સોનમ કપૂરના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા બોલિવૂડના આ સ્ટાર્સ, અત્યારે જ જુઓ ફન્કશનના ખાસ ફોટોસ…

સોનમ કપૂર અને આનંદ આહુજા આજે લગ્નનાં બંધનમાં જોડાશે. તેમણા લગ્નમાં બોલિવૂડના દિગ્ગડ સ્ટાર્સ પહોંચી ગયા છે અને તેની સાથે કપૂર પરિવારના લોકો પણ કંઈક અલગ અંદાજમાં એન્ટ્રી કરી રહ્યા છે.

જેકલિન ફ્રનાડિઝથી લઈને કરીના કપૂર ખાન અને સેફ અલી ખાન પણ વેન્યૂ પર પહોંચી ગયા છે. પરંતુ શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાહનવી કપૂર અને ખુશી કપૂર પર બધાનું ધ્યાન હતું. પોતાની બહેનના લગ્નમાં જહાનવી અને ખુશી કપૂરે લહેંગો ચોલી પહેર્યા હતા અને પિતા બોની કપૂરની સાથે તેઓ લગ્નમાં પહોંચ્યા હતા.

તમને જણાવી દઈએ કે, વેડિંગ સેરેમનીમાં બોલિવૂડની તમામ હસ્તીઓ સામેલ છે. આ લગ્ન સોનમની માસીના ઘરે રાખવામાં આવ્યા છે. સૂત્રોના અનુસાર, રાતે 8 વગ્યાની આસપાસ હોટલ લીલામા ગ્રેન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલિવૂડની તમામ હસ્તીઓ સામેલ હશે.

અત્યારે કપૂર પરિવાર સોનમની આંન્ટીના ઘરે પહોંચી ગયો છે. તેમજ સોનમની પહેલી તસવીર સામે આવી છે. વેન્યૂ પર અમિતાબ બચ્ચન, અભિષેક બચ્ચન, શ્વેતા બચ્ચન, સ્વરા ભાસ્કર, અને કરણ જોહર પહોંચી ગયા છે. તેમજ કરિના કપૂર, કરીના કપૂર, સેફ અલી ખાન અને તૈમૂર અલી ખાન પણ સોનમનાં લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમજ સંજય કપૂર અને તેમણી પત્ની પણ લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા.

 

તેમજ આજે બોલિવૂ઼ની મસક કલી આજે આનંદ આહૂજાની થઈ જશે. તેમજ સોનમના લગ્નનાં કેટલાંક ફોટો પણ વાયરલ થઈ ગયા છે. આ લગ્નમાં દુલ્હા-દુલ્હનની સાથે બધા અલગ લુકમાં દેખાય રહ્યા છે. લાલ લહેંગા ચોલીમાં સોનમ એકદમ સુંદર લાગી રહી છે.

સોનમ કપૂરના લગ્નની થીમ પિંક છે અને એટલાં માટે સ્ટેજને પણ પીંક કલરથી સજાવામાં આવ્યો છે. તેના પર ગુલાબી કલરનાં ફૂલો લગાવામાં આવ્યા છે.

સંકલન : પ્રિયંકા પંચાલ

મિત્રો, આપ સૌ પણ સોનમ કપૂર ને કોમેન્ટ માં અચૂક અભિનંદન કહેજો !!!

ટીપ્પણી