70 કરોડના આ બંગલામાં સોનમ કપૂરના લગ્ન થશે, 150 ગેસ્ટને આમંત્રણ અપાયું

70 કરોડના આ બંગલામાં સોનમ કપૂરના લગ્ન થશે, 150 ગેસ્ટને આમંત્રણ અપાયું

સોનમ કપૂર પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ આંનદ આહુજા સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ પંજાબી રોયલ વેડિંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હલ્દી, સંગીત અને મહેંદીની સેરેમની 7 મેના રોજ મુબંઈની ફાઈવ સ્ટાર હોટલમાં રાખવામાં આવી છે. તો બીજી તરફ વેડિંગ સેરેમની સોનમની આન્ટી અને ઈન્ટીરિયર ડિઝાઈનર કવિતા સિંહના બેન્ડસ્ટેન્ડ સ્થિત આલિશાન બંગલામાં કરવામાં આવશે. લગ્ન ઘરની અંદર બનાવામાં આવેલા મંદિરમાં થશે. સૂત્રોનાં અનુસાર, કવિતા સિંહનો આ બંગલો 55 બજાર સ્કેવર ફૂટમાં બનાવામાં આવ્યો છે.

આ બંગલાનું નામ રોકડેલ છે અને તે બહુ સુંદર છે. મુંબઈમાં સૌથી પોશ વિસ્તારમાં આ બંગલાની કિંમત 70 કરોડ રૂપિયા છે. આ એરિયામાં અત્યારે પ્રોપર્ટીનો ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ સ્ક્વેર-ફૂટ છે. આ બંગલામાં અલગથી પૂજા ઘર બનાવામાં આવ્યું છે અને ગણેશજીની મૂર્તિ રાખવામાં આવી છે.
અત્યારે સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મહેમાનોના લિસ્ટથી લઈને સંગીત માટે કોરિયોગ્રાફર અને ગીતો પણ સિલેક્ટ થઈ ગયા છે. લહેંગા માટે ડિઝાઈનર પણ નક્કી કરી દીધા છે. લગ્નના તમામ સેરેમની 7-8 તારીખે મુંબઈમાં કરવામાં આવશે.

તેની સાથે કપૂર ખાનદાનની આ સૌથી મોંઘા લગ્નમાંથી એક છે. સંગીતનું રિહર્સલ અનિલ કપૂરનાં જુહૂ સ્થિત બંગલામાં ચાલી રહ્યું છે. હાલમાં સંદીપ ખોસલાની ભત્રીજીના લગ્નમાં સોનમ કપૂરે ‘પ્રેમ રતન ધન પાયો’ પર ડાન્સ કર્યો હતો.
રિપોર્ટ પ્રમાણે, સોનમ અને આનંદની સંગીત સેરેમની સોનમની ફ્રેંડ સમ્યુક્તા નાયરની ફાઈવ સ્ટાર હોટલમાં યોજાશે. જ્યારે જાણીતા કોરિયોગ્રાફર ફરાહ ખાન પરિવારના સભ્યોને ડાંસ શીખવાડશે. અનિલ કપૂર અને પત્ની સુનિતા પણ લાડલી દીકરીના સંગીતમાં સ્પેશિયલ પરફોર્મંસ આપશે.સંગીતના દિવસે કરણ જોહર પણ ડાંસ પરફોર્મંસ આપશે. જ્યારે સોનમની બહેન સોનમની જ હિટ ફિલ્મના ગીત ‘અભી તો પાર્ટી શૂરુ હુઈ હૈ…’, ‘ધીરે-ધીરે સે મેરી ઝિંદગી મેં આના..’, ‘પ્રેમ રતન ધન પાયો…’ અને ‘વીરે દી વેડિંગ’ના ટાઈટલ ટ્રેક પર ડાંસ કરશે.
સોનમના લગ્ન માટે ફેશન ડિઝાઈનર અનામિકા લહેંગો ડિઝાઈન કરી શકે છે. થોડા દિવસ અગાઉ સોનમ કપૂરે એક મેગેઝિન માટે દુલ્હનના કપડાં પહેરીને અનામિકા સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. અનામિકાએ ઈંસ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં લખ્યું હતું કે, સોનમ કપૂર કહે છે કે તે અનામિક ખન્ના સાથે જશે.

લગ્ન બાદ દિલ્હીમાં ગ્રાંડ રિસેપ્શન રાખવામાં આવશે. કારણકે આનંદ આહુજા દિલ્હીનો છે અને બિઝનેસમેન છે. લગ્નમાં 150 મહેમાનોને આમંત્રણ અપાયું છે. જેમાં ફિલ્મ ઈંડસ્ટ્રીથી લઈને બિઝનેસ હાઉસીસના દિગ્ગ્જ અને નજીકના મિત્રો હાજરી આપશે.


સોનમ કપૂરના લગ્નમાં ફિલ્મ જગતની હસ્તીઓ હાજર રહેશે. જેમાં કઝિન અર્જુન કપૂર, ખુશી-અંશુલા, બેસ્ટફ્રેંડ જેક્લીન ફર્નાંડિસ, સ્વરા ભાસ્કર, કરીના કપૂર, રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, સલમાન ખાનને આમંત્રણ આપી દેવાયું છે. લગ્નમાં આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન પણ હાજરી આપી શકે છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ બોલીવુડના આવા અનેક સમાચાર વાંચો ફક્ત અમારા પેજ પર,રેગ્યુલર પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી