કોરોનાના ડરથી સોનમ કપૂર પરત ફરી લંડનથી, અને આપ્યુ આ સૂચન, જોઇ લો તમે પણ આ વિડીયોમાં

સોનમે કોરોનાના ડરથી પોતાની જાતને કરી ઘરમા કૈદ

આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના 1.79 લાખ કેસ નોંધાઈ ચુક્યા છે અને તેના કારણે 7000 કરતાં પણ વધારે લોકોના મૃત્યુ પણ થઈ ગયા છે. તમે સમાચારા વાંચ્યા જ હશે કે હોલીવૂડના દીગ્ગજ અભિનેતા ટોમ હેન્ક્સના ટેસ્ટ પણ કોરોના પોઝિટીવ આવ્યા છે અને સાથે તેમના પત્નીને પણ અને તેના કારણે તેઓ હાલ ઓસ્ટ્રેલિયામાં ક્વોરેન્ટાઇન ફેસીલીટીઝમાં છે.

image source

આ ઉપરાંત કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના પત્નીના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા છે. અને સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં પણ આ રોગચાળો ફેલાયો છે ત્યાં ત્યાં સરકારે સખત રીતે લોકોને પોતાના ઘરમાં રહેવાનું સૂચન કર્યું છે.

image source

ભારત સરકાર તરફથી પણ જાહેર જનતા માટે કેટલીક માર્ગદર્શીકાઓ બહાર પાઢવામાં આવી છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 37 જેટલા કોરોનાવાયરસના કેસ નોંધાઈ ચુક્યા છે અને ફેલાવો અટકાવવા માટે મહારાષ્ટ્ર સરકારે મોલ, શાળાઓ, જીમ, થિયેટર્સ વિગેરે બંધ કર્યા છે અને જાહેર મેળાવડાઓ પર પણ પ્રતિબંધ લાદ્યા છે.

અને તેમાં બોલીવૂડ સ્ટાર્સનો પણ સમાવેશ થઈ જાય છે. બોલીવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર તાજેતરમાં લંડનથી પરત આવી ગઈ છે અન તેણીને આસોલેશનમા રાકવામા આવી છે. જેનો એક વિડિયો પણ સોનમે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoorpedia) on

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે બ્રીટેનમાં કોરોના વાયરસ ગ્રસ્ત લોકોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં યુકેમાં કોરોનાના 1950 કેસ નોંધાઈ ચુક્યા છે અને 71 લોકોના મૃત્યુ થયા છે. અને સોનમ તાજેતરમાં જ લંડનથી ભારત આવી છે.

ભારત આવતા પહેલાં તેણીએ એક નાનકડી વિડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી જેમાં તેણીએ જણાવ્યું હતું કે તે પોતાન પતિ સાથે ભારત પાછી આવી રહી છે અને તેણી ઘરે પહોંચવાની રાહ જોઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoorpedia) on

થ્યાર બાદ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બીજી પણ એક તસ્વીર શેર કરી હતી જેમાં તેણીએ માસ્ક પહેરેલું હતું અને તેણી લોકોને સેફ રહેવાની સલાહ આપી રહી છે. અને હાલ સોનલ ઉપરાંત બોલીવૂડના સ્ટાર્સ પોતાને ઘરમાં પૂરી રાખવા મજબૂર બન્યા છે અને તે દરમિયાન તેઓ પોતાના ફેમીલી સાથે ક્વોલીટી ટાઈમ પણ સ્પેન્ટ કરી રહ્યા છે.

ભાજપા નેતાએ પોતાને રાખ્યા આઇસોલેશનમાં

ભાજપાના વરિષ્ટ નેતા સુરેશ પ્રભુએ પોતાને આઇસોલેશનમાં રાખ્યા છે. તેમણે બે અઠવાડિયા સુધી ઘરમાં એકલા રહેવાનું નક્કી કર્યું છે. જો કે તેમનું કોરોનાવાયરસના ટેસ્ટ રીપોર્ટ્સ નેગેટીવ આવ્યા છે તેમ છતાં તેઓ સાવચેતીરૂપે આ પગલું લેવા માગે છે.

તમને જણાવી દઈએ કે સુરેશ પ્રભુ બીજી શેરપા બેઠકમાં હાજર રહેવા માટે સાઉદી અરેબિયા ગયા હતા અને ત્યાંથી પાછા આવ્યા બાદ તેમનું સ્કેનીંગ કરવામાં આવ્યું હતું જે નેગેટીવ આવ્યું હતું તેમ છતાં તેમણે પોતાની જાતને બે અઠવાડિયા માટે આઇસોલેશનમાં રાકવાનું નક્કી કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ