દિલ ખુશ થઇ જશે !!!

સોનમ કપૂર અને આનંદ આહૂજાની પ્રી-વેડિંગ સેરેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિનેત્રી આ ખાસ લૂકમાં બહુ સુંદર દેખાતી હતી. સોનમની સંગીત પાર્ટીમાં કેટલાંક સેલેબ્સ પણ પહોંચ્યા છે.

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર આવતીકાલે લગ્નગ્રંથીથી જોડાશે અને તેણા લગ્નની બધી સેરેમની પણ શરૂ થઈ ગઈ છે. રવિવારે મહેંદીની સેરેમની પછી સોમવારે 7 મે એટલે કે સંગીત સેરેમની માટે મુંબઈની બ્રાંદ્રા કુર્લા કોપ્લેક્ષમાં અનિલ કપૂરના પરિવાર અને બોલિવૂડ હસ્તિઓ જોવા મળી રહી છે. સૌથી પહેલા કપૂર ફેમિલીમાંથી અનિલ કપૂર અને તેમણો દીકરો હર્ષવર્ધન કપૂર પહોંચ્યા હતા.

તેના પછી શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જ્હાન્વી અને ખુશી પહોંચી હતી. મોટાભાગના મહેમાનોએ સફેદ કલરના અલગ અલગ ડ્રેસ પહેર્યા હતા. આજના ફંક્શનની થીમ વ્હાઈટ હતી.

દૂલ્હન સોનમ અને હર્ષવર્ધન અને રિયા કપૂર સફેદ ડ્રેસમાં એકદમ સુંદર દેખાય રહ્યા હતા. તો બીજી તરફ જ્હાનવી અને ખુશી પણ સફેદ ગોલ્ડન લહેંગામાં જોવા મળી હતી.

આ દરમિયાન અભિનેત્રી શિલ્પા શેટ્ટી, સ્વરા ભાસ્કર, અને જેકલીન ફર્નાડિઝ પણ પહોંચી હતી. નિર્દેશક રાકેશ ઓમ પ્રકાશ મહેરા પોતાની પત્નીની સાથે સંગીત સમારોહમાં પહોંચ્યા હતા.

સોનમના લગ્નની સંગીત સેરેમનીમાં સોનમનો કઝિન અર્જૂન કપૂર અને નિર્દેશક કરણ જોહર પણ સામેલ હતા.

સંગીત પર અબૂ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા લહેંગામાં સોનમ કપૂર શાનદાર લૂકમાં દેખાતી હતી. તે સિવાય આનંદ આહુજા પણ ઓફવાઈટ કલરનો કુર્તા અને પાયજામાની પર નેહરુ જેકેટમાં રોયલ અંદાજમાં દેખાતો હતો.

તમને જણાવી દઈએ કે, સોનમના લગ્નને લઈને સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રી બહુ એક્સાઈટ છે. સોનમે પોતાની મહેંદી સેરેમનીમાં બહુ મસ્તી કરી હતી. રવિવાર રાતે સોનમન મહેંદીની સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સોનમે ડાન્સ પણ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર સોનમ કપૂરનો વીડિયો પણ વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. સોનમ પોતાના મહેંદી ફ્ંક્શનમાં બહુ ખુશ દેખાતી હતી.

તેમજ સોનમની મહેંદી સેરેમનીમાં અનિલ કપૂરે પણ ડાન્સ કર્યો હતો. આવતીકાલે સોનમ કપૂર લગ્નનાં બંધનમાં જોડાશે અને આવતીકાલે મુંબઈમાં ગ્રેડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

રિસેપ્શનમાં બોલિવૂડની તમામ હસ્તીઓ સામેલ થશે. સંગીત સેરેમની દરમિયાન ખુશી કપૂર, જ્હાનવી કપૂર, શનાયા કપૂર અને સંદીપ મારવાહ ગ્રુપ ફોટો ક્લિક કરવાતા જોવા મળ્યા હતા.

સંકલન : પ્રિયંકા પંચાલ

ટીપ્પણી